મનોરંજન જગતમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે, બોલિવૂડ કંઇક ગુમાવી રહ્યું છે અને હોલિવૂડ તેને મેળવી રહ્યું છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ હોલિવૂડની ફિલ્મોથી પ્રેરિત થઇને અનેક ફિલ્મો બનાવી છે પરંતુ આ હવે આપણા લેખકો તથા ફિલ્મકારો કોરિયામાં બનેલી ફિલ્મોથી પ્રેરિત થઇ રહ્યાં છે. સલીમ ખાનનું કહેવું છે કે, જે કૃતિની ગંગોત્રીની જાણ ન હોય આપણે તેને જ મૌલિક માનીએ છીએ. આપણે પ્રિયંકા ચોપરાને ગુમાવી રહ્યા છીએ, તે હિસાબથી તેની સીરિયલ ‘ક્વાંટિકો’ સફળ થઇ રહી છે અને ફિલ્મ ‘બેવોચ’ રિલીઝ થયા પહેલા જ પ્રશંસા મેળવી રહી છે.
હાલમાં જ તેને ટોરેન્ટો (કેનેડા)માં યોજાનારા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યૂરી તરીકે આમંત્રિત કરવામાં આવી છે. તેની ફિલ્મ ‘મેરીકોમ’નું અમેરિકન ટેલીવિઝન પર પ્રદર્શન થઇ રહ્યું છે. તે પાંચ આંતરરાષ્ટ્રીય મેગેઝિનના ફ્રન્ટપેજ પર પ્રકાશિત થઇ છે. પ્રિયંકા ચોપરા અભિનીત સીરિયલ 56 ભાષાઓમાં ડબ કરીને બતાવવામાં આવી રહી છે. અત્યારે વિદેશોમાં સૌથી લોકપ્રિય અને જાણીતો ચહેરો પ્રિયંકાનો છે. વિદેશોમાં પ્રિયંકાની લોકપ્રિયતાના કારણે ભારતમાં તેના દ્વારા કરવામાં આવેલી એડ ફિલ્મો પણ ટીવી પર વધારે દેખાડવામાં આવે છે. તેની ફિલ્મ ‘બર્ફી’ની માંગ વધી છે. રણબીર કપૂર અભિનીત આ ફિલ્મમાં પ્રિયંકાને જન્મજાત બીમારીવાળા પાત્રમાં બતાવવામાં આવી છે.
નોન-ફિલ્મી પરિવારમાંથી બ્યુટી કૉન્ટેસ્ટના માધ્યમથી તે ફિલ્મોમાં આવી હતી પરંતુ શરૂઆતી સમયમાં તે પોતાના માટે કામ કરનારા લોકો દ્વારા ઠગવામાં આવી પરંતુ અમુક કડવા અનુભવોમાંથી તેણે સબક લઇ લીધો. આ તેને આત્મવિશ્વાસ જ હતો કે, તે સંજય લીલા ભણસાલીની દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ અભિનીત ‘બાજીરાવ મસ્તાની’માં સહ-નાયિકાની ભૂમિકામાં પણ દર્શકોની પ્રશંસા મેળવી ગઇ. તે મરાઠા રાજવંશના રાજાની પત્નીની ભૂમિકામાં હતી.
ફિલ્મકારના વિચારનું કેન્દ્ર ‘મસ્તાની’ હતી પરંતુ પ્રિયંકા ચોપરાએ કોઇ સહારા વિના પુણેની મહારાણીની ભૂમિકામાં પોતાની જમીન છોડી નહીં. તેની આ જમીન ન છોડવાની જિદે જ આજે તેને મનોરંજન જગતમાં મહારાણીનો રૂતબો અપાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણે પણ હોલિવૂડની એક ફિલ્મ માટે કરાર કર્યો છે. ભારતીય મહેનત અને દિમાગે હજુ સુધી વિદેશોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે પરંતુ પ્રિયંકા ચોપરાએ હવે ભારતીય સુંદરતાને પણ એક્સપોર્ટ મટિરિલ બનાવી દીધું છે.