ઉદાર મન આત્મિય સુખ આપે છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘણા સમય પહેલાંની વાત છે. એક નગરમાં વિજય અને મોહન નામના બે મિત્રો રહેતા હતા. બંને સાથે મળીને વેપાર કરતા હતા. એક દિવસ કોઈ વાતે બંને વચ્ચે ઝઘડો થયો. મોહને ગુસ્સામાં કહ્યું, ‘ગધેડા, તારી અક્કલ ઘાસ ચરવા ગઈ હતી તે તને મારી વાત ખબર નથી પડતી? વિજયે પણ ગરમ થતાં કહ્યું, ‘તંે મારા પિતાને ગાળ દીધી.’ તેણે કટારથી મોહન પર હુમલો કર્યો. મોહનનો ઘા તો કેટલાક દિવસમાં ભરાઈ ગયો. તેને પોતાની ભૂલ સમજાઈ, પરંતુ વિજય આ ભૂલી શક્યો નહીં. તેણે પોતાનો વેપાર અલગ કરી દીધો. એક દિવસ મોહને વિજયના ઘરે જઈ કહ્યું, ‘ભાઈ ભૂતકાળ ભૂલી જા, તું પણ તારું મન સાફ કરી નાંખ.’ વિજયે કહ્યું હથિયારનો ઘા તો ભરાઈ જાય છે, પરંતુ વાણીનો ઘા ક્યારેય ભરાતો નથી. મોહનનાં આંસુ જોઈને વિજય પણ પીગળી ગયો. હકીકતમાં ઘા હથિયારનો હોય કે વાતનો તે અસાધ્ય તો અંતર-મનનાં ઝેરથી બને છે. મન ઉદાર બનાવી બધાં જ વેર-ઝેર ભૂલાવી દેવાય તો આત્મિક સુખ મળે છે.