તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:કમાટીબાગ ઝુમાં દિવાળીમાં 8956 સહેલાણી આવ્યા

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

7 મહિને કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયના દરવાજા ખુલ્યા છે ત્યારે કોરોનાના ભય વચ્ચે દિવાળી ના પર્વમાં 8956 સહેલાણીઓ આવ્યા હતા કે જે ગત વર્ષ કરતા 17 હજાર ઓછા છે.સાત મહિના સુધી બંધ રાખ્યા બાદ કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયને ધનતેરસથી ખોલવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ પ્રાણી સંગ્રહાલય ખોલતા તા.13ના રોજ પ્રથમ દિવસે સવારે પ્રથમ બે કલાકમાં 18 સહેલાણીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અને સાંજે દોઢ કલાકમાં 84 લોકો આવ્યા હતા.આ વખતે પ્રાણી સંગ્રહાલય સવારે 2 કલાક અને સાંજે 1.5 કલાક મર્યાદિત સમય સુધી ખોલવાનું નક્કી કર્યું છે. કોરોનાની મહામારી ન હતી ત્યારે સામાન્ય દિવસોમાં ઝુ 6થી 8 કલાક ખુલ્લું રહેતું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો