દરેક નાની વસ્તુની પણ કદર કરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુવીર નામના એક હબસીને એક દિવસ એક રૂપિયાનો સિક્કો મળ્યો. તેણે સિક્કાને કિલ્લાની ઉત્તરની દીવાલમાં ઈંટ પાછળ છુપાવી દીધો. લગ્ન બાદ એક દિવસ સુવીરે પત્નીને કહ્યું કે, મારી પાસે એક રૂપિયાનો સિક્કો છે. ચાલ મેળામાં ફરવા જઈએ. હવે પોતે છુપાવેલો એ સિક્કો લેવા આવેલા સુવીરને કિલ્લાના એક ઝરોખામાંથી રાજાએ જોઈ લીધો. તેણે સૈનિકોને કહીને તેને અંદર બોલાવ્યો.

સુવીરે ત્યાં આવવાનું સાચું કારણ જણાવી દીધું. રાજાએ કહ્યું કે, હું તને દસ સિક્કા આપું, પેલો સિક્કો ભૂલી જા. સુવીરે કહ્યું, પછી તો મારી પાસે અગિયાર સિક્કા થઈ જશે. આ રીતે રાજા સિક્કાની સંખ્યા વધારતો ગયો અને સુવીર પણ તેમાં એક ઉમેરતો ગયો. આખરે રાજાએ કહ્યું કે, હું તને અડધું રાજ્ય આપું છું, તો સુવીરે કહ્યું, મને ઉત્તરવાળો ભાગ આપજો, કેમ કે તેમાં મને મારો સિક્કો પણ મળી જશે. કથાનો સાર એ છે કે વ્યક્તિએ પોતાની નાનકડી વસ્તુની પણ કદર કરવી જોઈએ. આ એક વસ્તુ જ અનેક સફળતાનો આધાર બને છે.