તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધર્મ કે વ્યવસાયથી નહીં, ઝનૂનથી બને છે ચરિત્ર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્ટોરી 1: કલ્લાદકા કેરળનો સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ જિલ્લો છે અને હાલમાં ગૌ રક્ષાના વિવાદે અહીં આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. કોઈ પણ વ્યક્તિ પ્રાણીઓના ઝુંડ સાથ દેખાઇ જાય, તો તેને રોકી લેવામાં આવે છે અને ત્યાં સુધી છોડવામાં નથી આવતો જ્યાં સુધી સંતોષકારક જવાબ ન મળી જાય. પરંતુ એક 49 વર્ષના બિઝનેસમેનના વાહનને ક્યારેય રોકવામાં નથી આવતું. બધા સંપ્રદાયના લોકો તેમના ફાર્મ પર વાછરડાને ઉછેરવા લઇ આવે છે. ખેતીમાં રસ હોય તેમના માટે તેમનાં ફાર્મ ફક્ત ડેરી ફાર્મ નથી, સંપૂર્ણ લર્નિંગ સેન્ટર છે. આ છે- અહમદ મુસ્તફા ગોલથામાજલ. ગૌ રક્ષાના નામે થયેલી હિંસાથી તેઓ ક્યારેય વિચલિત નથી થયાં.

મુસ્તફા એવા બિઝનેસમેન છે, જેમને પ્રાણીઓને લઇને ઝનૂન છે. તે એક ડેરી ચલાવે છે- હજાજ ફાર્મ્સ અને દરરોજ 230 લીટર દૂધ કર્ણાટક મિલ્ક ફેડરેશનને સપ્લાય કરે છે. તેમ છતાં બધા હિન્દુ ઉત્સવો માટે ગાયનું છાણ અને ગૌમૂત્ર ફ્રીમાં ઉપલબ્ધ કરાવનારા એક માત્ર સપ્લાયર છે. ફક્ત બે જર્સી ગાયોથી શરુઆત કરનારા મુસ્તફાના ફાર્મમાં આજે 33 ગાયો છે. તેમની પાસે કેટલાય વાછરડાં છે. મુસ્તફા માગનારાને ખુશીથી વાછરડા આપવા તૈયાર થઈ જાય છે.
સ્ટોરી 2: ગુવાહાટીમાં એન્ટી કરપ્શન અને વિજિલિન્સ ડિપાર્ટમેન્ટમાં ઇન્સપેક્ટર સોમેશ્વર દત્તાએ અનુભવ્યું કે તેમના ક્ષેત્રના કેટલાય યુવાનોએ એવી અનેક વસ્તુઓ નથી જોઈ, જેની સાથે તેઓ અને તેમની પેઢીના લોકો મોટા થયા છે. તેમને લાગ્યું કે વર્તમાન પેઢી ધીમે-ધીમે ખેતીથી દૂર થઈ રહી છે. માટે તેમણે ઘરની બહાર હળ લગાવીને પ્રયોગ કર્યો, જેણે યુવાન છોકરા અને છોકરીઓનું ધ્યાન ખેંચ્યું. તેનાથી તેમને પ્રેરણા મળી અને તેમણે ગ્રામ્ય જીવન સાથે જોડાયેલી બધી ચીજો ઘરમાં ભેગી કરી લીધી.

આજે તેમના રુફટૉપ-મ્યૂઝિયમમાં બધું જ છે- બળદગાડાથી લઇને અલગ-અલગ પ્રકારના હળ અને માછલી પકડવાના સામાન સુધી. એક ખૂણામાં એક જૂનવાણી ચુલો છે. ચાની કિટલી લટકેલી રહે છે, જેની નીચે ડાંગરના ભૂંસાથી જ્યોત બળતી રહે છે. તેને ધુઆં ચાંગ કહેવાય છે. દત્તાએ પોતાની છતને પાંચ ભાગમાં વહેંચી છે-ઝુંપડી અને તેની અંદરનો ભાગ, ખેતીની સામગ્રી, મનોરંજન, ખેલ અને વણાટનાં ઉપકરણો. દત્તા અલગ-અલગ જગ્યાએથી દુર્લભ છોડ એકત્રિત કરીને ફ્રીમાં વહેંચે છે.

ફંડા એ છે કે, પ્રતિસ્પર્ધી અને વધુ ઝડપે આગળ વધતા બજારમાં ગ્રાહકો માટે ઉપયોગી બનવું જરૂરી છે, ન કે તમારા બોસ માટે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો