તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક્નોલોજી બદલી નાખશે રોજગારમાં માનવીની ભૂમિકા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વ બેન્કના અનુસાર આગામી વર્ષોમાં ઓટોમેશનથી 69 ટકા નોકરીઓના માતે જોખમ તોળાઈ રહ્યું છે. ચીનમાં તો 77 ટકા સુધી રોજગાર ઘટી શકેછે. બેન્કના અધ્યક્ષ જિમકિમે વિકાસશીલ દેશોને આગ્રહ કર્યો છે કે તેઓ માળખાગત સુવિધાઓમાં રોકાણ કરીને ભવિષ્યની જરૂરિયાતો પર ધ્યાન આપે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આપણી તમામ શોધ અને ઈનોવેશ્ન અઘરાં અને સમય લેતાં કાર્યોને સરળ બનાવવા અને માનવીને પોતાના વિકાસ તથા મનોરંજન માટે વધુ સમય કાઢવા માટેનાં હતાં.
જોકે, છેલ્લા કેટલાક દાયકામાં થયેલી શોધે માનવીની પોતાની જ જરૂરિયાત ઘટાડી દીધી છે. ઓટોમેશન અને આર્ટિફિશિયલ મિકેનિકલ ઈન્ટેલિજન્સ જેવી ટેક્નોલોજીએ અકુશળ કામદારોવાળા ક્ષેત્રોમાં રોજગારીમાં ઘટાડો કર્યો છે. આટલું જ નહીં સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સપોર્ટ જેવા વધુ કુશળતાની માગ ધરાવતા ક્ષેત્રમાં પણ નોકરીઓ ક્લાઉડ કમ્પ્યૂટિંગ અને મશીન લર્નિંગ જેવી ટેક્નોલોજીની અસર જોવા મળી રહી છે. સ્વચાલિત કારને કારણે માત્ર અમેરિકામાં જ 2030 સુધી 40 લાખ ડ્રાઈવર બેરોજગાર થઈ જશે. આપણાં દેશમાં 2011માં 90 લાખ અને 2013માં 4.19 લાખ રોજગારનું નિર્માણ થયું હતું, જે 2015માં 1.35 લાખ સુધી મર્યાદિત થઈ ગયું તેમ છતાં સરકાર કૌશલ્ય વિકાસ અભિયાનમાં (જે પોતે જ બેરોજગારી દૂર કરવાનું સારું માધ્યમ છે)માંથી તમામ ટ્રેનર દૂર કરીને એપ અને વર્ચ્યુઅલ ક્લાસિસ શરૂ કર્યા છે.

કેટલીક મોટી કંપનીઓએ નોકરીઓ ઘટાડવાની બિનજરૂરી ટેક્નોલોજીથી દૂર રહેવાની વાત કરી છે. ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં નવા રોજગારનું નિર્માણ થશે. સમાજિક, આર્થિક અને વહીવટી માળખામાં એવા પરિવર્તન કરવામાં આવે કે જેથી મશીન અને માનવનાં કામની સ્પષ્ટ વહેચણી થઈ જાય. માનવી માત્ર શોધ અને સંશોધનના ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનો ઉપયોગ કરે.

અક્ષય પાઠક, 21 જેપી ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, નોઈડા
facebook.com/akshaypathak911
અન્ય સમાચારો પણ છે...