અમેરિકા અફઘાનોની લાતને જ લાયક છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ થ્રી ટ્રિલિયન ડોલર વોર- જગતના ઈતિહાસના યુદ્ધમાં આ લડાઈ ૨૦૧૧ સુધી ચાલે તો સૌથી મોટા યુદ્ધનો રેકોર્ડ સ્થાપશે

સૌરાષ્ટ્રમાં એક શબ્દપ્રયોગ થતો. ‘‘ઊંધા હાથની અડબોથ’’ અમેરિકાને આજે અફઘાનિસ્તાનમાં પારકી પટલાઈ કરવા જતાં ઊંધા હાથની અડબોથ રોજ રોજ ખાવી પડે છે. તકલીફ એ છે કે આવી અડબોથ અને ગડદાપાટુ ૩ ટ્રિલિયન ડોલરને ખર્ચે જયોર્જ બુશે ખાધી હવે બરાક ઓબામા નામના પ્રવચન પ્રમુખ અને હરામનું નોબેલ શાંતિ પારિતોષક લેનારા પાટુ ઉપર પાટુ ખાય છે. અફઘાન યુદ્ધ ૨૦૦૧થી આજ સુધી કેટલું મોંઘુ પડ્યું છે. જરા સત્તાવાર કડવી હકીકતો જુઓ.

(૧) અમેરિકામાં ઓબામા આવ્યા તે પહેલાં આ સમૃદ્ધ દેશના ૧.૩ કરોડ બાળકો અડધા ભૂખ્યાં સૂતાં હતાં. ૨૦૦૯ના ડિસેમ્બરમાં ૧.૭ કરોડ બાળકો અને તેની માતાઓ ભૂખ્યાં સૂવે છે. ફીલાડેલ્ફીયામાં ૫માંથી ૧ ઘરનું બાળક પૂરંતુ પોષણ પામતું નથી. પહેલા કરતાં ડબલ બાળકો અડધા ભૂખ્યાં રહે છે.
(૨) અફઘાનિસ્તાનનું યુદ્ધ વિયેતનામનાં યુદ્ધ કરતાં જ નહીં પણ જંગી બીજા વિશ્વયુદ્ધ કરતાંય મોંઘું છે. (૨૦૦૭ના ડોલરમાં બીજું વિશ્વયુદ્ધ ૩.૨ અબજડોલરમાં પતેલું.) (૩) હવે વાચક પૂછશે કે
આ ‘ટ્રિલિયન’ ડોલર એટલે શું? (એકડા પાછળ ડઝન મીડાં)પણ નક્કર હકીકત રીતે જો જોઈએ તો આ યુદ્ધ રોજના ૧૦ લાખ ડોલર એટલે કે રોજના રૂ. ૫ કરોડ વાપરે છે. એટલે કે જો તમારે ૧.૦૭૧ ટ્રિલિયન ડોલર વાપરવા હોય તો તે તમામ વાપરતાં ૨૯૩૫ વર્ષ લાગી જાય. અગર તો ૪ જણનું અમેરિકન કુટુંબ હોય તો તેને યુદ્ધના ખર્ચનો હિસ્સો વર્ષે ૧૩૦૦૦ ડોલર આવે.
(૪) ઈરાકનું યુદ્ધ તો સસ્તુ હતું. હાર્વર્ડ યુનિવર્સિટીના ઈકોનોમસ્ટિ ડૉ. લીન્ડા બિિલ્મસ કહે છે કે અફઘાનો તો ડુગરા-ટેકરા, ખાડીઓ વચ્ચે ગામડામાં રહે છે. ત્યાં પહોંચવાના રસ્તા નથી. સત્તાવાર રીતે અફઘાન-યુદ્ધ માટે ૨૦૧૦માં ૬૫ અબજ ડોલરનું બજેટ રાખ્યું છે. હકીકતમાં આ ખર્ચ ૮૫ અબજ ડોલર થશે, પરંતુ બીજો છુપો ખર્ચ છે. અફઘાનિસ્તાનમાં અઢળક અફીણ પાકે છે. તે અફીણની કરોડોની કમાણી તાલબિાનોને સમૃદ્ધ અને કાતિલ બનાવે છે. અફીણના વેપારને માત્ર અટકાવવા ‘‘કિશ્વિયન સાયન્સ મોનિટર’’ના અંદાજ પ્રમાણે વર્ષો રૂ. ૨૫ કરોડ આપવા પડે છે.
(૫) પાકિસ્તાનની મિલિટરી અમેરિકાના આ યુદ્ધ ગોડપણમાંથી સારું કમાય છે. ઓબામા બે મોઢે બોલે છે. ‘‘પાકિસ્તાનને પાસરું કરવાની વાત’’ એક મોઢે કરે છે. બીજે મોઢે પાકિસ્તાનને ૧૦ અબજ ડોલરની રોકડી સહાય આપે છે. ઉપરાંત તાલબિાન સામે લડવા પાકિસ્તાનને શસ્ત્રો માટે રૂ. ૫૦૦૦ કરોડ આપે છે.
(૬) કોલંબિયા યુનિવર્સિટીના નોબેલ પ્રાઈઝ જીતનારા અર્થશાસ્ત્રીએ ‘ધ થ્રી ટ્રિલિયન ડોલર વોર’’ નામનું બેસ્ટ સેલર પુસ્તક લખેલું. તેમાં યુદ્ધના ખર્ચ ઉપરાંત બીજી ઘણી વાતો આવે છે. અફઘાન યુદ્ધમાંથી ઘવાઈને આવતાં કે લંગડા થઈને આવતાં સૌનિકોને ઊંચા વળતર આપવા પડે છે એ બધું ગણીએ તો અફઘાન યુદ્ધ ૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ડોલરનું થાય. જગતના ઈતિહાસના યુદ્ધમાં આ લડાઈ ૨૦૧૧ સુધી ચાલે તો સૌથી મોટા યુદ્ધનો રેકોર્ડ સ્થાપશે.
(૭) જનરલ સ્ટેનલી મેકક્રીસ્ટવ જે અફઘાન યુદ્ધના ચાર્જમાં છે તે કહે છે કે ૬૫૦૦૦ અમેરિકાના અને ૪૫૦૦૦ નાટોના સૈનિકો મળી અફઘાનમાં ૧ લાખ સૈનિકો લડે છે. યુદ્ધ જીતવા પ લાખ સૈનિકો જોઈએ!
(૮) ફેન્ડ કોપોઁરેશનના કહેવા મુજબ પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં જે ટેરરસ્ટિ-સંસ્થાઓ છે તેમાંથી માત્ર ૭ ટકા જ નષ્ટ થઈ છે. પાણીની જેમ અમેરિકા પૈસા વેરે છે પણ અફઘાનિસ્તાનમાં નામની લોકશાહી સ્થાપી છે છતાં ૮૭ ટકા અફઘાન-નાગરિકોને ચોખ્ખું પાણી મળતું નથી. ૫૩ ટકા અફઘાનો ગરીબીમાં સબડે છે, ૪૮ ટકા અફઘાનો બેકાર છે. તે તાલિબાનમાં રિક્રૂટ થાય છે. ૭૦ ટકા લોકોને પૂરતું ખાવા મળતું નથી. જગતમાં બાળમરણોના આંકડામાં અફઘાનિસ્તાનનું બાળમરણનું પ્રમાણ સૌથી ઊંચું ૩૫ ટકા છે. પુરુષો ભણવા પામ્યા છે. સ્ત્રીઓમાંથી ૮૦થી ૯૦ ટકા અભણ છે. કોઈ છોકરી સ્કૂલમાં ભણવા જાય તો તાલિબાનો તેને છોડતા નથી.
(૯) અમેરિકા આ યુદ્ધમાં ખાબકર્યું ત્યારથી ૮૦૦૦ જેટલા અફઘાન નાગરિકો લેવાદેવા વગરના સીધા મર્યા છે.
૨૦૦૦૦ અફઘાનો યુદ્ધની તકલીફો થકી મર્યા છે. ૩૭ લાખ જેટલા અફઘાનો ઘર, ખેતરવાડી વજીફા છોડીને નિરાશ્રિત બન્યા છે.
(૧૦) અમેરિકા પોતે આંતરિક રીતે આિથઁક મંદી થકી ૧ ટ્રિલિયન ડોલરનું દેવાદાર છે. આ યુદ્ધને ચાલુ રાખવા માટે અમેરિકન કંપનીઓ અઢળક કમાય છે તેમને દરેક સૈનિકદીઠ ૧૦ લાખ ડોલર અપાય છે. પાવરફૂલ કંપનીઓ જયોર્જ વોસ્ટ નામના નાગરિકના કહેવા પ્રમાણે ટનબંધ ડોલર કમાય છે.
(૧૧) અમેરિકાના ૭૪ વર્ષનાં પૂર્વ સંરક્ષણપ્રધાને સી.એન.એન. ટી.વી.ને કહ્યું કે બંદૂકની અણીએ અફઘાનિસ્તાનમાં ડેમોક્રસી લાવી શકાય નહીં. ૧૫૦૦ની સાલમાં ચંગીઝખાને બહુ ઓછા પ્રયાસે અફઘાન સહિત સેન્ટ્રલ એશિયા જીતેલું. એ પછી બાબરે પ્રથમવાર અફઘાનિસ્તાનને એક રાજ્ય બનાવ્યું હતું.અત્યારે તો પ્રવચન-નિષ્ણાત ઓબામાએ વારંવાર અમેરિકામાં એરપોર્ટ પર જઈને અફઘાનિસ્તાનથી મરેલા આવેલા સૈનિકોને આખરી સલામ ભરવા જવું પડશે.
(૧૨) ૯૦૦ જેટલા અમેરિકનો અને ૬૦૦ જેટલા યુરોપના સૈનિકો પાસે હજીય પૂરતાં શસ્ત્રો નહોતાં તેથી રસ્તામાં રાખેલા બોમ્બથી આટલા મર્યા છે (૯૦૦+૬૦૦).
(૧૩) તાલબિાનોએ પડકાર ફેંકયો છે કે અમે ઓબામાના રાજમાં વધુને વધુ અમેરિકનોને કબર ભેગા કરીશું.એક અમેરિકન સોલ્જરને અફઘાનિસ્તાન મોકલવાનો ખર્ચ સૈનિકદીઠ દર વર્ષે ૧૦ લાખ ડોલર આવે છે. યુદ્ધ માટે લઈ જવાનો, તેના ખોરાકનો, રહેઠાણનો, વધારાના એલાઉન્સ, શસ્ત્રો અને બીજો ખર્ચ આ ૧૦ લાખ ડોલરમાં આવે છે.
(૧૪) ખરેખર જેને અફઘાન યુદ્ધની વધુ બળતરા થતી હોય તેણે જોસફે સ્ટીગલીટઝનું પુસ્તક ‘થ્રી ટ્રિલિયન ડોલર વોર’ વાચવું જોઈએ. તેમાં લખ્યું છે કે અમેરિકન સરકાર ખર્ચ છુપાવે છે અને ૧ ટ્રિલિયન ડોલર કહે છે પણ આ યુદ્ધ કુલ્લે ૫થી ૭ ટ્રિલિયન ડોલરનું થશે. સોલ્જર મરે ત્યારે તેના કુટુંબને ૪ લાખ ડોલર આપવા પડે છે. ઈરાક-અફઘાન યુદ્ધમાં ૨૦૦૧થી ૨૦૦૮ સુધીમાં ૪૪૫૬ અમેરિકન સોલ્જરો મર્યા છે. આ મૃત્યુ થકી જ લશ્કરી ખાતાને વળતરના ર.૨ અબજ ડોલર આપવા પડ્યા છે અને જે કોન્ટ્રાક્ટરો અફઘાનિસ્તાનમાં કામ કરતાં હોય તેના માણસો મરે તો તેના વળતરનો ખર્ચ ૫૦ અબજ ડોલર થાય છે. આ બધા ખર્ચ ગણીએ તો સપ્તાહનો યુદ્ધનો ખર્ચ ૧.૮ અબજ ડોલર આવે છે.

અરે સાહેબ બ્રિટન તો ખટસવાદિયું થઈને આ યુદ્ધમા પડ્યું છે. તેનો ખર્ચ અને તબાહીના આંકડા તો બાકી છે. બ્રિટનને અફઘાન યુદ્ધનું વાર્ષિક બિલ રૂ. ૩૬૦ અબજ આવે છે! ૮૦૦૦ બ્રિટિશ સોલ્જરો અફઘાન યુદ્ધ લડે છે. તેના ૩૦૦ સૈનિકોનાં મડદા બ્રિટન આવ્યા છે. લડો ભાઈ લડો અને મરો. એ મોઢા આવી અફઘાન લાતને લાયક છે. પણ સોરી, આ ૮ વર્ષના યુદ્ધમાં બે ડઝન પત્રકારો મર્યા છે તે માટે કરુણતા છે.