તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપણાં અઘરાં કાર્યો જ વધુ પ્રેરક હોય છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારું માનવું છે કે જે વસ્તુ તમને થોડી અઘરી લાગતી હોય, તેનાથી તમને વધુ પ્રેરણા મળે છે. જેમ કે, હુમલો! જો કોઈ કોઈને કોઈ કામ કરતું અટકાવા માટે હુમલો કરે છે, તો અનેક વખત તેનું પરિણામ વિપરીત આવે છે. તેનાથી વિરુદ્ધ જેના પર હુમલો થાય છે તેને એવું લાગે છે કે તે જે કંઈ કરી રહ્યો છે, તેની દેશ અને લોકોને જરૂર છે. કેટલાક હીત ધરાવતા તત્વો પોતાનાં અંગત સ્વાર્થ માટે પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડતા હોય છે, જેનોઆપણે વિરોધ કરવો જરૂરી છે. આવતીકાલ માટે આપણે આજે જાગૃત થવાનું છે.

હું એકલી જ કામ કરું છું. મારી પાસે કોઈ ફંડિંગ, ઓર્ગેનાઈઝેશન કે મોટી સંખ્યામાં લોકોનું પીઠબળ નથી. જો કોઈ વ્યક્તિ ધ્વનિ પ્રદૂષણ કે પછી પર્યાવરણના ક્ષેત્રમાં કંઈક કરવા માગે છે તો હું તેને મદદ કરવા તૈયાર છું. મારા ઘરની નજીકમાં એક મસ્જિદ હતી. મેં ફરિયાદ કરીને તેનાં લાઉડસ્પીકર બંધ કરાવી દીધા છે. જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના નજીકના પ્રદૂષણને રોકવા કંઈ કરવા માગે છો તો તેના માટે તેણે પોતે જ પહેલ કરવી પડશે. જો કોઈ ઘરમાં બેસીને એમ કહે કેતેના માટે કોઈ અન્ય તેનું કામ કરે તો એ શક્ય નથી.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે મેં જ્યારે ધ્વનિ પ્રદૂષણનો વિરોધ શરૂ કર્યો તો મને લાગ્યું કે હું જેના વિરુદ્ધ આ કાર્ય કરી રહી છું તે લોકો મારા વિરોધી બની જશે. જોકે, તેનાથી વિરુદ્ધ જ થયું! કેમ ેક જે લોકો મારા વિરોધી બન્યા તે મારા નજીકના મિત્રો જ હતા. તેમનું માનવું હતું કે તેઓ જ્યારે મને પર્યાવરણ અને ધ્વનિ પ્રદૂષણનો વિરોધ બંધ કરવાનું કહેશે ત્યારે હું ચૂપ થઈ જઈશ. જોકે, મે મારા સિદ્ધાંતો સાથે સમાધાન કરવાનો ઈનકાર કરી દીધો એટલે તેઓ નારાજ થઈ ગયા. આ બધી વાતો જ્યારે મેં અન્ય લોકોને જણાવી તો તેમણે કોઈ વિરોધ કર્યો નહીં.

મારા પ્રયાસોથી 2003માં ‘સાયલન્સ ઝોન’ અંગે કોર્ટનો પ્રથમ આદેશ આવ્યો. જેના અનુસાર જ્યાં ‘સાયલન્સ ઝોન’ હતા ત્યાં રાત્રે 10 વાગ્યા બાદ લાઉડસ્પીકર બંધ કરવાના રહેશે. મને એમ હતું કે લોકો આ આદેશનો જોરદાર વિરોધ કરશે, પરંતુ મોટી સંખ્યામાં લોકોએ કોર્ટના આદેશને માથે ચડાવ્યો. ચર્ચ દ્વારા ‘મિડ નાીટ માસ’નો સમય બદલીને રાત્રે 10થી પહેલા પૂરૂં કરી દેવાનું શરૂ કર્યું. મને ત્યારે સુખત આશ્ચર્ય થયું જ્યારે નવરાત્રી પૂરી થયા બાદ નવરાત્રીના એક મોટા આયોજકે મને ફોન કર્યો અને જણાવ્યું કે તેની પુત્રી કોલેજમાં ભણે છે. તે આ વિષય પર એક પ્રોજેક્ટ કરવા માગે છે, તેની મદદ કરો. આ જ રીતે એક મસ્જિદના ટ્રસ્ટીએ પણ મને ફોન કરીને જણાવ્યું કે, ધ્વનિ પ્રદૂષણની તમારી વાત સાથે અમે સહમત છીએ. આ અંગે કામગીરી અંગે અમને દિશાસુચન કરો.

મારા કામથી કામથી પર્યાવરણ અંગે આવેલી જાગૃતિનો સવાલ છે તો આ દેશ મારો છે. મારા પરિવારનું દેશની આઝાદીમાં યોગદાન રહ્યું છે. મારા પરિવારનો એક ઇતિહાસ રહેલો છે, આથી મેં જ્યારે કંઈક કરવાનું નક્કી કર્યું ત્યારે હું એ વાતની ચિંતા કરતી નથી કે મારી પડખે કોણ રહેશે? કોણ સાથ છોડીને જતા રહેશે? કયો પક્ષ મારો વિરોધી બની જશે? મારું માનવું છે કે, તમે જ્યારે કોઈને ખુશ કરવા માટે કોઈ કામ કરો છો તો તે અત્યંત મર્યાદિત થઈ જાય છે. આથી હું ‘કર્મયોગ’માં વિશ્વાસ ધરાવું છું. હું જે કંઈ કરી રહી છું તેના બદલે મને કંઈ પણ મળતું નથી. હું મૂળ મહારાષ્ટ્રના અલીબાગની નિવાસી છું.

મને લાગે છે કે દરેક વ્યક્તિએ પોતાના ઘરની આજુબાજુમાં બાળપણ અને સ્કૂલના જીવન દરમિયાન જે કંઈ જોયું હોય તે ભવિષ્યમાં તેને પ્રેરણા આપે છે. મારા ઘરની પાસે સમુદ્ર, જંગલ, પક્ષી અને પર્યાવરણ હતું, પરંતુ ત્યાં જ્યારે રેતી ખનન શરૂ થયું ત્યારે તેની અસર પર્યાવરણ પર થવા લાગી. આ રીતે 1998માં મેં પર્યાવરણના ક્ષેત્રમાં કામગીરી શરૂ કરી. સૌથી પહેલા મારી પાસે કોળી સમાજના લોકો મદદ માટે આવ્યા. એ સમયે મારા બાળકો નાના હતા, આથી મેં ધીમી ગતિએ કામ શરૂ કર્યું. હું જ્યારે મુંબઈ રહેવા આવી તો મેં ધ્વનિ પ્રદૂષણના ક્ષેત્રમાં સંપૂર્ણ ક્ષમતા સાથે કામ શરૂ કર્યું. આ દરમિયાન 2004 અને 2010માં મારા પર જીવલેણ હુમલો પણ થયો, જેનાથી મારા ઈરાદા વધુ મજબૂત બન્યા.
આ ક્ષેત્રે આગળ વધતાં મને લાગ્યું કે જો કંઈ નક્ક કરવું હોય તો એક સંસ્થા હોવી અત્યંત જરૂરી છે. આથી વર્ષ 2006માં મેં ‘આવાઝ ફાઉન્ડેશન’નું રજિસ્ટ્રેશન કરાવ્યું. આવાઝ ફાઉન્ડેશનના સિદ્ધાંત અને કામ કરવાની રીત બીજા NGO કરતાં અલગ છે. અમે કોઈની પાસેથી ફંડ માગતા નથી કે વિદેશમાંથી પણ કોઈ ફંડ મેળવતા નથી. અમે અમારા સ્વયંસેવકોના બળે જ કામ કરીએ છીએ. એક વખત શિવાજી પાર્કમાં શિવસેનાની રેલી થઈ રહી હતી અને હું અવાજના સ્તરને માપવા માટે ત્યાં પહોંચી. શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ પોતાના ભાષણમાં કહ્યું કે શિવસેનાનો અવાજ વાઘનો અવાજ છે. તેને કોઈ દબાવી શકે નહીં. ત્યાર બાદ આરોપ લગાવાયો કે હું માત્ર હિન્દુઓના તહેવાર અને તેમનાં આયોજન દરમિયાન જ ધ્વનિ પ્રદૂષણ માપવા પહોંચી જાઉં છું. મસ્જિદોના લાઉડસ્પિકર બંધ કરાવા જતી નથી. મેં જવાબ આપ્યો કે, મેં કોર્ટમાં જે પીઆઈએલ દાખલ કરેલી છે તેમાં મસ્જિદોના લાઉડસ્પિકરનો પણ ઉલ્લેખ છે. કોર્ટે આ અંગે સ્થાનિક તંત્રને પગલાં ભરવા નિર્દેશ આપેલો છે. મુંબઈ મનપામાં શિવસેનાની સત્તા છે, આથી મસ્જિદોનાં લાઉડસ્પિકર બંધ કરાવાનું કામ શિવસેનાએ કરવું જોઈએ.

2008માં મેં જ્યારે પ્રથમ વખત ‘નો હોર્ન પ્લીઝ’ અભિયાન શરૂ કર્યું ત્યારે મુંબઈ પોલીસે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન મારી મુલાકાત અમિતાભ બચ્ચન સાથે થઈ. તેમણે મારા કામના વખાણ કર્યા. આ જ રીતે 2010માં થાણેમાં આયોજિત કાર્યક્રમમાં અભિનેતા જાવેદ જાફરી, સચિન ખેડેકર અને શ્રેયસ તળપદે સાથે મુલાકાત થઈ. તેમણે પછી મને માસેજ પણ મોકલ્યા જેનો અમે વીડિયો બનાવ્યો છે. પર્યાવરણ અને ધ્વનિ પ્રદૂષણના ક્ષેત્રમાં મારા કામકાજની ઘણી અસરથઈ છે. પોલીસીમાં ફેરફાર કરાયા છે. 2012માં સેન્ડ માઈનિંગ અંગે લોકોને ખબર જ ન હતી કે આ શું છે અને શા માટે ન કરવું જોઈએ. આજે આખી દુનિયા આ અંગે જાગૃત છે. હજુ એક મહિના અગાઉ જ્યારે યુએન પ્રમુખ મુંબઈ આવ્યા હતા, ત્યારે અમે તેમને એક આવેદનપત્ર આપ્યું હતું કે, રેતી ખનનને ઈન્ટરનેશનલ ટ્રેડના એજન્ડામાં સામેલ કરવું જોઈએ, જેથી તેનાથી થતા પર્યાવરણને અટકાવી શકાય.

સુમેરા અબ્દુલ અલી, પર્યાવરણશાસ્ત્રી, આવાઝ ફાઉન્ડેશન
sumariaabdulali@yahoo.com
અન્ય સમાચારો પણ છે...