પડીને ફરીથી બેઠો થઈ જાય એ જ ખરો ચેમ્પિયન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્ટોરી 1: તેનું એક માત્ર પેશન છે ટીવી પર યુદ્ધ વિમાનને ઉડતા જોવા, દુશ્મનો પર બોમ્બ ફેંકવા અને તેનો અવાજ કેવો આવે છે તે જોવું. 24 વર્ષના મોહમ્મદ રિયાત અલી દેશ માટે યુદ્ધ વિમાન બનાવવા માંગે છે. કોઇ વિશે તમે કંઇ નહી શકો, કેમ કે ધનબાદના આ મોટર વાઇન્ડરે રિમોટ કંટ્રોલથી સંચાલિત યુદ્ધ જેટ મૉડલ બનાવી લીધું છે, જે 600 ફીટની ઊંચાઇ પર અડધો કલાક ઊડે છે. તમે વિચારશો કે આ બાળકોનું ધ્યાન ખેંચનાર કોઇ રમકડું છે તો 100 ટકા ખોટા છો.

 

કેમ કે તેના આ મોડલે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ માઇનિંગ એન્ડ ફ્યૂલ રિસર્ચના વૈજ્ઞાનિકોનું પણ ધ્યાન ખેંચ્યુ છે અને તેઓના દ્વારા અલીને સંસ્થાના ડાયરેક્ટર પ્રદીપ કુમાર સિંહની સામે પોતાનું મોડલ પ્રદર્શિત કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેના 973 ગ્રામના જેટ વિમાનનું પ્રદર્શન જોઇને ડાયરેક્ટર તેમાં કરવામાં આવેલા કેટલાક મિકેનિકલ બદલાવ જોવા માંગે છે, જેમાં એક વર્ષ સુધીનો સમય અને 50 હજાર રૂપિયા લેશે. આજે જ્યાં છે ત્યાં પહોંચવા માટે તેમણે ઘણી મોટર્સ બાળી છે. 12મા ધોરણની પરીક્ષા પાસ ન કરનાર આ યંગસ્ટર્સે નિશ્વિત રૂપથી પોતાના કરિયરના એક્સીલરેટર પર પગ મૂકી દીધો છે.

 


સ્ટોરી 2: પૂણેના મુક્તાંગણ રિહેબિલિટેશન સેન્ટરમાં રહેતો 42 વર્ષીય રાહુલ જાદવ ‘સત્યા’ ફિલ્મમાં મનોજ બાજપાઇ દ્વારા પ્લે કરવામાં આવેલું પાત્ર ‘ભિખુ’ના નામથી ઓળખાય છે. રાહુલ એક હિટમેન છે અને તેના વિરુદ્ધ ઘણા કેસ ચાલી રહ્યા છે, એટલા માટે પોલીસથી ભાગતો ફરે છે. તેના કાઉન્સિલર હબીબા જેઠા દ્વારા પૂણેમાં થનાર 10 કિલોમીટરની મેરોથોનમાં તેની ભાગીદારીની વ્યવસ્થા કરવામાં આવી.

 

 

તેણે ત્યાં પૂરે-પૂરું ધ્યાન લગાવ્યું અને સફળતા પણ મળી. તેણે આ મેરેથોન 55 મિનિટમાં પૂરી કરી અને પોતાની જિંદગીમાં પ્રથમવાર અનુભવ્યું કે તેણે કંઇક હાંસલ કર્યું છે. આવી રીતે શરૂઆત થઈ. આજે રાહુલ નાની-મોટી જોબ કરીને લોકોનો વિશ્વાસ જીતીને રિહેબિલિટેશન સેન્ટરની બહાર પોતાની લાઇફ એડજસ્ટ કરવામાં લાગ્યો છે. હવે તે નાની ચોકલેટ કંપનીનો સેલ્સમેન છે.

 

નોકરી મેળવતા પહેલા તેના માલિકોની સામે પોતાની આખી લાઇફ ખુલ્લી કરીને મૂકી દીધી હતી અને ચેતવ્યા પણ ખરા. આ બધી બાબતોને અવોઇડ કરીને તેના બૉસે કહ્યું કે તે કંપનીમાં જોબ કરી શકે છે. આજે રાહુલને લાગે છે કે તે પણ સામાન્ય કર્મચારીઓમાંથી એક છે.ફંડા એ છે કે, વિજેતા ચેમ્પિયન નથી હોતા પણ એ હોય છે જે નિષ્ફળતા બાદ પણ ઊભા થઇને ફરી દોડવા લાગે છે.

અન્ય સમાચારો પણ છે...