તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:139 દિવસ પછી 8 મોત, નવા 318 કેસ, ઈસ્કોન પ્લેટિનમમાં 80ને ચેપ

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પશ્ચિમના કેટલાક વિસ્તાર, પૂર્વના મણિનગરમાં સંક્રમણ વધ્યું

શહેરમાં કોરોનાના નવા 318 કેસ નોંધાયા છે. જ્યારે 8 દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લે 5 જુલાઈએ 8 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. જે પછી 139 દિવસ બાદ ફરી મૃત્યુઆંક વધ્યો છે. કેસ વધવાની સાથે માઈક્રો કન્ટેઈનમેન્ટની સંખ્યામાં પણ વધારો થયો છે.

રવિવારે નવા 22 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. જેમાં બોપલના ઈસ્કોન પ્લેટિનમના 16 બ્લોકમાં અંદાજે 80 જેટલા કેસ નોંધાતા 2થી 4 જેટલા ફ્લોર આખે આખા કન્ટેઈનમેન્ટમાં મૂકી દેવામાં આવ્યા છે. 1150 જેટલા લોકો અને 304 ઘરોને માઈક્રો કન્ટેઈનમેન્ટ કરાયા છે. આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ ઝોનના રત્નદીપ ટાવર, ભૂયંગદેવ સોસાયટી તેમજ સાઉથ બોપલમાં સ્વાતિ ફ્લોરેન્સના 3 બ્લોક કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં 23 કેસ નોંધાયા હતા.

કોરોનાથી એક પોલીસકર્મીના પરિવારના 3 સભ્યના મોત, 13 પોલીસને પણ ચેપ લાગ્યો
ચાંદખેડા વૃંદાવન ડુપ્લેક્સમાં રહેતા અને ટ્રાફિક-બી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ધવલ રાવલના માતા-પિતા અને ભાઇ એમ,ત્રણેયના કોરોનાને કારણે મૃત્યુ થયાં છે. ધવલના પિતા અનિલભાઈ,માતા નયનાબેન અને ભાઇ ચિરાગ ત્રણેય કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જ્યાં તબક્કાવાર રીતે ત્રણેયના મૃત્યુ નિપજ્યા હતા. 57 કલાકના કર્ફ્યૂનો અમલ કરાવતાં 13 પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત થયા છે. આ સાથે હાલમાં કુલ 47 પોલીસ કર્મચારી-અધિકારી સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 5 સાજા થયા છે.

ઈસ્કોન પ્લેટિનમના 16 બ્લોકમાં કન્ટેઈનમેન્ટ

 • નિકેતા એપાર્ટમેન્ટ,બ્લોક ડી, મણિનગર
 • આવકાર એપાર્ટ., મણિનગર
 • શુકન એવન્યુ, મણિનગર
 • કામનાથ સોસાયટી, મણિનગર
 • મનોકામના ટેનામેન્ટ, બી-54થી બી-65, ઈસનપુર
 • મિલનપાર્ક સોસા., મણિનગર
 • શ્રી હરિ રેસિડેન્સી, બ્લોક-એ, નારોલ
 • પિકનિક પાર્ક, 121-140, વટવા
 • ગંગેશ્વર સોસાયટી 1થી5, મણિનગર
 • પલક-2, એ બ્લોક, જોધપુર
 • સ્વાતિ ફ્લોરેન્સ, સાઉથ બોપલ
 • કુત્બી મંઝિલ, રાયખડ
 • ધરતી વિલા, વસ્ત્રાલ
 • અનંત સોસાયટી, રાજપુર
 • પરિસ્કર-2, આઈ બ્લોક, અમરાઈવાડી
 • આદિત્ય એપાર્ટમેન્ટ, બી બ્લોક, પાલડી
 • ઈસ્કોન પ્લેટિનમ, બોપલ
 • નિર્માણ કોમ્પ્લેક્સ, ચાંદલોડિયા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો