તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી પેઢીમાં છે પોતાના બ્રાન્ડિંગની ક્ષમતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આસામના કામરુપ જિલ્લાના બોકો તહસીલમાં એક ગામ છે, ભોગડાબરી. તે ગુવાહાટીથી 74 કિલોમીટર દૂર છે. 189 હેક્ટરના પ્રદેશમાં 148 ઘર છે અને વસ્તી છે 671 લોકોની. ગામ રાષ્ટ્રીય કૃષિ નક્શા ઉપર પોતાનું સ્થાન બનાવી ચૂક્યું છે. તે માટે સ્થાનિક યુવાન કૃષિ બોરો, રાજકુમાર રાભા અને રાજિબ બોરો અભિનંદનને પાત્ર છે. ત્રણેયની ઉંમર 30થી 37 વર્ષની વચ્ચે છે. ચાર વર્ષ પહેલા તેમણે ભોગડાબરીમાં 20 વીઘા જમીન ઉપર પપૈયાની ખેતી શરુ કરી. જ્યારે તેમણે બીજ વાવનાની શરુઆત કરી હતી ત્યારે ગામના કેટલાક વડિલોને લાગ્યું હતુ કે, બાળકો પોતાનો સમય બગાડી રહ્યાં છે. પરંતુ તેમને નહોતી ખબર કે, આ ઇનોવેટિવ યુવાનો પપૈયાની ખેતી બદલાવ માટે કરી રહ્યાં છે. આ ઝનૂને પોતાના ગામના જીવનને તો બદલી જ નાખ્યું. સાથે તેને ‘પ્રથમ પપૈયાના ગામ’નો ઇલકાબ પણ અપાવડાવ્યો.

ત્રણેએ ગામના અન્ય લોકોને પણ પપૈયા ઉગાડવા માટે પ્રેરિત કર્યા અને હવે તેમની સફળતાની વાર્તાને આસામનું કૃષિ વિભાગ ભોગડાબરી ગામને ‘પપૈયાનું ગામ’ નામ આપીને પ્રચાર કરી રહ્યું છે. વર્તમાનમાં 14 ખેડુત 61 વીઘા જમીન ઉપર પપૈયાની ખેતી કરી રહ્યાં છે. અન્ય 39 ખેડુતો પપૈયાની વ્યાવસાયિક ખેતી કરવા માટે આગળ આવ્યા છે. ગામના દરેક ખેડુતે નક્કી કર્યું છે કે, આવતા વર્ષથી પોતાના ખેતરમાં બે વીઘામાં પપૈયાની ખેતી કરશે. આસામમાં આ પ્રકારના દસ કૃષિ ઉત્પાદન સંગઠન છે, પણ પપૈયા ઉગાડનારા ખેડુતોનું પ્રથમ સંગઠન ભોગડાબરીનું જ હશે.
ત્રણેએ આ વર્ષે 20 વીઘામાં ઉગાડેલા પોતાના પપૈયા દ્વારા આશરે 10 લાખ રૂપિયાની કમાણી કરી છે. પપૈયાનું એક વૃક્ષ દર વર્ષે 25 કિલો પપૈયા આપે છે અને તેનાથી ખેડુતને 1000 રૂપિયા મળે છે. તેમાં તેમને 300 રૂપિયાનો ખર્ચો થાય છે. આ યુવાનોને ગામના લોકોએ ઘણું સમર્થન તથા સહયોગ આપ્યા છે, કેમ કે તેનાથી ન ગામની આર્થિક સ્થિતિ સુધરશે, બલ્કે ગામમાં રોજગારી પણ મળવા લાગશે. આ યુવાનોને સ્થાનિક ખેડુતોએ જે વચન આપ્યું છે, તેનાથી પ્રભાવિત થઈને કૃષિ વિભાગે આગળ આવીને તેમને પોતાની પેદાશ વેંચવા માટે બજાર ઉપલબ્ધ કરાવવાની પહેલ કરી છે.
ફંડા એ છે કે વર્તમાન પેઢી બ્રાન્ડિગ બાબતે અત્યંત સારી છે. પોતાના શહેર, રાજ્ય અને દેશની બ્રાન્ડિગનું સંપૂર્ણ કામ તેમના પર મૂકી દેવું જોઈએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો