હૃદયની સત્તા પર આત્માનું રાજ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જે વ્યક્તિ પ્રજાનું બરાબર ધ્યાન રાખી શકે નહીં તેણે રાજા રહેવાનો અધિકાર નથી

પ્રજાનું ધ્યાન રાખવું રાજાનો ધર્મ છે. જે વ્યક્તિ પ્રજાનું બરાબર ધ્યાન રાખી શકે નહીં તેણે રાજા રહેવાનો અધિકાર નથી. અગાઉ રાજા વંશપરંપરાગત બનતા હતા. યુદ્ધથી ખસેડવામાં આવતા કે બનાવાતા હતા. હવે પ્રજાતંત્રમાં ચૂંટણી યુદ્ધનું મેદાન બની ગઈ છે. સૂત્રધાર રાજા જેવા થઈ ગયા છે, પરંતુ રાજધર્મ એનો એ જ રહ્યો છે. આ એક સાંસારિક વ્યવસ્થા જેવું છે.

આપણા અંદર એક રાજા બેઠો છે જે આપણો આત્મા છે. ઇન્દ્રિ‌યોનાં સ્વરૂપમાં તેની પાસે મંત્રી છે અને આપણે તેની પ્રજા છીએ. અંદરનાં સિંહાસન પર રાજાના સ્વરૂપમાં આત્માને જ બેસવાનું છે, પરંતુ એક યુદ્ધ ચાલે છે અને મન તેના પર સત્તા જમાવી બેસે છે. ઇન્દ્રિ‌ય સ્વરૂપી મંત્રીઓ પણ નિરંકુશ થઈ જાય છે. પછી આપણે બહારથી પણ ભ્રષ્ટ આચરણ કરવા લાગીએ છીએ. આથી તેનું સત્તા પરિવર્તન કરવું પડશે. જપ, તપ, પૂજા, હવન અને ધ્યાન એવા બધા મતદાન છે, જેનાથી આપણા હૃદયની સત્તા પર મનનાં સ્થાને આત્મારૂપી રાજાની સ્થાપના થઈ શકશે.

પં. વિજયશંકર મહેતા
humarehanuman@gmail.com