ફેફસાંના અને બીજા કેન્સરનું જગત પર આક્રમણ

Invasion of lung and other cancers links
Aaspass

Aaspass

Feb 08, 2012, 12:19 AM IST
Aaspasઆજનું ભાગદોડવાળું જીવન અને ચારેકોરથી જંક ફૂડનો મારો હોવાથી હૃદયરોગ અને કેન્સર તેના પછી મરણનું કારણ બને છે. વર્લ્ડ કેન્સર રિસર્ચના ડૉ.. રાશેલ થોમ્પશન કહે છે કે, જો બીમારીમાં એલોપેથિક દવા લીધી હોય તેની આડ અસર પણ કેન્સર નોંતરે છે. ડૉ.. હેવલોક એલીસ નામના અમેરિકન સેક્સોલોજિસ્ટ સ્ત્રીસંગ બાબતમાં જોખમ ઉઠાવતા. તેમણે ‘ઓન લાઈફ એન્ડ સેક્સ’ નામના પુસ્તકમાં કહેલું કે ‘તમારું જીવન ગમે તેટલું ઓર્ગેનાઈઝ્ડ (શિસ્તવાળું) હોય પણ છતાં તમે જોખમ ઉઠાવો તો જ મઝા છે, અને જિંદગી તો જોખમોથી ભરેલી છે.’ યુવરાજસિંહ બહાદુર બની જલસાથી જિંદગી જીવીને ૩૦ની ઉંમરે ફેફસાંના કેન્સરને નોતર્યું છે. સાપ સાથે કામ લેનારો મદારી સાપના ડંખથી વંચિત રહી શકે નહીં. રૂસોએ પણ કહેલું કે દરેક માનવીને અશિસ્ત સાથે પણ જીવવાનો અધિકાર છે. યુવરાજસિંહનો આટલો બચાવ કરીને તેણે નોતરેલાં ફેફસાંના કેન્સર અને જગતમાં બીજા બીજા કેન્સરના પ્રસારની અને છેલ્લે તેમાંથી મુકત રહેવાની કે સાજા થવાની કે કેન્સર સાથે જીવવાની રીત બતાવવા કોશિશ કરીશ. એ પણ યાદ રહે કે ત્રણ ડઝન જેટલા ક્રિકેટરો હેલ્થની ઐસીતૈસી કરીને કેન્સરના જીવલેણ રોગને નોતરી ચૂક્યા છે. અબ્દુલ અઝીઝ નામના ૧૭ વર્ષના પાકિસ્તાની ક્રિકેટરને હાર્ટ એટેક નહોતો આવ્યો પણ પિચ પર સીધો હૃદય ઉપર જ બોલ વાગ્યો અને લગભગ રામ રમી ગયા. શ્રીલંકાનો ક્રિકેટર સ્ટેનલી ડી. સિલ્વા મોટરસાઈકલ દોડાવવા જતાં મરણને શરણ થયો. ઇયાન ફોલી નામના અંગ્રેજ ક્રિકેટરનું ફાસ્ટ બોલથી જડબું તૂટી ગયેલું. રમણ લાંબા નામનો આપણો ક્રિકેટર પણ બોલના સખત ઘા પછી ફેફસાંમાં રક્તસ્રાવ થતાં મરી ગયેલો. દક્ષિણ આફ્રિકાનો ટફટી માન નામનો ક્રિકેટર કેન્સરથી મરી ગયેલો. છ જેટલા ક્રિકેટરો ફાસ્ટ મોટરસાઈકલ ચલાવતા મર્યા છે. એક ઇંગ્લિશ ખેલાડી ક્રિકેટની પિચ ઉપર જ હાર્ટએટેકથી મરી ગયેલો. ન્યુઝીલેન્ડના ક્રિકેટર કેન વર્ડઝવર્થને ચામડીનું કેન્સર થયેલું. ભારતના મેજર જનરલ કલ્લરને મગજમાં કેન્સરની ગાંઠ થયેલી. તે પછી તેને પ્રોસ્ટેટનું કેન્સર થયું. તે તેણે એલોપથીથી થાક્યા પછી આયુર્વેદ અને બીજી ચિકિત્સાથી ‘સારું’ કર્યું છે અને જીવી ગયા છે. અહીં તમામ વૈધ્યો કે ડોક્ટરોનાં નામ લખ્યાં છે તે ૯૯ ટકા કહે છે કે કોઈ પણ જાતના કેન્સરમાં એલોપથીની આડ અસરો ઓછામાં ઓછી થાય તે માટે આયુર્વેદની દવા કે હોમિયોપથી કે મસાજ કે વૈકલ્પિક ઉપચારમાં નિસર્ગોપચાર અજમાવવો જોઈએ. ડૉ.. લીન એલ્ડરીજ કહે છે કે અમારી એલોપથીની દવા સાથે આયુર્વેદની દવા લેવી જોઈએ. ડૉ.. દીપક ચોપરા અને ડૉ.. પંકજ નરમ પણ કહે છે કે કેન્સરમાં આયુર્વેદની દવા લેવાથી આડ અસરોને નિવારી શકાય છે -ઓછી થાય છે. કેન્સરની તમામ એલોપથિક દવાઓ માણસની રોગપ્રતિકાર શક્તિ ઘટાડે છે. ડૉ.. પંકજ નરમ બહુ જ સરળ ઉપાય કહે છે. તેને કાંઈ કેન્સરની રામબાણ દવા ન કહેવાય પણ એક નિર્દોષ ઉપચાર કહેવાય. સૌપ્રથમ તો યુવરાજસિંહે આહારમાં એક ઋષિ જેવું જીવન છ મહિના જીવવું જોઈએ. છ મહિનાથી વરસ સુધી આહારમાં માત્ર દેશી મગનો સ્વાદિષ્ટ સૂપ કે બીજી મગની જ બનાવેલી વાનગી, લીલાં શાકભાજી, મેથીની ભાજી અને ઔષધમાં હળદર અડધી ચમચી, તુલસીનો રસ બે ચમચી, આદુનો રસ ૧ ચમચી રોજ મધમાં ચાટવો જોઈએ. ઔષધમાં ત્રિદોષહર ફોમ્યુંલા નામની આયુર્વેદની દવા લેવી જોઈએ. ખરેખર તો આ હળદર, તુલસી અને આદુંનો રસ શરદી, ઉધરસ અને બીજા ફેફસાંના સાદા રોગવાળા લે તોપણ રોગપ્રતિકાર શક્તિ વધે છે. મારી ભલામણ છે કે રોજ સૂર્યસ્નાન સાથે ગાયત્રી મંત્ર ભણે. ઘણાં વૈધ્યો ફેફસાંના રોગમાં રસસિંદૂર, લક્ષ્મીવિલાસ રસ, નાગગુટ્ટી, કર્પૂરાદી ચૂર્ણ વગેરે લેવાનું કહે છે પણ તે દવાઓ વૈદ્ય અશોક શેઠ કે વૈદ્ય મુકેશ પટેલ, દિવ્યજયોત આયુર્વેદ સેન્ટર વગેરેના વૈધ્યોને પૂછીને જ સારવાર કરવી. દિવ્યજયોત આયુર્વેદ સેન્ટરના વૈધ્યો કહે છે કે ધૂમ્રપાન ન કરનારાને પણ ફેફસાંનું કેન્સર થઈ શકે છે. તે માટે એસ્બેસ્ટોસનો સંસર્ગ, રેડિયેશન થેરપી, રસાયણોનો સંસર્ગ, વારસાગત કારણો પણ જવાબદાર હોય છે. માન્ચેસ્ટર યુનિ.ના બાયોમેડિકલ પ્રોફેસર રોઝાલી ડેવિડ કહે છે કે આજની ઇન્ડસ્ટ્રિયલાઈઝ્ડ સોસાયટી અથૉત્ આજનું ભાગદોડવાળું જીવન અને ચારેકોરથી રસાયણોનો અને જંક ફૂડનો મારો હોવાથી હૃદયરોગ નંબર વન અને કેન્સર તેના પછી નંબર ટુ મરણનું કારણ બને છે. વર્લ્ડ કેન્સર રિસર્ચના ડૉ.. રાશેલ થોમ્પશન કહે છે કે આજના બગડેલાં પર્યાવરણ, જંક ફૂડ, ઉજાગરા, તેમજ બીજી બીજી બીમારીમાં એલોપેથિક દવા લીધી હોય તેની આડ અસર પણ કેન્સર નોંતરે છે. આપણા દેશના સાચા આંકડા મળતા નથી. અમેરિકામાં ૨૦૦૭માં જ એક લાખ અઠ્ઠાવન હજાર લોકો યુવરાજ જેવા ફેફસાંના કેન્સરથી મર્યા છે. અમેરિકન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યુટના ૨૦૦૮ના ડેટા બહુ જાલીમ આંકડા કહે છે. એ વર્ષમાં કુલ્લે ૧૧૯૫૮૦૦૦ કેન્સરના દર્દી હતા. તેમાં પુરુષો કરતાં સ્ત્રી-કેન્સર દર્દી વધુ હતી. ૨૬.૩૨ લાખ સ્ત્રીઓને જગતભરમાં સ્તન કેન્સર હતું. પોણાચાર લાખ દર્દીને ફેફસાં અને શ્વાસનળીના કેન્સર હતાં. બે લાખ દર્દીને વૃષણના કેન્સર હતાં અને કુદરતનો કોપ જુઓ કે નાની વયના ૩.૫૩ લાખ બાળકો કેન્સરનો ભોગ બન્યાં હતાં. ‘કવોન્ટમ હિલિંગ’નામની સંસ્થાના ડૉ..મરકોલા કહે છે કે ૨૧મી સદીની મોજ માણવી હોય તો મસાલેદાર અને સ્વાદિષ્ટ ભોજનને બદલે ઊજળી કારકિર્દીમાં અને કુદરતને માણવામાં મોજ માણો. આધુનિક તમામ ખાદ્યો પેસ્ટિસાઈડઝથી ભરેલા હોય છે તેથી પ્રોસેસ્ડ ફૂડ અને પેકેજિંગવાળા નાસ્તા તેમ જ સાદી બીમારી માટે કોઈ પણ ફાર્માસ્યુટિકલ દવા ન લો. રોજ સૂર્યસ્નાન, સૂર્યનમસ્કાર અને અલબત્ત મેડિટેશન અને પ્રાર્થનામાં અચૂક સમયગાળો. આસપાસ, કાંતિ ભટ્ટ
X
Invasion of lung and other cancers links
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી