તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ-પૂણેમાં દેહવ્યાપારમાંથી છોડાવતી સંસ્થા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માર્સેલ પ્રાઉસ્ટ નામના સાહિત્યકારે લખેલું કે હેપ્પિનેસ ઇઝ બેનિફિશિયલ ફોર ધ બોડી બટ ઇટ ઇઝ ગ્રિફ ધેટ ડેવલપ્સ પાવર આૅફ માઇલ્ડ. અર્થાત્ જરૂર, સુખ તમારા શરીર માટે સારું છે, પણ જ્યારે દુ:ખ પડે છે, ત્યારે પરમાત્મા યાદ આવે છે અને તેની મદદથી તમારું મન અને આધ્યાત્મિક શક્તિ પાવરફુલ બને છે. મુંબઈમાં કાંદિવલી-બોરીવલી વચ્ચે એક ‘રેસ્ક્યૂ હોમ’ છે. ત્યાં હું ગયો ત્યારે લગભગ 100 જેટલી બહેનો-દીકરીઓ જોવા મળી. જે માર્સેલ પ્રાઉસ્ટને ભૂ પાય તે રીતે વ્યવહારું રીતે પોતાના દુ:ખને ઘોળીને પી ગઈ હતી. તેમનું ભાવિ પરમાત્માને સોંપી દીધુ હતું. આ દરેક બહેન ઉપર જે સંકટો પડ્યા છે અને તે સંકટોનો તેમણે સામનો ર્ક્યો છે તે સાંભળીને તેના પ્રત્યે શીશ નમી જાય છે. આ રેસ્ક્યૂ હોમને સંભાળનારાં પત્રકાર ત્રિવેણી આચાર્યને મેં પૂછ્યું કે આ એકસો બહેનોની કમાટીપુરા કે બીજા દેહ વેચનારા બજારો, ગુંડાઓ અને સગાં મા-બાપે કરેલા અન્યાયની કહાણી કહો.

ખરેખર તો માતાના ગર્ભમાંથી તમે સ્ત્રી તરીકે બહાર નીકળો છો. હજી માંડ ઈશ્વરે આપેલા જીવનો શ્વાસ લો છો, ત્યાં દીકરી ન ઈચ્છનારાં સગાં મા-બાપ તેનું ગળું દબાવી દે છે કે શેરીમાં રખડતી છોડી દે છે. આવી અનવેલકમ સ્ત્રી જો બચી જાય અને ત્રિવેણી આચાર્યના રેસ્ક્યૂ હોમમાં આવી જાય, તો સમાજ અને મા-બાપે ફેંકી દીધેલી છોકરી અહીં ‘મોસ્ટ વેલકમ’ હોય છે.

આ રેસ્ક્યૂ હોમમાં 8 વર્ષની ઉંમરથી માંડીને 22-25 વર્ષની સમાજે તુચ્છકારેલી દીકરીઓનાં મને દર્શન થયાં. મુંબઈના ડઝનબંધ વેશ્યાગૃહોમાં પ્રતિષ્ઠિત ઘરોમાં, ફ્લેટમાં કે બંગલામાં ઘરકામ કરનારી છોકરી ઉપર તેના માલિકે બળાત્કાર ર્ક્યો હોય- રેપ કર્યો હોય, દેહ વેચનારીમાં 20 ટકાને એઇડ્ઝ થયો હોય, તેને ક્યાંય રહેવા વિસામો ન હોય, તેને ત્રિવેણી આચાર્ય સંચાલિત આ રેસ્ક્યૂ હોમમાં ‘માના ઘર’માં જે નિરાંતનો શ્વાસ મળે તેવો આશરો મળે છે.

‘મની લાઇફ’ની પત્રકાર અદિતિ રોય પણ મારા પહેલાં આ ‘રેસ્ક્યૂ હોમ’માં જઈ આવી છે. તે કહે છે કે, ‘ફોર્સ્ડ પ્રોસ્ટિટ્યુશન એ કુમળી વયની છોકરીઓ માટે એક ક્રૂરમાં ક્રૂર કૃત્ય છે અને આપણા સૌની જાણ વગર તમારી, મારી અને સમાજની વચ્ચે આજે મુંબઈ-અમદાવાદ અને પૂણેમાં ઠેર-ઠેર આ ફોર્સ્ડ પ્રોસ્ટિટ્યુશન ઉજળા સમાજમાં ઘરની નોકરાણી ઉપર ચાલે છે.

આ વાત ઉપર 1995માં બાલકૃષ્ણ આચાર્યનુ ધ્યાન ગયું. બાલકૃષ્ણ આચાર્ય ભારતીય લશ્કરમાં કામ કરીને નિવૃત થયા હતા. 1995ની એક રાત્રે તેઓ બજારમાં નીકળ્યા, તો તેમણે એક ટીનેજર છોકરીને રડતી જોઈ. કમાઠીપુરામાં જબરદસ્તી લઈ જવાયેલી આ છોકરીને દેહ વેચવાનું કામ ગમતું નહીં, તેને બાલકૃષ્ણે આશરો આપ્યો. બાલકૃષ્ણ આચાર્ય ‘માઇટીનેપાલ’ નામની એક સંસ્થાવતી ભારતમાં કામ કરતા હતા. તેમણે પછી પોતે મુંબઈમાં રેસ્ક્યૂ ફાઉન્ડેશન સ્થાપી અને બોઇસર, પોઇસર, કાંદિવલી અને પૂણેમાં તેની શાખાઓ ખોલી.

ઘણાં સારાં ઘરમાંથી રૂપાળી છોકરીનાં અપહરણ થાય કે ઘરમાંથી છોકરી અદૃશ્ય થઈ જાય એટલે મા-બાપ કે પોલીસને ખબર પડે પછી પોલીસ અને રેસ્ક્યૂ હોમ આ છોકરીઓનો પત્તો મેળવે છે. સુંદર રીતે આ કામ ચાલે છે. લગભગ 3000 છોકરીને દેહ વેચવાના ધંધામાં જતી બચાવાઈ અને બાલકૃષ્ણ પછી તેનાં પત્ની ત્રિવેણી આચાર્યે પત્રકારત્વ છોડીને આ રેસ્ક્યૂ હોમ સંભાળ્યું.

રેસ્ક્યૂ હોમમાં લાવીને ભણેલી ગણેલી છોકરીઓને કાઉન્સેલિંગ, વોકેશનલ ગાઇડન્સ અને બીજી સ્વતંત્ર રીતે રહી શકે તેવી આવક ઊભી કરાવીને સાંજ પડ્યે પણ ‘રેસ્ક્યૂ હોમ’માં સલામત રીતે આવી જાય, તેવી ગોઠવણ કરી. ઘણી છોકરીઓ ઉપર બળાત્કાર થયો હોય તેમને સાયકોલોજિકલ અને મેડિકલ મદદ કરે. નેપાલની છોકરીને તેનાં મા-બાપ પાસે જવું હોય, તો વતન જવામાં મદદ કરે છે. આ વર્ષે ચાર મહિનામાં જ 72 જેટલી કુમળી વયની છોકરીઓને વેશ્યા બનતી અટકાવી છે. ત્રિવણી આચાર્ય જ નહીં, હું અને તમે સૌ કબૂલ કરીશું કે સમાજ સામે બીજી અનેક સમસ્યા છે, પણ આ સમસ્યા તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે.

દીકરીઓને વેશ્યા બનતી અટકાવ્યા પછી જ મોટી સમસ્યા ઊભી થાય છે. આ દીકરીઓને સલામત રીતે ક્યાં રાખવી? બોઇસર નામના પરામાં (મુંબઈમાં બોરીવલી પાસે) મુંબઈથી 85 કિલોમીટર દૂર રેસ્ક્યૂ ફાઉન્ડેશને રિકવરી સેન્ટર ઊભું ર્ક્યું છે અને વેશ્યાવૃત્તિને કાંઠેથી પાછી વાળેલી સુંદર યુવતીઓને અનેક કળામાં પાવરધી કરે છે. જુદીજુદી જાતની સ્કિલ અને આવડત કે કળા આ બધી છોકરીઓ જાણતી હોય છે. ઘણી છોકરી ઉત્તમ કલાકાર કે ચિત્રકાર હોય છે.

પણ, ત્રિવેણી આચાર્યનું કામ સરળ નથી. ગુંડાઓ અને દેહવ્યાપાર કરાવનારી ટોળકીઓ ત્રિવેણીને રોજેરોજ ધમકી આપે છે. પોલીસની મદદથી એ ધમકીને ત્રિવેણી ગાંઠતી નથી, પરંતુ ગુંડાઓને મુંબઈમાં છોકરીઓને વેશ્યા બનાવવાના ધંધામાં વર્ષે રૂ. 100 કરોડથી વધુ નાણાં મળે છે, તેના ઉપર તરાપ આવે છે. તેથી સતત ધમકીઓ મળે છે. તમે પણ ત્રિવેણી આચાર્યને રેસ્ક્યૂ ફાઉન્ડેશનમાં (9820210205) સામાજિક રીતે સહકાર આપીને મદદ કરી શકો છો. આપણી આજુબાજુ જ આ બધું બને છે, પણ સમાજનું ધ્યાન જતું નથી, તે આપણું દુર્ભાગ્ય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો