મહાભારત નીતિ / ધરતી પર સારું જ્ઞાન કે શિક્ષણ જ સ્વર્ગ છે અને ખરાબ આદતો કે અજ્ઞાન નરક છે

8 policies of Mahabharata, which help overcome all kinds of harassment

ddivyabhaskar.com

May 10, 2019, 01:45 PM IST

> મહાભારતની 8 નીતિઓ, જે દરેક પ્રકારની પરેશાનીઓ દૂર કરવામાં મદદ કરે છે

ધર્મ ડેસ્ક- મહાભારતના 18 પર્વોમાં ધર્મનું પાલન કરવા માટે જ્ઞાનની વાતો અને નીતિઓ જણાવામાં આવી છે. જેને જીવનમાં ઊતારીને માણસ પોતાના જીવનસ્તરને સુધારી શકે છે. તો મહાભારતની આ જ્ઞાનની વાતો કોઈપણ માણસને પરેશાનીઓને ઉકેલવાની રીત બતાવે છે. આ 8 નીતિઓમાં લાલચ, સત્ય, પાપ, પુણ્ય અને કર્તવ્યો વિશે જણાવ્યું છે.

આ છે એ મહાભરતમાં બતાવેલી નીતિઓ-

> ધર્મમાં આસ્થા ન ધરાવતા અને સજ્જન કે જ્ઞાની લોકોનો મજાક ઉડાવનારાનો વિનાશ ખૂબ જ જલદી થઈ જાય છે. (મહાભારત, વનપર્વ)

> ખોટું બોલવું કે ખોટાનો સાથ આપવો તે એવું અજ્ઞાન છે, જેમાં ડૂબેલાં લોકો ક્યારેય સાચા જ્ઞાન કે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી.(મહાભારત, શાંતિપર્વ)

> ધરતી પર સારું જ્ઞાન કે શિક્ષણ જ સ્વર્ગ છે અને ખરાબ આદતો કે અજ્ઞાન જ નરક છે. (મહાભારત, શાંતિપર્વ)

> મોહ અને લાલચથી મનુષ્યને મૃત્યુ અને સત્યથી લાંબી ઉંમર અને સુખી જીવન પ્રાપ્ત થાય છે. (મહાભારત, શાંતિપર્વ)

> જે કામ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય કે બીજાનું ભલું થાય તે કામ કરવામાં મોડું ન કરવું જોઈએ. જે પળે એ કામ કરવાનો વિચાર આવે, તે પળે જ તેને શરૂ કરી દેવું જોઈએ.(મહાભારત, શાંતિપર્વ)

> પુણ્ય કર્મ જરૂર કરવું જોઈએ, પરંતુ તેનો દેખાડો ન બિલકુલ ન કરવો. જે મનુષ્ય લોકોની વચ્ચે પ્રશંસા પ્રાપ્ત કરવા માટે કે દેખાડો કરવાના હેતુથી પુણ્ય કાર્ય કરે છે, તેને તેનું શુભ ફળ ક્યારેય મળતું નથી.(મહાભારત, અનુશાસનપર્વ)

> બધા લોકોની સાથે એક-સરખો વ્યવહાર કરનાર અને બીજાની પ્રત્યે મનમાં દયા અને પ્રેમની ભાવના રાખનાર માણસ જીવનમાં બધા સુખ પ્રાપ્ત કરે છે.(મહાભારત, વનપર્વ)

> પોતાના મન અને ઈન્દ્રિયોને વશમાં રાખનાર મનુષ્યને જીવનમાં કોઈપણ પ્રકારે કષ્ટનો સામનો કરવો પડતો નથી . એવા માણસને મનમાં બીજાનું ધન જોઈને પણ ઈર્ષા ભાવના જાગતી નથી. (મહાભારત, વનપર્વ)

X
8 policies of Mahabharata, which help overcome all kinds of harassment

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી