તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડતાલ:26મીએકચ્છના 800 સરકારી બેંક કર્મચારીઓ હડતાલ કરશે, પડતર પ્રશ્નોનો નીવેડો ન આવતા લેવાયો નિર્ણય

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ગ 3 અને 4ના કર્મીઓ કામકાજથી અળગા રહેશે

સરકારી બેંકોમાં ફરજ બજાવતા કર્મચારીઓની વિવિધ માગણી ન સંતોષાતા તા.26/11, ગુરુવારના કચ્છના વર્ગ 3, 4ના કર્મચારીઓ હડતાલ પર ઉતરશે, જેના પગલે બેંકિંગ વ્યવહાર ખોરવાશે.બેંકોના ખાનગીકરણ પર રોક, જાહેર ક્ષેત્રની બેંકોને મજબૂત બનાવવી, લોન ડિફોલ્ટરો સામે કડક કાર્યવાહી, બેંક થાપણો પર વ્યાજ દરમાં વધારો, નિયમિત બેંકિંગ નોકરીઓના આઉટ સોર્સિંગ પર રોક, બેંકમાં પૂરતા સ્ટાફની ભરતી કરવી, બેંક કર્મચારીઓમાટે નવી પેન્શન યોજનાનો ભંગ સહિત અનેક પ્રશ્નો લાંબા સમયથી પડતર છે,

જેના નિરાકરણ માટે વખતો વખત રજૂઆતો પણ કરાઇ છે તેમ છતાં તેનો નીવેડો ન આવતાં નેશનલ ટ્રેડ યુનિયન, ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિયેશન દ્વારા આગામી ગુરુવારના કામગીરીથી અળગા રહી હડતાલ પર ઉતરવાનો એલાન કરાયો છે, જેમાં કચ્છના 800 જેટલા વર્ગ 3 અને 4ના કર્મચારીઓ જોડાશેએમ કચ્છ જિલ્લા બેંક યુનિયનના જનરલ સેક્રેટરી અશોક અશોક ભટ્ટે જણાવ્યું હતું.અત્રે નોંધનીય છે કે, કલેકરીક એટલે વર્ગ 3 તેમજ 4ના કર્મચારીઓનીએક દિવસીય હડતાલના પગલે કચ્છની બેંકોમાં કરોડોના વ્યવહારો ખોરવાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો