તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • 8 Members Including Morbi Palika President Wore Saffron Scarf, MLA, Taluka And District Panchayat President Left The Party Earlier

ચૂંટણી:મોરબી પાલિકા પ્રમુખ સહિત 8 સભ્યએ કેસરિયો ખેસ પહેર્યો, ધારાસભ્ય, તાલુકા અને જિલ્લા પંચાયત પ્રમુખે અગાઉ પક્ષ છોડ્યો

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણીમાં હવે મતદાનને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. મોરબીમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુ આપ્યું ત્યારે મોવડી મંડળને સ્થાનિક આગેવાનોએ એવો ભરોસો આપ્યો હતો કે માત્ર ધારાસભ્યે જ પક્ષ પલટો કર્યો છે અને પેટા ચૂંટણીમાં ભાજપ અને પક્ષ પલટા કરનાર સામે મજબૂત લડાઈ લડશે. જો કે જેમ જેમ દિવસ ગયા તેમ તેમ કોંગ્રેસમાં ભંગાણનો દૌર શરૂ થઇ ગયો હતો. સૌ પ્રથમ તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજ પાચોટીયા અને તેના સાથી મિત્રો એ ભાજપનો સાથ આપવાનું નક્કી કરી પક્ષ પલટો કર્યો, હજુ તે બાકી હોય તેમ તાજેતરમાં જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાએ તેના સાથી કાર્યકરો તેમજ પાલિકાના બે કાઉન્સીલર ભાજપમાં ભળ્યા હતા તેઓની સાથે સાથે પાલિકા પ્રમુખ કેતન વિલપરા પણ જોડાયા છે તેવા મેસેજ ફરતા થઇ ગયા હતા. જો કે જે તે સમયે ભાજપમાં ભળવાને બદલે આજે તે પાલિકાના 8 કાઉન્સીલરને સાથે લઈ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. પાલિકા પ્રમુખ દ્વારા સ્થાનિક સંગઠનના હોદેદારો સામે જૂથવાદ કરવાનો આક્ષેપ મુક્યો હતો.

પાલિકા પ્રમુખ 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ

મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરા પાલિકાના 8 કાઉન્સિલર સાથે ભાજપમાં ભળી ગયા હતા. આ અંગે પ્રદેશ મોવડી મંડળ લાલઘૂમ થઈ ગયું હતું.ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આદેશથી અને પાલિકા પ્રમુખને વિધાનસભા ચૂંટણી સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસ માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો