તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનો કહેર:દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવના 9 કેસ નોંધાયા

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ બે અને બારિયાના સાત કેસ

દાહોદ શહેર અને દે. બારિયામાં કોરોના પોઝિટિવના વધુ નવ કેસ પ્રકાશમાં આવ્યા હતાં. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી આ કેસોની સંખ્યા 1727 ઉપર પહોંચી છે. જોકે, તેની સાથે લોકો સ્વસ્થ પણ થતાં હાલમાં 67 જ બચી છે.દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોનાનો પ્રકોપ ઓછો થતાં પ્રજાએ રાહત અનુભવી છે. સ્થિતિ સામાન્ય થતાં જિલ્લામાં રવિવારે દુકાનો ખોલવાની છુટ પણ આપી દેવાઇ છે.

રવિવારના રોજ જિલ્લામાં નવ કેસ પ્રકાશમાં આવ્યા હતાં. જેમાં બે કેસ દાહોદ શહેરના અને સાત કેસ દેવગઢ બારિયાના હોવાનું જાણવા મળ્યુ હતું. અત્યાર સુધી જિલ્લાના શહેરી વિસ્તારોમાં જ સૌથી વધુ કેસો જોવા મળ્યા છે. રવિવારના રોજ 11 લોકો સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી હતી ત્યારે હાલમાં જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા માત્ર 67 જ બચી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો