સમાન દ્રષ્ટિ રાખનાર સાચો સમાજસેવક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બીજા વિશ્વયુદ્ધની વાત છે. જર્મનીએ બેલ્જિયમને હરાવ્યા બાદ જર્મન સૈનિકોએ બેલ્જિયમના સૈનિકો સાથે અત્યંત ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કર્યો. આ બધું જોઈને બેલ્જિયમવાસીઓમાં જર્મનો પ્રત્યે ઘ્úણા પેદા થઈ. બેલ્જિયમના પ્રસિદ્ધ સમાજસેવિકા માગ્દા યૂરસ પણ જર્મનો પ્રત્યે ઘ્úણા ધરાવતાં હતા. તેઓ યુદ્ધના વિરોધી અને શાંતિ સમર્થક હતા. તેઓ દેશવાસીઓ પર જર્મનોના અત્યાચારથી અત્યંત દુખી હતા. એક દિવસ તેમણે એક ઈજાગ્રસ્ત જર્મન સૈનિકને જોયો. યૂરસને તેના પર દયા આવી, પરંતુ તે એક નાઝી છે. તે આવી જ રીતે મરવો જોઈએ તેમ વિચારીને તે આગળ વધી ગયા. પરંતુ તેમનું મન ઈજાગ્રસ્ત સૈનિકમાં અટકી ગયું. તેમને એવું લાગ્યું માનવતાની દ્રષ્ટિએ ઈજાગ્રસ્ત મનુષ્યની મદદ કરવી જોઈએ. અંતે કરુણાએ ઘૃણા પર વિજય મેળવ્યો. તેઓ જર્મન સૈનિક પાસે પાછા ફર્યા અને તેની સારવારમાં લાગી ગયા. પીડિત માનવીની સેવા માટે મિત્ર-શત્રુ, જાતિ-વીજાતિનો ભેદ કરવો જોઈએ નહીં.સમાન દ્રષ્ટિ રાખનાર જ સાચો સમાજસેવક હોય છે.