જૂની માહિતી ક્યારેય જૂની નથી થતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષો પહેલાં હું મારા પિતાની સાથે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ગયો, તો તેમણે મને એક પટિયું બતાવ્યું જેના પર ત્રણ શબ્દો લખ્યા હતા, ‘સર અર્નેસ્ટ જેક્સન’. તેમણે એક નાની પણ, મહત્ત્વની જાણકારી શેર કરી. બ્રિટિશ શાસન દરમિયાન સર અર્નેસ્ટ જેકસનનું ભારતીય રેલવે સાથે 30 વર્ષનો સંબંધ રહ્યો. તેઓ ત્યારે ‘ધ એજન્ટ’ નામે ઓળખાતા હોદ્દા પર હતા.

 

તેમના વિઝનનું પરિણામ છે, મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનુ. 3 જૂન 1918ના રોજ તેમને લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં નાઈટહૂડનો ખિતાબ અપાયો. ચાર્ટડ એકાઉન્ટન્ટની ડિગ્રી ધરાવતા સર જેકસન 1900માં લંડનથી ભારત આવ્યા અને ઈસ્ટ ઈન્ડિયા રેલવેમાં આસિસ્ટન્ટ ઓડિટર બની ગયા. તેમના નેતૃત્વમાં 1904માં કલકત્તા પોર્ટ ટ્રસ્ટમાં દેશની પહેલી ક્રેડિટ-ઓપરેટિવ સોસાયટીની રચના કરવામાં આવી છે. પહેલા પોર્ટ ટ્રસ્ટના કારીગરો માટે અને પછી રેલકર્મીઓ માટે જેને ‘જેકસન કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી’ કહેવાઈ.

 

મારા પિતાએ ગર્વથી કહ્યું હતું, ‘હું પણ તેનો સભ્ય છું’. થોડાં વર્ષ પછી મને સમજાયું કે, આ સોસાયટીએ હજારો રેલ કર્મચારીઓને 1912થી શાહુકારોના જાળમાં ફસાતા બચાવ્યા છે. મેડિકલ ઈમરજન્સી, બાળકોની શિક્ષા અને લગ્ન જેવાં મહત્ત્વનાં કામ માટે ભારતીય પરિવારોને પૈસાની જરૂર રહેતી. જેક્સને કર્મચારીઓ માટે ઓછા વ્યાજદરવાળી મની લેડિંગ સર્વિસ અને કો-ઓપરેટિવ સોસાયટી શરૂ કરી, જેના આજે પણ 1.30 લાખ સભ્ય છે.

 

2018 સુધી મને ખબર નહોતી કે આવી મહત્ત્વની જાણકારી બિઝનેસ પણ બની શકે છે, જ્યાં સુધી હું ‘ધ લિજન્ડ્સ ઓફ બોમ્બે બાર્ડ્સ’ નામની કંપનીથી વાકેફ નહોતો. યાત્રા કરવા અને વાર્તા કહેવાનું ઝનૂન રાખનારા 30 વર્ષના બે એન્જિનયર પ્રિયાંક દેશમુખ અને યોગેશ ચાંદે મુંબઈમાં અડધી રાતે સાઇકલિંગ ટૂર કરાવે છે. 12 કિલોમીટરની આ યાત્રામાં જે જગ્યાથી તે પસાર થતા ત્યાંનું રિસર્ચ કરીને તેના ઇતિહાસ વિશે માહિતી આપતા જાય છે. છેલ્લા 20 દિવસમાં તેમણે એવી ત્રણ ટૂર કરી છે.

 

જે રાતે 10 વાગ્યે શરૂ થાય છે અને અડધી રાત પછી 1 વાગ્યે ખત્મ થાય છે. સામાન્ય રીતે વીકેન્ડ તથા રજાઓના એક દિવસ પહેલાં આયોજિત કરવામાં આવે છે. તે ભાગ લેનારાઓને સાઇકલ આપે છે અને જો ભાગ લેનાર ઇચ્છે, તો પોતાની સાઇકલ પણ લાવી શકે છે. આ ટૂરમાં તે ઓછામાં ઓછી છ વખત ઇતિહાસ પર ચર્ચા થઈ શકે છે. 
ફંડા એ છે કે, જૂની જાણકારીઓ ક્યારેય જૂની થતી નથી. વધારે સમૃદ્ધ રીતે વાર્તાશૈલીમાં કહેવાથી ચોક્કસ તેમાં રસ પડશે જ.

અન્ય સમાચારો પણ છે...