હરિયાણા /  8 મહિના બાદ IAS અશોક ખેમકાની 52મી ટ્રાન્સફર, હવે પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ મોકલવામાં આવ્યા

8 months later 52nd transfer of IAS Ashok Khemka, now sent to archeology and museum department

  • અશોક ખેમકા 1991 બેચના IAS અધિકારી છે, 28 વર્ષની નોકરીમાં 52મી બદલી થઇ
  • ભાજપ પહેલા હુડ્ડાની કોંગ્રેસ સરકારમાં પણ તેમની 22 વખત ટ્રાન્સફર થઇ હતી

Divyabhaskar.com

Nov 27, 2019, 04:39 PM IST

ચંડીગઢ: હરિયાણાના સિનિયર IAS અશોક ખેમકાની 52મી બદલી કરવામાં આવી છે. તેમને અભિલેખાગાર, પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગમાં પ્રમુખ સચિવ બનાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના પ્રમુખ સચિવ પદે કાર્યરત હતા. આ બદલી 8 મહિના બાદ થઇ છે. 1991ની બેચના અશોક ખેમકાની આ પહેલા માર્ચ 2019માં બદલી થઇ હતી.

અભિલેખાગાર વિભાગ ભાજપના રાજ્યમંત્રી કમલેશ ઢાંડા પાસે જ્યારે પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ જજપાના રાજ્યમંત્રી અનૂપ ધાનક પાસે છે. લાંબા સમયથી ખેમકાને કોઇ મોટા વિભાગની જવાબદારી સોંપવામાં આવી નથી.

હુડ્ડા સરકારમાં ખેમકાની 22 વખત બદલી થઇ
ભાજપ પહેલા કોંગ્રેસની હુડ્ડા સરકારમાં પણ ખેમકાની 22 વખત બદલી થઇ હતી. તેઓ જે કોઇ પણ વિભાગમાં જાય છે, ત્યાં કૌભાંડના કેસ સામે લાવે છે. રમતગમત વિભાગ પહેલા તેમણે સમાજ કલ્યાણ વિભાગમાં પણ ગોટાળાની આશંકા પર 3 લાખથી વધારે વડીલોનું પેન્શન રોકી દીધું હતું. આ પહેલા બીજ વિકાસ નિગમમાં પણ કૌભાંડ પકડ્યું હતું. ભાજપ સરકારના પહેલા અને બીજા કાર્યકાળમાં ખેમકાની આ 7મી ટ્રાન્સફર છે. રમતગમત મંત્રી અનિલ વિજે તેમને રમતગમત વિભાગમાં લીધા હતા.

નંબરના લીધે થયો વિવાદ
રમતગમત વિભાગમાં ખેમકાના એસીઆર(એન્યુઅળ કોન્ફિડેન્શીયલ રિપોર્ટ)માં નંબરને લઇને વિવાદ થયો હતો. ખેમકાના એસીઆરમાં મુખ્ય સચિવે તેમને 10માંથી 8.22 અંક આપ્યા હતા જ્યારે મંત્રી અનિલ વિજે તેને વધારીને 9.92 કરી દીધા હતા. એમ પણ લખ્યું હતું કે ખેમકા એક મહેનતુ અને ઇમાનદાર અધિકારી છે. જોકે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે એસીઆરમાં 9 અંક કરવા સાથે મંત્રી અનિલ વિજની ટિપ્પણનીને અતિશયોક્તિ ગણાવી હતી. આ મામલાને લઇને ખેમકા હાઇકોર્ટ પહોંચ્યા હતા.

અરાવલીમાં જમીન એકત્રીકરણને રોક્યું હતું
ખેમકાએ ખેતીની જમીનની જેમ અરાવલી વિસ્તારમાં જમીન એકત્રીકરણને રોક્યું હતું. 2012માં ખેમકા કોન્સોલિડેશન ઓફ હોલ્ડિંગ્સ ડિપાર્ટમેન્ટના નિદેશક બન્યા હતા. ત્યારે તેમણે એક આદેશ જાહેર કરીને અરાવલી વિસ્તારમાં એકત્રીકરણના પહેલાના આદેશોને રદ્દ કરી દીધા હતા. ફરીદાબાદના કોટમાં 3100 એકરથી વધારે જમીનનું એકત્રીકરણ થઇ રહ્યું હતું જેમાં મોટાભાગનો હિસ્સો અરાવલીની જમીનનો હતો. ખેમકાએ તેના પર વાંધો ઉઠાવ્યો હતો જેને બાદમાં બદલીનું કારણ માનવામાં આવ્યું હતું.

રોબર્ડ વાડ્રાની કંપનીથી જોડાયેલી ડીલને રદ્દ કરી હતી
કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન 2012માં ખેમકાએ રોબર્ડ વાડ્રાની કંપનીના DLF કંપની સાથે થયેલા એક જમીન સોદાને રદ્દ કરી દીધો હતો. આ મામલામાં આરોપ હતો કે વાડ્રાને સસતા ભાવે જમીન આપવામા આવી અને તેમણે મોંઘા ભાવે DLFને જમીન વેચી હતી.

X
8 months later 52nd transfer of IAS Ashok Khemka, now sent to archeology and museum department
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી