તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટિંગની રણનીતિ ડાયનેમિક હોવી જોઇએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે તમારામાંથી કેટલાંક લોકોને આ વિષય અપરિચિત લાગી શકે છે. પરંતુ હકીકત તો એ છે કે, જો તમે ઉર્જાવાન અને ગતિશીલ વ્યક્તિ છો તો તમારો તેની સાથે પરિચય હોવો જોઇએ ખાસ કરીને જો તમે માર્કેટિંગ પ્રોફેશનલ્સ છો અને પ્રોડક્ટ પહેલેથી જરૂરિયાતથી વધારે પ્રોડક્ટ્સથી ભરેલાં માર્કેટમાં લાવવાના પ્રયત્નો કરી રહ્યાં છો.

સ્ટોરી 1 : ફૂડ વોક, હેરીટેજ વોક પછી જો કોઇ નવીનતમ વૈશ્વિક ટ્રેન્ડ હોય તો તે છે પોકેમોન ગો વોકનો. દુનિયાભરમાં પહેલેથી જ ઘણી વોક આયોજિત થઇ છે અને મુંબઇમાં સત્તાવાર રીતે 23 જુલાઇએ પોકેમોન વોક આયોજિત કરવામાં આવી છે. રમતના પ્રતિભાશાળી પ્રશંસક પોકેમનની રમતમાં પોતાના સ્તરને ઊંચુ ઉઠાવવાના ઉદ્દેશ્ય સાથે વોકિંગ અને ક્રોલિંગ કરશે. મને મારી પુત્રી સાથે બે દાયકા પહેલા પોકેમેન જોવાની યાદ તાજી થાય છે. ત્યારબાદ તો આ કાર્ટૂન વિવિધ પ્રકારે વિકસિત થયું છે. ‘પોકેમોન ગો’ મોબાઇલ ગેમ છે, જેને આ જ મહીને આઇઓએસ અને એન્ડ્રોઇડ ડિવાઇસમાં લોન્ચ કરવામાં આવી છે.

આ રમતમાં આભાસી દુનિયાના પાત્રોની પકડવાની, તેની સાથે લડવાની અને તેમને તાલીમબદ્ધ કરવાની સુવિધા આપે છે. પોકેમેન નામના આ પાત્ર ડિવાઇસની સ્ક્રીન પર અસલી દુનિયાના પાત્રોની જેમ જ ઉભરે છે. તે ડિવાઇસના જીપીએસ અને કેમેરાનો ઉપયોગ કરે છે અને પોકેમોન ક્યાંય આસપાસ હોય તો યૂઝરને એલર્ટ કરે છે. લોન્ચ બાદ તરત જ તે સ્માર્ટ ફોન સૌથી વધારે યૂઝ થનારી એપ બની ગઇ છે અને આ બાબતમાં તેણે ભારત સહિત વૈશ્વિક સ્તરે દરેક રેકોર્ડને પાછળ છોડી દીધા છે. આ એપ આવર્ધિત હકીકતને મુખ્ય પ્રવાહમાં લઇ આવી છે. ચિકિત્સા જગતના કેટલાંક પ્રોફેશનલ લોકોએ આ ગેમ રમનારાઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધાર લાવવાની ક્ષમતાની પ્રશંસા કરી છે. જોકે દુર્ઘટનાઓનું કારણ બનવા અને સાર્વજનિક જીવનમાં ખલેલ પહોંચાડવાને કારણે તે વિવાદનું કેન્દ્ર પણ છે. રમત દરમિયાન ખેલાડીઓને નક્કી સ્થાને એકઠાં થવાના તથ્યને કારણે કેટલાંક આકર્ષક પરિણામો સામે આવ્યા છે.

લોન્ચિંગના એક જ સપ્તાહમાં આ ગેમ માત્ર અમેરિકામાં જ 75 લાખ વાર ડાઉનલોડ કરવામાં આવી છે અને જ્યારે તમે આ કોલમ વાંચી રહ્યાં હશો ત્યારે વૈશ્વિક સ્તરે કેટલાંય લાખો ડાઉનલોડ્સ તેમાં જોડાઇ ગયા હશે. આ અત્યંત ઝડપથી ફેલાતું ઝનૂન બની ગયું છે અને મુંબઇ આ વીકેન્ડમાં પોકેમોન મીટ આયોજિત કરી રહ્યું છે. વીસ વર્ષ પહેલા તેના ટ્રેડિંગ કાર્ડ અને વીડિયો ગેમ્સે જાપાનીઝ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને આટલા વર્ષો પછી આજે પણ તે પ્રાસંગિક બનેલું છે.

સ્ટોરી 2 : લોન્ચિંગના એક સપ્તાહ બાદ જ તેણે અંદાજિત ઓછામાં ઓછો 200 કરોડનો વ્યવસાય કરી લીધો છે. વયસ્કો અને નોન-મોબાઇલ ગેમ પ્લેયર્સને ‘કબાલી’ના જુવાળે જકડી લીધા છે. 22 જુલાઇ એ 4000થી વધારે તમિલ, તેલુગુ અને હિન્દી સિનેમા પડદાઓ પર રિલીઝ થનારી રજનીકાંતની આ ફિલ્મે રિલીઝ પહેલા કરાયેલા બિઝનેસમાં સૌથી ઉપરનું સ્થાન મેળવી લીધું છે. ફિલ્મું બ્રાન્ડિંગ જ 50-60 કરોડ રૂપિયાનું છે. આ એવો આંકડો છે જેની આજુબાજુ પણ કોઇ દક્ષિણની ફિલ્મ હજુ સુધી પહોંચી શકી નથી.

પોકેમોનની જેમ રજનીકાંત પણ અલ્પજીવી માનવામાં આવતી ‘નાયક’ની ભૂમિકામાં દાયકાઓ પછી પણ પ્રાસંગિત બનેલા છે. જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછી આઠ બ્રાન્ડ - એરએશિયા, એરટેલ, કેડબરી 5 સ્ટાર, મુથુટ ફિનકોર્પ, એમેઝોન, ઇમાની, શોપ સીજે અને પીવીઆર સિનેમા- એ ‘કબાલી’ માટે કરાર કર્યો છે. આ જ રીતે પોકેમોન વોક દરમિયાન સેંકડો બ્રાન્ડ્સ પોતાના સેમ્પલ્સ વિતરીત કરવા માગે છે અને આયોજકો હવે પોલીસની પરવાનગી માગી રહ્યાં છે, કારણ કે વોકમાં ભાગ લેનારાની રજીસ્ટર્ડ સંખ્યા નક્કી મર્યાદા કરતા ઘણી વધી ગઇ છે.

ફંડા એ છે કે માર્કેટિંગ ગુરુઓ માટે ડાયનેમિક હોવાનો અલગ જ અર્થ છે. તેઓ એવી જગ્યાએ પ્રોડક્ટ વેચવાની સલાહ આપે છે જ્યારે વધારે લોકો ઉપસ્થિત હોય.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો