તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈશ્વરને પામવાનો માર્ગ તમારી અંદર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તમે માનો કે ન માનો પણ આપણા વ્યક્તિત્વનો એક મોટો હિસ્સો એવો છે જેનું સર્જન આપણે કર્યું હોતું નથી. આ હિસ્સો બીજા લોકો દ્વારા રચવામાં આવ્યો હોય છે. જ્યારે આપણે બાળક હોઈએ છીએ ત્યારે માતા-પિતા આપણા વ્યક્તિત્વનો એ હિસ્સો સર્જે છે. પછી જીવનમાં મિત્રો, પરિચિતો આવે છે અને સારા તથા ખરાબ એમ બન્ને પ્રકારના લોકો આવે છે. દરેક પોતપોતાની છાપ છોડતા જાય છે. આપણા વ્યક્તિત્વ પર અન્ય લોકોની છાપના આવરણ ચડતા જાય છે અને વ્યક્તિત્વનો એક નવો હિસ્સો સર્જાય છે. ક્યારેક આપણે વ્યક્તિત્વના એ હિસ્સાને ચકાસવો જોઈએ જે બીજા લોકો દ્વારા તૈયાર કરાયો છે. આ માટે એક પ્રયોગ કરી શકાય છે. પોતાનું મૂળ વ્યક્તિત્વ જાણવા માટે જ્યારે પણ ભજન સાંભળો ત્યારે સાંભળવાની એક રીત વિકસાવો. ઈશ્વરની કેટલીક પ્રાર્થનાઓ તો એવી છે કે જો તેને યોગ્ય રીતે સાંભળવામાં આવે રૂપાંતરણની ઘટના સરળતાથી ઘટી શકે છે.

ભજન સાંભળવાનો આગ્રહ એટલા માટે કરીએ છીએ કારણ કે તેની મદદથી આપણે માંહ્યલામાં ઉતરી શકીશું અને જાત સાથે જોડાઈ શકીશું. ઉદાહરણ તરીકે ત્રણ અંતરાનું ભજન હોય તો તેના પહેલા અંતરાના શબ્દોને આંખો બંધ કરી એક કાનની નજીકથી સાંભળો અને બીજા કાનમાંથી બહાર કાઢો. શબ્દોને એવી રીતે નજીક લાવો જાણે કે તેને હાથેથી પકડી રહ્યા છો. આમ કરવાથી આપણે ભજનના શબ્દો સાથે અત્યાધિક રીતે જોડાઈ શકીશું. આ પ્રયોગનો બીજો ભાગ છે એ છે કે જ્યારે ભજનનો બીજો અંતરો સાંભળો ત્યારે શબ્દોને કાનમાં લાવો અને હૃદય સુધી પહોંચાડો. આ શબ્દોને થોડીવાર હૃદય સુધી રાખો અને પછી કાનમાંથી બહાર કાઢી દો. શરૂઆતમાં આ પ્રયોગ અઘરો લાગશે પણ ધીમેધીમે તેની ટેવ પડતી જશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો