તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મરાઠી ભાષામાં બનેલી ‘અસ્તુ’ મહાન ફિલ્મ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુમિત્રા ભાવે અને સુનીલ સુકનથકરની મોહન અગાસે અને ઇરાવતી હર્ષે અભિનીત મરાઠી ફિલ્મ ‘અસ્તુ’ જોવાનો શુભાવસર શિવેન્દ્રસિંહ ડુંગરપુરે રિલીઝ પહેલાના શોમાં ઉપલબ્ધ કરાવ્યો. થાકેલા-હારેલા અને આળસી ગયેલા ઇચ્છા અને અનિચ્છા વચ્ચે ગૂંચાયેલા મનથી ફિલ્મ જોવા ગયો અને ફિલ્મના પ્રભાવે નિરોગી કરીને જોશથી ભરી દીધો. આ રીતે ફિલ્મને ઔષધિના રૂપમાં જોવાનો શુભ અવસર મળ્યો. તેની સાથે ઉંમર પડાવમાં ઢળતા એ પણ જાણી લીધું કે, ઉંમર અને યાદોનું હરણ કેવી રીતે છલાંગો મારે છે. તે તમને રહસ્ય અને વિસ્મયના દુર્ગમ જંગલમાંથી બહાર કાઢે છે. આની સાથે અવચેતનમાં એ પણ ઉભરી આવ્યું છે કે, શ્રીરામ સોનેરી હરણનો પીછો કરવા ગયા હતા અને તે જ સમયે સીતાનું અપહરણ થયું હતું. હરણ માત્ર શિકારની વસ્તુ નથી, તે બીજું પણ ઘણું છે.

મુદ્દાની વાત એ છે કે, ફિલ્મનું મુખ્ય પાત્ર ક્યારેક-ક્યારેક વિસ્મૃતિના માયાવી સંસારમાં ખોવાઇ જાય છે અને તેની શોધ માટે નીકળેલી તેની પુત્રી તે જ સફરમાં પોતાને સમજવામાં સમર્થ બને છે. આ જ ઘટનાને લીધે નાયિકાની નાની બહેન, જે આખી જિંદગી જવાબદારીઓથી ભાગતી રહી છે અને વિદેશ જઇને આવવાના ગર્વમાં ડૂબેલી છે, તે પણ પોતાની બહેન સાથે ઝઘડો કરીને વધુ સારી સમજણ અને અભિગમ પ્રાપ્ત કરે છે. બંને બહેનોના વિવાદનું દૃશ્ય વિલક્ષણ છે. આ દૃશ્યમાં ઇરાવતી વર્ષ સુશુપ્ત અવસ્થામાં રહેલો જ્વાળામુખી ફાટે તેમ રજૂ થઇ છે. મનુષ્યના જ્વાળામુખીમાંથી લાવાની જેમ આંસુ વહે છે. લાવા અને આંસુ બંનેમાં ઘણી સમાનતા છે. ફિલ્મમાં ઘનીભૂત થીજેલી ભાવનાઓ પીગળીને વહેવાની અને વહાવી જવાની શક્તિ છે.

ફિલ્મમાં શરૂઆતથી અંત સુધી એક હાથી રજૂ થયો છે. અંગ્રેજીમાં અમિટ સ્મૃતિને ‘એલિફન્ટ્સ મેમરી’ કહેવાય છે. આમ, હાથી એક રૂપક બનીને રજૂ થયો છે. ફિલ્મના હાથીના સહારે જીવનનિર્વાહ કરતો પરિવાર પણ છે. મહેમાન ભગવાન સમાન હોય છે, ભારતના આ જૂના સંસ્કારનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગરીબ સ્ત્રી પોતાના પરિવારને માંડ બે ટંક જમાડી શકે છે પરંતુ મહેમાનને ભરપેટ જમાડે છે. તેને આ વાતનું દુ:ખ પણ છે પરંતુ તે માની લે છે કે, મહેમાન પોતે જ ભગવાન છે. જ્યારે પુત્રી પિતાને શોધી લે છે ત્યારે પિતા તે ગરીબ સ્ત્રીને મા કહીને સંબોધે છે. આ ખૂબ જ મર્મસ્પર્શી દૃશ્ય છે. આ ફિલ્મ સંબંધોથી મળેલી પીડા અને સંબંધોમાંથી પ્રાપ્ત સુખને ખૂબ જ પ્રભાવક રીતે રજૂ કરે છે. ફિલ્મ તમારી અંદર છૂપાયેલા સારા માણસને બહાર લાવવામાં મદદ કરે છે. આપણા બધાની અંદર સારપ અને ખરાબી બંને હંમેશાં દ્વન્દ્વની સ્થિતિમાં ઉપસ્થિત હોય છે.

હૃદયમાં હંમેશાં કુરુક્ષેત્ર બનેલું હોય છે. લાગણીપ્રધાન ફિલ્મ આ યુદ્ધમાં તમારી મદદ કરે છે. બધા કલાકારોએ પાત્રોમાં પૂર્ણપણે ડૂબીને અભિનય કર્યો છે. મોહન અગાશે અત્યંત અનુભવી કલાકાર છે. એક જમાનામાં તેઓ પુણે ફિલ્મ સંસ્થાનમાં અભિનયની તાલીમ પણ આપતા હતા. તેઓ પોતે જ હરતી-ફરતી ઇન્સ્ટીટ્યૂટ છે. મોહન અગાશે નામની વસીયતની કર્તાના રૂપમાં ઇરાવતી હર્ષે સાધિકાર પ્રસ્તુત થઇ છે. તમામ નવા કલાકારોએ આ ફિલ્મમાં કરાયેલા અભિનયને પાઠ્યક્રમ માનીને અભ્યાસ કરવો જોઇએ.

ફિલ્મના લેખક અને નિર્દેશકે આ પ્રતિભાશાળી લોકોને પોતાના ફિલ્મ આકલ્પનમાં બખૂબી ઢાળ્યાં છે. પોતાના માધ્યમ પર નિર્દેશકનું સંપૂર્ણ નિયંત્રણ છે. તેણે એક કુશળ સારથીની જેમ આ પ્રતિભારથ હાંક્યો છે. મુખ્ય પાત્ર સંસ્કૃત ભણાવે છે અને યાદશક્તિ જતી રહેવાના સમયમાં પણ તેના મોંમાથી સંસ્કૃતના શ્લોક નીકળે છે, કારણ કે સંસ્કૃત તેના વ્યક્તિત્વમાં એ રીતે સમાયેલું છે કે તેને અલગ કરી શકાતું નથી. વૃદ્ધોને બાળકોની જેમ રાખવા જોઇએ. વૃદ્ધત્વ બીજું બાળપણ હોય છે. એક રીતે ફિલ્મ સંસ્કૃતને પણ આદરાજંલિ સમાન છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો