તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘રુસ્તમ’ થકી મળતી કાને ધરવા જેવી ચેતવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિન્દીમાં એક શાયરીની પંક્તિ આજે બેવફા પત્નીકે બેવફા પુરુષને લાગુ પડે છે. હાલમાં જ ‘રુસ્તમ’ ફિલ્મ આવી છે. કમાન્ડર નાણાવટીના જીવન પર આધારિત આ ફિલ્મ સમાજમાં સ્ત્રી-પુરુષના આડા સંબંધોનાં કેવા કરુણ અંજામ આવે છે તેની ચેતવણી ઉચ્ચારે છે. પરંતુ આજના સ્ત્રી-પુરુષને એક જ પુરુષ કે એક જ સ્ત્રી પાત્રના પ્રેમ કે વાસનામાં ધરવ થતો નથી. તેને લગ્ન બહાર એટલે કે પતિ કે પત્ની સિવાયના પાત્રને ભોગવવામાં વધુ લિજ્જત આવે છે.

આપણી નવી પેઢીની પ્રજાને નાણાવટી આહુજા ખુન કેસની પુરી જાણ ન હોય તો સૌથી પહેલા આખી રીયલ સ્ટોરી બની રજુ કરું છું. વાર્તા આમ છે:- ‘કમાન્ડર કાવસ માણેકશા નાણાવટી નૌકાદળનો મોભાદાર અને પત્નીને વફાદાર ઓફિસર હતો. નાણાવટીની સાથે આહુજાને દોસ્તી હતી પણ નાણાવટીની વિદેશી પત્ની સિલ્વીયાના પ્રેમમાં તેનો મિત્ર પ્રેમ- આહુજા પડ્યો. એટલું જ નહીં નાણાવટીની હાજરી કે ગેરહાજરીમાં સિલ્વીયા સાથે જાતીય સંબંધ રાખવા માંડયો. નૌકાદળના ઓફિસર તરીકે આ સાહસિક પારસી યુવાનને યુરોપમાં ઘણા બંદરો કે નૌકાદળમાં જવાનું થતું. તેને અંગ્રેજી પત્ની સિલ્વીયા થકી બે પુત્રો અને એક પુત્રી થયા.

નાણાવટીને નૌકાદળના કર્મચારી તરીકે લાંબા ગાળાની ડ્યૂટી વિવિધ બંદરે અને દેશમાં કરવી પડતી. એની લાંબી ગેરહાજરીમાં મિત્ર- પ્રેમ આહુજાનો નાણાવટીની પત્ની સાથેના શારીરિક પ્રેમદૃઢ થતો ગયો. મુંબઈમાં નાણાવટીએ કરેલા આ ખુનનો કેસ કોર્ટમાં લાંબો ચાલ્યો ત્યારે પ્રેમ આહુજાની બહેન મેરી આહુજાએ કહેલુ કે પ્રેમ આહુજા તો સિલ્વીયા સાથે પરણવા તૈયાર હતો. પણ પ્રથમ તેણે (સિલ્વીયાએ) નાણાવટી સાથે છૂટાછેડા લેવા જોઈએ. જ્યારે સિલ્વીયાએ આ વાત આહુજાને કરી ત્યારે તેણે સ્પષ્ટ અને ઉદ્ધાતાઈથી જણાવી દીધું કે ‘હું જે જે સ્ત્રી સાથે સૂતો હોઉ તે સ્ત્રી સાથે મારે પરણવું પડે તો કેટલી સાથે પરણું? આ વાત સાંભળીને કમાન્ડર નાણાવટીની પત્ની સિલ્વીયા (પ્રેમ આહુજાની પ્રેમિકા) તો ડઘાઈ ગઈ. સિલ્વીયાએ આહુજાને જણાવી દીધું કે મારો પ્રેમી અને પતિ કોઈ બીજી સ્ત્રીને ચાહે તે વાત હું સહન કરી શકું નહીં.

1 નવેમ્બર (લગભગ 1958)ના રોજ નાણાવટી જ્યારે મુંબઈમાં હતો અને તેના ફ્લેટમાં પાછો ફર્યો ત્યારે તેની પ્રેમિકા અને પત્ની સિલ્વીયા મૂડમાં નહોતી. જાણે ખોવાયેલી-ખોવાયેલી દેખાતી હતી. એટલે કમાન્ડર નાણાવટીએ પૂછ્યુ કે ‘શું બાબત છે? ત્યારે સિલ્વીયાએ એક અંગ્રેજ હોવા છતા ભારતીય નારીની ઢબે કબુલ્યું કે ‘મારે પ્રેમ આહુજા સાથે આડો સંબંધ છે. અને આ વાત મારા આત્માને ખોતરી ખાય છે તેથી કબુલ કરી લેવા માગું છું કે મારે પ્રેમ આહુજા સાથે આડો અને શરીર સંબંધ હતા.’
તે પછી આખું કુટુંબ મેટ્રો થિયેટરમાં ફિલ્મ જોવા ઉપડ્યું અને સિલ્વીયા તેમ જ ત્રણ સંતાનોને ઉતારીને કમાન્ડર નાણાવટી થિયેટર છોડીને નૌકાદળની વડી ઓફિસે ગયો. ઓફિસે જઈને તેણે સ્ટોરમાંથી પિસ્તોલ અને છ કારતુસ લીધા. તે સીધો પ્રેમ આહુજાના ફ્લેટ ભણી ઉપડ્યો. ત્યાં બન્ને મિત્રો સામસામા આવી ગયા. આહુજાએ તેના મિત્રને પૂછ્યું ‘તું સિલ્વીયાને પ્રેમ કરે છે? ભલે. પણ તું સિલ્વીયાને પરણવા માગે છે? અને અમારા ત્રણ સંતાનોને તું પાળવા ઈચ્છે છે?’ આહુજાએ સ્પષ્ટ ના પાડી અને ધૃષ્ટતા સાથે રીપીટ કરી કે- ‘હું જે જે સ્ત્રીની સાથે લફરુ કરું તેની સાથે પરણું તો કેટલીને પરણવી પડે કોઈ પાર ન આવે.’ આવા ઉદ્ધત જવાબથી ઉશ્કેરાઈને કમાન્ડર નાણાવટીએ તેની પિસ્તોલમાંથી ત્રણ ધડાકા ર્ક્યા અને પ્રેમ આહુજા ત્રણ ગોળીથી લોહીના ખાબોચીયામાં પડીને મરી ગયો. પછી નાણાવટીએ પોલીસ ઓફિસર સમક્ષ આ ઘટના કબુલ કરી.

આ આખા મામલાનો કેસ ચાલ્યો. કેસમાં પ્રેમ આહુજા વતી એડવોકેટે રામ જેઠમલાણી ઉભા રહ્યા (તે સિંધી હતા અને પ્રેમ આહુજા પણ સિંધી હતો). કોર્ટમાં કેસ લાંબો ચાલ્યો અને મુંબઈ શહેરમાં અખબારોમાં પ્રખ્યાત થઈ ગયો. અખબારોમાં વારંવાર એક વાત છપાઈ કે કમાન્ડર નાણાવટી નૈતિકતાનો આગ્રહી ઓફિસર હતો. દેશદાઝ વાળો કમાન્ડર હતો કોર્ટમાં જ્યુરીએ નાણાવટીને ‘નિર્દોષ’ જાહેર કર્યો બચાવ થયો કે નાણાવટીએ તે અતિરોષવાળી ક્ષણમાં પત્ની સાથે જારકર્મ કરનાર મિત્રને માર્યા હતો. પણ પછી મુંબઈ હાઈકોર્ટ અને બીજી કોર્ટોમાં કેસ લાંબો ચાલ્યો અને ચર્ચાયો.
ત્રણેક મહિનાની કેદ પછી કોર્ટના કાનૂનની માયાજળમાંથી બહાર આવ્યા પછી નાણાવટી છૂટયો.કમાન્ડર નાણાવટી એટલો નાસીપાસ થયો કે પત્નીની બેવફાઈ માટે તેને જીવવાનુ કપરુ લાગ્યું અને તેણે સિલ્વીયાને કહ્યું કે ‘તેને જીવવામા રસ નથી’ સિલ્વીયાએ પતિ નાણાવટીને શાંત ર્ક્યો. પણ એમ જલદીથી નાણાવટીનો રોષ અને પત્ની તેમ જ મિત્ર આહુજાની બેવફાઈ શાંત કરે તેમ નહોતી. અહીં વાચક સમજશે કે જ્યારે મિત્ર કે પત્ની બેવફા થાય ત્યારે ખરેખર માણસને જીવવામાં રસ રહેતો નથી. તેનું મગજ ભમ્યા કરે છે. તે કોઈ જજમેન્ટ લઈ શકતો નથી. અને કમાન્ડર હોઈએ તેનો રોષ બેવફા મિત્ર માટે ખતરનાક નીવડ્યો. (વધુ હવે પછી)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો