ટીવી પર દર્શાવાતી જાહેરાતો પર ગાળિયો કસાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાહેરાતઉદ્યોગ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે અને સરકારને મનોરંજનઉદ્યોગની જેમ જ આ ઉદ્યોગમાંથી પણ કરના સ્વરૂપમાં તગડી રકમ મળે છે. ટીવી પર રજૂ થતી જાહેરાત ફિલ્મોની આવકને કારણે જ સેટેલાઈટ પર ફિલ્મ રજૂ કરવાની કિંમત કરોડો થઈ ગઈ છે. ટીવી પર રજૂ થતાં કાર્યક્રમના પ્રસારણનો આર્થિ‌ક આધાર પણ આ જ છે. ભારતના વિકસી રહેલાં બજારમાં નવી બ્રાન્ડ આવી રહી છે અને તેને સ્થાપિત કરવા માટે ટેલિવિઝન પર જાહેરાત સૌથી વધુ અસરકારક છે.

ભારતની જીવલેણ ગરમીમાં ક્રિકેટની રમત ઠંડાંપીણાંની જાહેરાતના બળે જ ચાલી રહી છે. આ ક્રિકેટ તમાશો પણ હવે એટલો મોટો ઉદ્યોગ બની ગયો છે કે પાણીની અછત, વીજળીનું જરૂરિયાત કરતાં ઓછું ઉત્પાદન જેવા ગંભીર રાષ્ટ્રીય મુદ્દાઓ પણ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. એક પણ સંસદને આ મુદ્દે સવાલ પૂછવાનું યોગ્ય લાગ્યું નથી. આ ક્રિકેટ તમાશા સાથે જ તેનો સટ્ટો પણ જોડાયેલો છે, જેમાં કરોડોની લેણદેણ થઈ રહી છે અને તે કાળાં નાણાંનો સ્રોત બનેલો છે. દુનિયાના અનેક દેશોમાં ક્રિકેટ પર સટ્ટો રમાડવો કાયદેસરનું છે અને આપણે ત્યાં આમ કરવાથી સરકારની આવક તો વધશે જ, સાથે કાળાં નાણાંનો એક સ્રોત પણ બંધ થઈ જશે.

હવે મુદ્દાની વાત એ છે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ આદેશ બહાર પાડયો છે કે, દરરોજ ૧૨૦૦ જાહેરાતના સ્લોટને લગભગ પ૦૦ સુધી મર્યાદિત કરી દેવામાં આવે અને પ્રતિકલાક જાહેરાતનો સમય પણ બાર મિનિટનો કરી દેવામાં આવે. અત્યારે આ સમય ૨પ મિનિટનો છે. આ આદેશ બહાર પાડવા પાછળનો હેતુ એ છે કે આટલી બધી જાહેરાતો દર્શકના ટીવી જોવાના અનુભવને પ્રભાવિત કરે છે. જોકે, આ આદેશથી માત્ર જાહેરાતઉદ્યોગ જ નહીં પરંતુ ટીવીઉદ્યોગની આવક અને કાર્યક્રમો માટે ફાળવાયેલું બજેટ પણ પ્રભાવિત થશે. આ રીતે જે ઉદ્યોગના ત્રીસ હજાર કરોડ સુધી પહોંચવાનું અનુમાન હતું, એ ત્યાં પહોંચતું અટકી જશે. જેની આડકતરી અસર ટીવીના કાર્યક્રમો બનાવતી કંપનીઓને પણ થશે.

જાહેરાતથી દર્શક કેટલો પ્રભાવિત થાય છે? અનેક ક્ષેત્રોમાં આ પ્રભાવ જોવા મળ્યો છે. એક મોટરસાઈકલ પોતાના ક્ષેત્રમાં અંતિમ નંબરે હતી, પરંતુ લોકપ્રિય ફિલ્મસ્ટાર દ્વારા તેની જાહેરાત કરાયા બાદ તે ટોચની બિલકુલ નજીક પહોંચી ગઈ છે. એલોપથી દવાઓમાં જાહેરાત કરાયેલી વસ્તુઓના ઘટકોની તપાસ થાય છે. આયુર્વેદના નામે પ્રચારિત દવાઓના ઘટકોની તપાસ થતી નથી.

દેશમાં આંબલાની પેદાશ કરતાં તેનો બમણો ઉપયોગ એક જૂના નુસખામાં હોવાની વાત લગભગ એવી જ છે, કે જેટલો બ્લેક લેબલ દારૂ ભારતમાં વેચાય છે એટલો સ્કોટલેન્ડમાં બનતો નથી. જંગલોના વિનાશની સાથે જ જડીબુટ્ટીઓ પણ નષ્ટ થઈ ગઈ છે અને તેમના નામે માત્ર શંકાસ્પદ વસ્તુઓની જ જાહેરાત થાય છે. ટીવી પર સૌથી વધુ જાહેરાત સાફ-સફાઈની વસ્તુઓની આવે છે, પરંતુ દેશમાં ગંદકી અનેક સ્તરે ફેલાતી જઈ રહી છે.

જોકે, અત્યારે જાહેરાતઉદ્યોગમાં સર્જન કરતાં અનેક શ્રેષ્ઠ કક્ષાના લોકો સક્રિય છે અને કેટલીક જાહેરાતોમાં સામાજિક ઉદ્દેશ્ય પણ કથા ફિલ્મો કરતાં વધુ જોવા મળે છે. સાથે જ એ વાત પણ એટલી જ સાચી છે કે અનેક જાહેરાતો ભ્રામક હોય છે અને કેટલીક તો અશ્લીલ પણ હોય છે. ટેલિકોમ ઓથોરિટીએ આ મુદ્દે મૌન સેવેલું છે. બદલાતા ભારતની છબી કથાફિલ્મો કરતાં વધુ જાહેરાતોમાં જોવા મળે છે.

એ બાબતનું અનુમાન કરી શકાય નહીં કે જાહેરાતોની પ્રજા પર કેટલી અસર થાય છે, પરંતુ સામાજિક ઉદ્દેશ્ય ધરાવતી ફિલ્મોની અસર પણ ક્યાંય જોવા મળતી નથી. સમાજ આજે પણ જડ બનેલો છે. જાહેરાતો જોનારાના માનસ પર કંઈક અસર તો જરૂર છોડી જાય છે. જાહેરાતઉદ્યોગમાં કલ્પનાશીલ અને સર્જનશીલ લોકો સક્રિય છે, જેની સરખામણીમાં કથા ફિલ્મો અર્ધશિક્ષિતોના હાથમાં છે.

એકસ્ટ્રા શોટ : જાણીતા એડ ગુરુ પ્રહલાદ કક્કડે પોતાના કરિયરની શરૂઆત ૧૯૭૧માં કરી હતી.