પારંપરિક શિક્ષણની પ્રણાલી જ દોષપૂર્ણ છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાંતારામ, મેહબૂબ ખાન, કે.આસિફ અને રાજ કપૂરે લગભગ શૂન્ય સમાન પારંપારિક શિક્ષણ મેળવ્યું હતું, પરંતુ ફિલ્મ નિર્માણમાં તેઓ પોતાની ભૂલોમાંથી શીખીને નિષ્ણાત બનતા ગયા. ગુરુદત્તે ઉદયશંકરની નૃત્ય પાઠશાળામાં થોડો સમય અભ્યાસ કર્યો હતો. અલમોઢા સ્થિત આ નાટ્યશાળાથી નીકળીને ગુરુદત્તે પ્રભાત સ્ટુડિયોમાં કામ કર્યું, જ્યાં તેમની રહેમાન સાથે મિત્રતા થઇ ગઇ અને તે એટલી ગાઢ બની કે તેમની બધી જ ફિલ્મોમાં રહેમાને મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી.
સાતમા દાયકામાં બાબુરામ ઇશારાએ ‘ચેતના’ નામની ફિલ્મથી પોતાનું સ્થાન બનાવ્યું. તેઓ સ્ટુડિયોની કેન્ટિનમાં કામ કરતા હતા. આ રીતે પારંપારિક શિક્ષણમાં લગભગ અભણ એવા વ્યક્તિએ ફિલ્મ માધ્યમને ખૂબ સારી રીતે સાધ્યું તો ચેતન આનંદ, બલરાજ સાહની, કૈફી આઝમી, વિજય આનંદ જેવા ઉચ્ચ શિક્ષણ મેળવનારા લોકોએ પણ આ માધ્યમને નિખાર્યું છે. ફિલ્મ માધ્યમ પોતે જ એક પાઠશા‌ળા બની ગઇ છે, જેમાં સામાન્ય માણસોએ પણ ફિલ્મોમાં છૂપાયેલા અર્થો શોધ્યા છે અને આનંદ મેળવ્યો છે. આ જ સિનેમાની પાઠશાળામાં દાખલ વિદ્યાર્થીઓનો અનુભવ કંઇક એવો રહ્યો, જાણે ‘મકતબે ઇશ્ક કા ઇક ઢંગ નિરાલા દેખા, જિસે સબક યાદ હુઆ, ઉસે છુટ્ટી નહીં મિલી.’

દરેક વ્યક્તિ પોતાના માટે એક છબિ તૈયાર કરે છે અને તે અનુસાર કામ કરે છે, એટલે કોઇપણ વ્યક્તિને જાણી લેવાના દાવા કોઇ મહત્વ ધરાવતા નથી. એટલું જ નહીં પુરુષમાં એક સ્ત્રી છૂપાયેલી હોય છે અને સ્ત્રીમાં પુરુષ છૂપાયેલો હોય છે. હાલમાં જ શાહરુખ ખાને કહ્યું કે, તેનું હૃદય મહિલાઓ જેવું છે અને તેણે ફિલ્મકાર ઇમ્તિયાઝ અલીના વ્યક્તિત્વમાં પણ સ્ત્રીની ઝલક જોઇ છે.

હરિવંશરાય બચ્ચને લખ્યું છે કે, તેમનું બધુ સર્જન તેમની અંદર રહેલી એક સ્ત્રીએ કર્યું છે. ગ્વાલિયરના કવિ પવન કરણના એક કવિતાસંગ્રહનું નામ છે, ‘સ્ત્રી મેરે ભીતર.’ ભારતની જેમ પાકિસ્તાનમાં પણ શાયરી કરનારી મહિલાઓના કાવ્યસંગ્રહનું નામ છે ‘હમ ગુનાહગાર ઔરતે.’ શાયરી કરનારી આ મહિલાઓએ પણ પારંપારિક શિક્ષણ મેળવ્યું નથી જાણે કે પારંપારિક શિક્ષણ કોઇ પણ ક્ષેત્રમાં ઝળકવા માટે અનિવાર્ય નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે, પારંપારિક શિક્ષણમાં જ કોઇ ખામી છે. હકીકતમાં ભારતમાં કરન્સી નોટ બદલવાથી કોઇ મોટું પરિવર્તન થશે નહીં. જરૂર છે શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન કરવાની.
અન્ય સમાચારો પણ છે...