તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપવાસ કરો, પરંતુ યોગ્ય અર્થ સમજીને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વધારે બોલવાથી સત્ય દૂર અને શાંતિ ભંગ થાય છે. જે લોકો ખૂબ વધારે બોલશે, તેઓ તથ્યથી દૂર જતાં રહેશે, કારણ કે જે બાબત અંગે તેઓ બોલતા હશે અથવા જે કોઈ વ્યક્તિ પર ચર્ચા કરતા હશે, બની શકે કે તેના માટે પોતાનું સત્ય દર્શાવવા માટે દસ શબ્દો જ પૂરતા હોય, પરંતુ જ્યારે પણ તમે વધારે બોલશો પછી થશે એવું જ કે તમે બિનજરૂરી બોલશો. એ વધારામાં તમારો અહંકાર હોઈ શકે છે, તમારી પોતાની કલ્પનાઓ હોઈ શકે છે અને ગપ્પાં પણ હોઈ શકે. આ જ રીતે જ્યારે આપણે વધારે પડતું વિચારવા લાગીએ છીએ, ત્યારે જે વિચારો જરૂરી નથી તે પણ આપણી અંદર પ્રવેશીને આપણી શાંતિનો ભંગ કરી નાખે છે.
આપણે ગમે તે ધર્મ પાળતા હોઈએ, લગભગ તમામ ધર્મોમાં ઉપવાસનું મહત્ત્વ છે. તેના નામ અને પદ્ધતિમાં ફેરફાર હોય છે, પરંતુ તમામ ધર્મોએ ઉપવાસનો સ્વીકાર કર્યો છે. ઉપવાસનો અર્થ માત્ર એ જ નથી કે અન્ન ન લેવું અથવા ઓછું જમવું. તેનો સૌથી મોટો અર્થ છે પચાવવું. જો તમે અન્ન નથી લીધું, તો વિચારોનું ભોજન લઈ રહ્યા છો, તો તેને પણ યોગ્ય રીતે પચાવો. એટલે જીવનમાં થોડો સમય ઉપવાસને અવશ્ય મહત્ત્વ આપો. મર્યાદિત ભોજન શરીરની દશા અને સ્વાસ્થ્ય પર અસર પહોંચાડશે અને જ્યારે આપણે વિચારોનો ઉપવાસ કરીશું, તો અંતરની શૂન્યતા શાંતિ આપશે. તમારા સિવાય બીજું કોઈ નથી, જે તમને કોઈ પણ પરિસ્થિતિમાં તમારા કરતાં વધારે ઝડપથી શાંત કરી શકશે. એટલે ઉપવાસ ચોક્કસ કરો, પરંતુ તેનો યોગ્ય અર્થ સમજીને.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો