તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુદરત, તારા ગજબના રંગબેરંગી ખેલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સીરીલ કૉનોલી નામના લેખકે 75 વર્ષ પહેલાં લખેલા એક અદ્દભુત ગ્રંથમાં લખ્યું છે કે- ‘ઘણા મને પૂછે છે કે તમારો ધર્મ કયો છે?’ તો હું જવાબ આપું છું કે, ‘મારો ગમે તે ધર્મ હોય, પણ મારા ‘ધર્મમાં’ એ નક્કી ર્ક્યું છે કે મારે બની શકે તેટલા લોકોને પ્રેમ કરવો. મહત્તમ કવિતા ગાન કરવું, કવિ સંમેલનોમાં હાજર રહેવું અને હંમેશાં કોઈ ‘મોટો’ માણસ કહે કે ‘ડાહ્યો’ માણસ કહે તે બાબતમાં શંકા કરવી! થોમસ ફુલર નામના બીજા લેખકે બહુ જ અઘરી વાત કહેલી કે, ‘કુદરત આપણને શીખવે છે કે કોઈને દોસ્ત બનાવો તો પૂરા જીગરથી ચાહો, પણ ધર્મ શીખવે છે કે તમારે શત્રુને પણ ચાહવો!’ ફુલરની આવી ‘શત્રુને ચાહવાની વાત’ કરનારા ધર્મને મત્તુ મારનારા આંગળીને વેઢે ગણાય તેટલા માંડ માંડ મળશે. શત્રુને પ્રેમ કરવો એ લોઢાના ચણા ચાવવાથી અઘરું છે. તો ચાલો, આપણે કુદરતના રંગબેરંગી ન્યારા ખેલ કેવા છે તેની વધુ વાતો કરીએ:

1. તમે કલ્પના પણ નહીં કરી હોય કે આ તમામ હિન્દુસ્તાનીઓ હિન્દુ કે બીજા ધર્મમાંથી સ્વેચ્છાએ ઇસ્લામથી આકર્ષાઈને મુસલમાન બન્યા હતા.
- રામવર્મા કુલશેખર: આ દક્ષિણનો એવો પ્રથમ રાજા હતો, જેણે સ્વેચ્છાથી ઇસ્લામ ધર્મ અંગીકાર ર્ક્યો હતો.
- મારુત નાયકમ પિલ્લે: તેણે ઇસ્લામ અંગીકાર કરીને તેનું નામ મોહમ્મદ યુસફ ખાન રાખ્યું હતું.
- દિવ્યા ભારતી: તે સાજિદ નડિયાદવાલાને પરણવા મુસ્લિમ બની હતી.
- સહજરામ સપ્રુ: ભારતીય મુસ્લિમ ફિલોસોફરના દાદા ડૉ. મોહમ્મદ ઇકબાલ હતા. સહજરામ સપ્રુ કાશ્મીરમાં ઓફિશિયલ ડ્યૂટીમાં રહીરહીને ઇસ્લામ પ્રત્યે આકર્ષાયો હતો અને આખરે મુસ્લિમ બન્યા હતા.
- 2000ની સાલમાં કબીર સુમન નામના બંગાળી સાહિત્યકાર વિધિવત્ ધર્મ બદલીને બંગાળીઓના હર્ષનાદ વચ્ચે મુસ્લિમ બન્યા હતા.
- તાનસેન: આખી દુનિયા જેનું નામ જાણે છે, તેણે મુસ્લિમોના શાસ્ત્રીય સંગીતના જાદુથી પ્રભાવિત થઈને ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો હતો.
- મિસ માધવીકુટ્ટી: દક્ષિણ ભારતીય ગાયિકા. તેણે કમલા સુરૈયા નામ રાખ્યું હતું. બ્રાહ્મણ કુટુંબમાં જન્મીને પછી તે મુસ્લિમ બન્યાં. તેમણે ભારતીય સ્ત્રીઓની સેક્સુઅલ ભૂખ વિશે બહુ ખુલ્લી વાતો કરી હતી.
- ધીરેન ભગત: હિન્દુ કુટુંબમાં જન્મેલો પણ તેના પર દેશદ્રોહનો આરોપ મૂકી તેને બ્રિટનની જેલમાં નખાયો હતો, ત્યારે મુસ્લિમ બન્યો. અતિ બળવાખોર વ્યક્તિ તરીકે તેણે ન્યૂયોર્ક સ્ટૉક એક્સચેન્જ, આઇએમએફ અને વર્લ્ડ બૅન્કનાં મકાનો બોમ્બથી ઉડાડવાનું કાવતરું રચ્યું હતું!

2. ઇ.સ. 1344-1414 વચ્ચે પરમેશ્વરા નામનો હિન્દુ રાજા હતો. તે ઇસ્લામ સ્વીકારીને ઇસ્કંદર શાહ બન્યો. તેણે મલાક્કા સલ્તનત સ્થાપી. આ રાજા મૂછો રાખતો. (ભગવાન શંકરનાં ઘણાં નામ પૈકી બીજું નામ પરમેશ્વરા છે).

3. આખો લોહઉદ્યોગ, જેને આયર્ન વર્કિંગ કહે છે, તે વૈદિકકાળમાં ભારતમાં વિકસ્યો હતો. ભારતના પુરાણા અવશેષો જે ઉત્તર પ્રદેશમાં મલ્હાર, દાદુપુર, રાજાનાલા કા ટીલા અને લાહુરદેવા વિસ્તારમાં મળી આવે છે, ત્યાં ઉત્તમ લોખંડ બનતું. ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય લોખંડ ઉદ્યોગનો શોખીન હતો. તેણે સેંકડો વર્ષ પહેલાં કાટ ન ખાય તેવું લોખંડ બનાવીને દિલ્હીમાં જે સ્તંભો ઊભા છે, તેમાં વાપરવા માટે આપેલું. તેનો દાવો હતો કે આ લોખંડના સ્તંભ 1600 વર્ષ સુધી કાટ નહીં ખાય.

4. ઔદ્યોગિક ક્રાંતિ એ શબ્દ ભારતમાં ઉપસ્યો હતો, પણ હવે આફ્રિકા ખંડમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ આવી છે. હવે આફ્રિકામાં એવી સગવડ છે કે તમે એક ટચુકડા પાયલટરહિત વિમાનમાં કોઈને લોહી કે દવા પહોંચાડવી હોય, તો પહોંચાડી શકો. 2020ની સાલ સુધીમાં આફ્રિકામાં 70 કરોડ સ્માર્ટ ફોન ધમધમતા થઈ જશે. જે આંકડો ઉત્તર અમેરિકા કરતાં બમણો અને યુરોપ આખાના સ્માર્ટ ફોન જેવડો હશે. ટૂંક સમયમાં આફ્રિકામાં શિક્ષણ અને જાહેર વહીવટ સ્માર્ટ ફોનથી થશે. સ્માર્ટ ફોન કે મોબાઇલ એ હવે લક્ઝરી નથી. જૂના સમયમાં સાધુ કે ગોસ્વામી કે ભક્તો હાથમાં રુદ્રાક્ષ કે તુલસીની માળા રાખતા, તેમ હવેથી પ્રજા મોબાઇલ રાખે છે.

5. ન્યૂયોર્ક ટાઇમ્સમાં તા. 14-7-16ના અંકમાં મિસ ઓરલિન બ્રિડન લખે છે કે, ફ્રાંસના પ્રમુખ ફ્રાન્સવા ઑલાન્દ પેરિસના એલીસી પેલેસમાં જ કેબિનેટ મિટિંગ ભરે છે, ત્યારે તે અનેક વિશ્વનેતાઓને ભૂ પાય તેવી એટિકેટમાં આવે છે. તેમની સ્ટાઇલનો ખર્ચ મહિને રૂ. 70 લાખનો છે. તેઓ પેલેસમાં પોતાના હેર ડ્રેસરને બોલાવીને મનગમતી સ્ટાઇલના વાળ કપાવે છે, જેનો ખર્ચ ફ્રાંસના સરકારી ચોપડે ઉધારાય છે. 61 વર્ષની ઉંમરે પણ ઑલાન્દે આવી હેર સ્ટાઇલના શોખીન છે. અરે! બિચારા ફ્રેન્ચ પ્રમુખને જ શું કામ વગોવો છો? 1993માં જ્યારે અમેરિકામાં બિલ ક્લિન્ટન સત્તા પર હતા, ત્યારે લોસ એન્જેલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર તેના હેર સ્ટાઇલિસ્ટોને આવવા માટે બે કલાક સુધી સામાન્ય લોકો માટે રનવે બંધ રખાતો, જેથી અમેરિકન પ્રમુખના એરફોર્સ-વન વિમાનમાં હેરસ્ટાઇલિસ્ટો પહોંચી શકે!
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો