તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંબંધોમાં બુદ્ધિથી નહીં, લાગણીથી કામ લો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેનેજમેન્ટમાં એવું શીખવવામાં આવે છે કે તમારા ગ્રાહકોના સેટિસ્ફેક્શનને સૌથી વધુ મહત્ત્વ આપો. તેને સંતોષ આપશો, તો ધંધો વ્યવસ્થિત ચાલશે. તમામ પ્રોડક્ટ્સ પર આના આધારે કામ કરવામાં આવે છે. આ જ ભાવના ધીમે ધીમે ઘરમાં પણ લાવવી જોઈએ. બહારની દુનિયા સંતુષ્ટિથી ચાલે છે, પણ ઘર તૃપ્તિથી ચાલે છે. સંતુષ્ટિ અને તૃપ્તિમાં ફરક એટલો છે કે, સંતુષ્ટિ બુદ્ધિ પર આધારિત હોય છે, જ્યારે તૃપ્તિ લાગણીઓ પર આધારિત છે. એટલા માટે આજકાલ મેનેજમેન્ટમાં એવું કહેવાય છે કે તમારા ગ્રાહકોને માત્ર સંતુષ્ટ નહીં, પરંતુ તૃપ્ત પણ કરો. મતલબ, તમારા ગ્રાહકો સાથે ઇમોશનલી એટેચ થાઓ.

ઘરમાં પણ તમામ સંબંધો ભાવનાત્મક દૃષ્ટિકોણથી નિભાવવા જોઈએ. એકબીજાને તૃપ્ત કરવા જોઈએ. એટલે ઘર ચલાવવા માત્ર બુદ્ધિનો ઉપયોગ પૂરતો નથી. સંબંધો નિભાવવા માટે બુદ્ધિ ઉપરાંત ભાવનાત્મક બનવું પણ જરૂરી છે. આપણને બુદ્ધિમાન કોણે જાહેર કર્યા છે? જે લોકો આપણા કરતાં ઓછી અક્કલવાળા છે, તેમણે આપણને બુદ્ધિમાન કહ્યા છે. અન્યથા કોઈ બુદ્ધિમાન બીજાને બુદ્ધિમાન માનતો નથી. એટલે આપણી બુદ્ધિનો ઉપયોગ કમ સે કમ એવી જગ્યાએ તો ન જ કરવો, જ્યાં લાગણી જગાવવી હોય.
પરિવાર સાથે હંમેશાં ભાવનાત્મક રીતે જોડાવું જોઈએ. અલબત્ત, વ્યાવહારિક જીવનમાં બુદ્ધિની જરૂર પડવાની જ, પરંતુ માતા-પિતા જો બાળકો સાથે અકલથી કામ લેશે, તો એક સમયે બાળકો તમારી વાતને નકારી કાઢશે. તેના સ્થાને જો લાગણીથી જોડાયેલા રહેશો, તો બુદ્ધિમાન બાળકો પણ હંમેશાં માતા-પિતાની સામે બાળક બનીને જ રહેશે.
અન્ય સમાચારો પણ છે...