વલ્લભવિદ્યાનગર / સવારે હસતા રમતા સ્કૂલે ગયેલા દીકરાનો મૃતદેહ આવતા પરિવાર સ્તબ્ધ, પિતા 14 વર્ષથી લકવાગ્રસ્ત

એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ

  • સુયોગ કરમસદની સરસ્વતી સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો
  • 25 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પરેડમા રિહર્સલ માટે સ્કૂલ ગયો હતો
  • રિહર્સલ કરતી વખતે અચાનક હૃદયરોગનો હુમલો થતા મોત નિપજ્યું
  • પિતા લકવાગ્રસ્ત હોવાથી સુયોગના કાકા પરિવારનું ગુજરાન ચલાવતા હતા

Divyabhaskar.com

Jan 28, 2020, 03:13 PM IST

વલ્લભવિદ્યાનગર: કરમસદની સરસ્વતી સ્કૂલમાં ધોરણ 9મા અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હદયરોગનો હુમલો થતા તેનું મોત નિપજ્યું હતું. વિદ્યાર્થી 25 તારીખે પ્રજાસત્તાક પરેડનું રિહર્સલ માટે સ્કૂલ ગયો હતો. રિહર્સલ કરતી વખતે અચાનક ચક્કર આવી જતા તે જમીન પર પડી ગયો હતો. શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓએ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે તપાસ બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોસ્ટ મોર્ટમમાં મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનું બહાર આવ્યું છે.

સુયોગ ભણવામાં ખૂબજ હોશિયાર હતો

વલ્લભવિદ્યાનગરમાં એક મધ્યમવર્ગનો સોની પરિવાર રહે છે. પરિવારના મોભી મનીષભાઇ સોની છેલ્લા 14 વર્ષથી લકવાગ્રસ્ત અવસ્થામાં છે. પત્ની, પુત્રી તેમજ પુત્રનું ગુજરાન મનીષભાઇના નાના ભાઇ પ્રકાશભાઇ ચલાવે છે. સુયોગ પરિવારનો એકનો એક પુત્ર હતો અને ભણવામાં ખૂબજ હોશિયાર હતો. સુયોગ હંમેશા પરીક્ષામાં સારા ગુણે પાસ થતો હતો. સુયોગને ભણવાની સાથે ક્રિકેટ સહિતના ખેલમાં પણ વધારે રુચી હતી. તે ભવિષ્યમાં અવકાશવિજ્ઞાન ક્ષેત્રમાં આગળ વધવા માંગતો હતો. જોકે કુદરતની સામે બધા લાચાર છે. 25 તારીખના રોજ ઘરેથી સ્કૂલે ગયેલો સુયોગ જીવતો પરત ન આવ્યો. પોતાના એકના એક પુત્રના મોતના સમાચાર સાંભળી પરિવારમાં જાણે આભ ફાટી નિકળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

પુત્રની આંખનું દાન કરી અન્યને નવજીવન આપ્યું
સુયોગના મોતના સમાચારથી આજે પરિવારમાં આઘાતમાં છે. માતા અને બહેન વિશ્વાસ જ નથી કરી શકતા કે સુયોગ તેમની વચ્ચે નથી. જોકે આવા માહોલ વચ્ચે પણ પરિવારે માનવાત દખાવી હતી. પરિવાર સુયોગના મોત બાદ તેની આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારે કરમસદ મેડીકલમાં આંખનું દાન કર્યું છે. આમ પરિવારે પોતાના લાડકા થતી અન્યને નવજીવન આપ્યું છે.

સુયોગના ભણતર માટે કાકા તનતોડ મહેનત કરતા હતા
સુયોગના પિતા લકવાગ્રસ્ત હોવાથી ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. જોકે સુયોગના કાકા પ્રકાશભાઇએ પરિવારની સમગ્ર જવાબદારી પોતાના માથે લઇ લીધી હતી. સુયોગને ભણવામાં ખૂબ જ રસ હતો. જેથી તેના કાકા દિવસરાત મહેનત કરી સુયોગના ભણતરને લખતો તમામ ખર્ચ પુરો પાડતા હતા. જોકે પરિવારે સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે હસતા રમતા સ્કૂલે ગયેલા પુત્રનો મૃતદેહ પરત આવશે.

સ્કૂલમાં બનેલી ઘટનાની જાણ થતા કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા
બેભાન થયેલા સુયોગને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ બચાવવાનો ઘણા પ્રયત્નો કર્યા હતા. જોકે સુયોગ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ થઇ ગયું હતું. ઘટનાની જાણ થતા પરિવારને સાત્વના આપવા માટે કલેક્ટર આર.જી.ગોહિલ તેમજ ડીડીઓ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કલેક્ટરે સુયોગના મોત પર શોકની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે સ્કૂલમાં 26 જાન્યુઆરીનો પ્રજાસત્તા દિવસ શોકના દિવસમાં ફેલાઇ ગયો હતો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી