તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેર ખબરોનો કૂકડો અને સૂર્યોદય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇંગ્લેન્ડના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે બીજા વિશ્વયુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ચર્ચિલ એક ખાસ બ્રાન્ડની સિગાર જ પીતા હતા અને તે કંપનીએ ચર્ચિલ પાસે તેની એડમાં તેમનું નામ સામેલ કરવાની પરવાનગી માગી ત્યારે ચર્ચિલે ના પાડી દીધી. તેઓ પોતાના પદની ગરિમા અંગે ખૂબ સજાગ હતા.

આ જ રીતે બ્રિટનના નાટ્યમંચ અને સિનેમાના મહાન કલાકાર સર ઓલિવરે પોતે પીતા, તે બ્રાન્ડીનું વિજ્ઞાપન કરવાની ના પાડી દીધી. પાંચમા-છઠ્ઠા દાયકાના લોકપ્રિય સ્ટાર્સ દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવ આનંદે પણ જાહેરાતોના પ્રસ્તાવો ઠુકરાવી દીધા હતા, કારણ કે તેઓ પોતાના સ્ટારડમની ગરિમા જાળવી રાખવા માગતા હતા. એકવાર નવી દિલ્હીની ચૂંટણીમાં રાજેશ ખન્નાએ શત્રુધ્ન સિંહા દ્વારા કરવામાં આવેલી એક એડ ફિલ્મના મુદ્દાનો ઉપયોગ કરીને ચૂંટણી જીતી હતી.

તાજેતરમાં ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિએ પોતાની જાહેરાતમાં ભારતના વડાપ્રધાનની તસવીરને પ્રાધાન્યતા આપી સામેલ કરી અને તે માટે તેમણે વડાપ્રધાન કાર્યાલયમાંથી વિધિવત્ પરવાનગી મેળવી હતી. આ વાતથી સંકેત મળે છે કે વર્તમાન સરકાર વ્યાપારીઓની સરકાર છે, પરંતુ હકીકતમાં કોઈ પણ બિઝનેસ સેક્ટર ખુશ નથી. મોટાં શહેરોમાં ઇમારતો બાંધનારા એટલા માટે દુ:ખી છે કારણ કે, સરકારી ઑફિસોમાં વધારે લાંચ માંગવામાં આવે છે અને બિલ્ડરો તો લાંચની રકમ પોતાના રોકાણમાં સામેલ કરી લે છે. આ કેવા ‘અચ્છે દિન’ આવ્યા છે કે, દરેક ક્ષેત્રની વ્યાપારી પ્રજા દુ:ખી છે. પ્રસિદ્ધ સંસ્થાઓ વિધિવત રીતે નષ્ટ કરવામાં આવી રહી છે.

જાહેરાતો માટે અત્યારે સુવર્ણકાળ છે. કેન્દ્રો અને પ્રદેશોની સરકારો વિકાસના આંકડાઓ સતત પ્રકાશિત કરી રહી છે, જ્યારે સાચા વિકાસને કોઇ જાહેરાતની આવશ્યકતા નથી. એવી સ્થિતિ પેદા થઈ ગઈ છે કે, જો જાહેરાતોનો સૂર્ય નહીં નીકળે તો સવાર પડશે નહીં. આ વિજ્ઞપનો જાહેરાત આધારિત યુગની સત્તાવાર ઘોષણા સમાન પ્રતીત થાય છે.

આ બજારશાસ્ત્ર એટલું મહત્વપૂર્ણ બની ગયું છે કે, હવે એવા પુસ્તકો લખાઇ રહ્યાં છે કે, દુકાનોનું સુશોભન એવું હોવું જોઇએ કે, ગ્રાહક ખરીદી કર્યા વગર પાછો જાય જ નહીં અને માલથી વધારે તેના પેકિંગને વધારે આકર્ષક બનાવવામાં આવે છે. વિજ્ઞાપન જગત એટલું શક્તિશાળી છે કે, તે લોકોના નિર્ણયને પ્રભાવિત કરે છે. છેલ્લાં કેટલાંક સમયથી એક ચૂંટણીના નિષ્ણાત ખૂબ મોટા સ્ટાર બની ગયા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો