સારું ચોમાસું / હવે ઉનાળામાં પાણીનો કકળાટ નહીં રહે, ગુજરાતના 204 ડેમમાં 95.58% જળસંગ્રહ, 122 ડેમ સંપૂર્ણ છલકાયા

95 percent water storage in 204 dams in Gujarat, 122 dams full

  • મધ્ય અને દક્ષિણ ગુજરાતના ડેમો 100 ટકા સુધી ભરાયા
  • સરદાર સરોવર ડેમમાં 98.57 ટકા પાણીનો સંગ્રહ થયો

Divyabhaskar.com

Oct 14, 2019, 10:35 AM IST

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 142 ટકા વરસાદ વરસ્યા બાદ હવે ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું છે. આંકડા મુજબ ગુજરાતના 204 ડેમોમાં 95.58 ટકા જળસંગ્રહ થયો છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 98.57 ટકા પાણીનો સંગ્રહ થયો છે. 204માંથી 122 ડેમો સંપૂર્ણ છલકાયા છે. ડેમોમાં પાણીની સારી આવકથી ગુજરાતમાં ઉનાળામાં પાણીનો કકળાટ નહિં રહે.

સૌરાષ્ટ્રના 139 ડેમોમાં 93.22 ટકા જળસંગ્રહ
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું આશીર્વાદરૂપ સાબિત થયું છે. ઝોન મુજબ સૌરાષ્ટ્રના 139 ડેમોમાં 93.22 ટકા, કચ્છના 20 ડેમોમાં 76.31 ટકા, ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 77 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 100 ટકા અને મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 100ટકા જળસંગ્રહ થયો છે.

X
95 percent water storage in 204 dams in Gujarat, 122 dams full

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી