તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવાર માટે જ્યાં દેહની હાટડીઓ મંડાય છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતી શબ્દકોશમાં ‘હવસ’ શબ્દના ઘણા અર્થ છે હવસ એટલે કામવાસના, કામવિકાર, લોલુપતા અને વ્યાભિચાર. મેક્સિમ ગોર્કી નામના વિદ્વાને 1906માં કહેલુ કે ‘ભૂખ અનેક જાતની હોય છે. રોટીની ભૂખ અને શરીરના અમુક ભાગ (ઇન્દ્રીય)ની ભૂખ. આ ભૂખ ઘણા ખોટા કર્મો માણસ પાસે કરાવે છે.’ એમાં સૌથી મોટો ભોગ સ્ત્રીઓ બને છે. આજે આર્થિક વ્યવસ્થાને કારણે ઘણા ઝૂંપડા અને અમુક મહેલો કે મોટા મોટા ફલેટો પણ કુટણખાના બની ગયા છે.

જ્યારે મને એક રાત્રે ઊંઘ આવતી નહોતી ત્યારે હું ઇન્ટરનેટ અને મારી લાઈબ્રેરી ખોળવા બેઠો તો સૌપ્રથમ મને બનાસકાંઠાનું મોદી રાજ્ય કરતા હતા ત્યારે ગાંધીનગરથી માત્ર ચાર કલાકને રસ્તે આવેલા વાડીયા ગામની ચોંકાવનારી કથા નજર સામે આવી. પાલનપુરથી 70 માઈલ દૂર વડીયા ગામ છે. આ ગામ આંતરરાષ્ટ્રીય ચોતરે ચડ્યું હતું. લંડનના ‘ધ ન્યુ સ્ટેટસમેન’ નામના સાપ્તાહીક અને ન્યુયોર્ક ટાઈમ્સે શોધી કાઢ્યું કે વાડીયા ગામમાં 90 ટકા પરણેલી કુંવારી કે કોઈ પણ સ્ત્રી દેહ વેચવાનો પારંપારીક ‘ધંધો’ કરે છે.
અમે મહુવા હતા ત્યારે ‘છે કોઈને છરી, ચપ્પુ, ચાકુ, સુડી સજાવવા’ આવી બુમ પાડતા પાડનારા સરાણીયા આવતા. પત્ની કે દીકરી કે વહુ દોરીથી ચપ્પુ સજવાનું પૈડુ ફેરવે અને પુરુષ તમને સુડી, ચપ્પુ કે તલવાર પણ ઘેર બેઠા સજી દે. આજે હવે ચપ્પુ સસ્તા બન્યા છે. કોઈ સજાવતું નથી એટલે સરાણીયાની સ્ત્રીઓ, દીકરીઓ અને બહેનો દેહવ્યાપારમાં પડી છે!

રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું ઉત્તર ગુજરાતનું વાડીયા ગામનું સ્ત્રી ધન આખું ગામ લૂંટાવે છે છેક પાકિસ્તાન, મુંબઈ, દિલ્હી અને આખા હિન્દુસ્તાનમાંથી પુરુષો તેમની હવસ સંતોષવા વાડીયા ગામે આવે છે બધી જ ચીજ મોંઘી થઈ છે. પણ વાડીયાનું સેક્સ હજી સસ્તુ છે. ફક્ત રૂ. 500માં તમને દેહ ભોગવવા મળી જાય છે. વાડીયાની વસતિ ‘ધ ન્યુ સ્ટેટસમેન’ના રિપોર્ટર મેડમ જુલી બીન્ડેલે મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે આ ગુજરાતના સેક્સ ટ્રેડને જાણીતું કરેલું. પણ હવે ‘ઈન્ટરનેશનલ સેક્સ ટ્રેડ’ના પુસ્તકમાં વાડીયાનો સેક્સ ટ્રેડ પ્રાથમીકતા પામવાનો છે (2016માં).

વાડીયામાં માત્ર ઘેટા ચારનારા ભરવાડો છે. તે ભરવાડે સીમમાં ઘેટા ચારવા જાય છે અને અહીં તેનું ઘર બીજા પુરુષોની હવસ સંતાષવા પત્ની કે દીકરી કે બહેનને ‘ચારો’ બનાવવા છૂટ આપે છે. અહીં કોઈ ઉદ્યોગ નથી પણ મેડમ જુલી બિન્ડેલના કહેવા પ્રમાણે પુરુષો-યુવાનો લેટેસ્ટ હેરકટની સ્ટાઈલ, ડિઝાઈનર જીન્સ, હીરાની વીંટીઓ અને બીજા ઘરેણા પહેરીને ફરે છે- તેમના ઘરની સ્ત્રીઓની કમાણીમાંથી આ લકઝરી પુરુષો ભોગવે છે. 2012માં અહીં સમુહ લગ્નો થયેલા. એવી માન્યતા હતી કે લગ્ન પછી દેહવ્યવસાય છોડી દેશે.
પણ ઘરના ભાયડા કમાતા નથી અને તેની પત્નીને દેહવ્યાપાર કરીને કમાવાની છૂટ આપે છે. અમર નામના પુરુષે (વાડીયા ગામ) લંડનની પત્રકારને કહ્યું કે 99 ટકા ગામની સ્ત્રીઓ દેહ વેચીને કુટુંબને, સંસારને, પતિને અને સામાજીક રિવાજોને નિભાવે છે. બાર વર્ષની થાય ત્યાં વાડીયાની છોકરીને વેશ્યા બનાવી દેવાય છે. લંડનની પત્રકારનાં આશ્ચર્ય વચ્ચે ‘અમર’ કહે છે કે ‘અમારી બહેન- દીકરી- વહુઓને આ ‘કામ’ ગમે છે! અમેરિકાના નેવાડા રાજ્યમાં અને નેધરલેન્ડઝમાં અને જર્મનીમાં સેક્સ ટ્રેડ આડકતરી રીતે કાનૂની થઈ ગયો છે તેમ વાડીયામાં જાણે આ ધંધો ‘કાનૂની’ બની ગયો છે.

વાડીયા અને બીજા ગામડાની સારણીયા કમ્યુનિટી 50000ની સંખ્યામાં છે. તે મહુવા, રાજુલા, કુંડલા, ગારીયાધાર અને પછી ધીરે ધીરે ગાંધીનગર, પાલનપુર સુધી તેનો ધંધો ચલાવવા ગયા છે. હવે છરી, ચપ્પુ કે સુડી કોઈ સજાવતું નથી. જૂની ચપ્પુ ફેંકીને નવી ખરીદી લે છે. રૉઇટરનો રીપોર્ટર વાડીગા ગામે આવ્યો તો તેણે જોયું કે એક વખત અહીંની છોકરીઓને પરણાવી દેવાશે એટલે દેહવ્યવસાય છોડી દેશે પણ ઉલટાનું લગ્ન થયા પછી દેહવ્યાપારને જાણે લાઈસન્સ મળી ગયું! અહીંના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર જે. બી. વોરાએ કહ્યું કે ‘ઓરીજીનલી આ સારણીયા કમ્યુનિટી રાજસ્થાનની છે. તેમના વડવાઓ (સ્ત્રી સહિત) રોયલ- આર્મીમાં કામ કરતા. તલવાર, જમૈયા અને શસ્ત્રો સજીને ધારદાર બનાવતા.

ઘણા શહેરોની સુંદર છોકરીઓ તેમના સ્કૂલ અને કોલેજનું મોંઘુ શિક્ષણ દેહવ્યાપારમાંથી કમાઈને લે છે. આ દુષ્ણ પાકિસ્તાનને પણ આપણી બહેન-દીકરી જેટલું જ સતાવે છે. લાહોરમાંથી રૂપાળી પાકિસ્તાની છોકરીઓને દુબઈમાં નોકરી અપાવવાને બહાને લઈ જવાય છ. આ દેહ વેચવાના પ્રોજેક્ટનું નામ ‘ટેલેન્ટ પ્રમોશન’ અપાયું છે! પાકિસ્તાનની છોકરીઓ ભારતની છોકરી કરતા વધુ રૂપાળી અને વધુ ખડતલ હોય છે. પાકિસ્તાનમા દેહવ્યાપાર કરે તો રૂ. 5000 મળે પણ દુબઈમાં રોજના 100 ડોલર એટલે કે રૂ. 7000 રોજ બચાવે છે.
એટલા જ રૂપિયા તેણે દલાલને અને પોલીસને આપવા પડે છે. પાકિસ્તાન દેશ પોતે જ બાંગ્લાદેશ, શ્રીલંકા અને બીજા મુસ્લિમ દેશોની સ્ત્રીઓ માટે વેશ્યાગીરીનું કેન્દ્ર બની ગયો છે. 2 લાખ બાંગ્લાદેશી સ્ત્રી છેલ્લા 10 વર્ષમા દેહવ્યાપાર કરવા કરાંચી- લાહોર વગેરે શહેરમાં આવી છે. આજે પણ દર મહિને (દર મહિને) 200થી 400 પાકિસ્તાની યુવાન છોકરીઓ પ્રોસ્ટીટ્યુશન માટે વિદેશ જાય છે. નેપાળની 160000 સ્ત્રીઓ ભારતમા દેહ વેચીને કમાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો