તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પાકની નાપાક હરકત:8 બોટ, 45 માછીમારોના અપહરણ , ભારતિય જળસીમા પરથી પોરબંદરની 6 અને વેરાવળની 2 બોટને બંદૂકના નાળચે પાકિસ્તાન બંદર પર લઈ જવાઇ

પોરબંદર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ બાદ ફરી પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સીએ અપહરણ કરતા માછીમારોમાં આક્રોશ

પાકિસ્તાન મરિન સિકયુરિટી એજન્સીની વધુ એક વખત નાપાક હરકત સામે આવી છે. ભારતીય જળસીમા ઘુસી 8 બોટ અને 45 માછીમારોના અપહરણ કરાયા છે. પોરબંદરની 6 અને વેરાવળની 2 બોટને બંદૂકના નાળચે પાકિસ્તાન બંદર પર લઈ જવાઇ છે. ચાલુ વર્ષ દરમિયાન પેલી ઓગસ્ટથી માછીમારોએ સમુદ્રમાં રાબેતા મુજબ માછીમારી કરવા પ્રયાણ કર્યું છે. અને માછીમારીની સીઝનની શરૂઆતમાં માછીમારો દ્વારા અરબી સમુદ્રમાં માછીમારી કરવામાં આવી રહી છે ત્યારે પાકિસ્તાનની નાપાક હરકત સીઝનના પ્રારંભમાં જ સામે આવી છે. પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલ માછીમારોને બંદૂકના નાળચે બંધક બનાવી પાકિસ્તાનના બંદર પર લઈ જવામાં આવ્યા છે.

એક વર્ષ બાદ વધુ એક વખત માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હોવાનો બનાવ બન્યો હોવાનું માછીમાર અગ્રણી મનીષભાઈ લોઢારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેના પગલે માછીમારોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠયો છે. મંગળવારના દિવસે વહેલી સવારે ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલ પોરબંદરની 6 બોટ અને વેરાવળની 2 બોટ સહિત 45 જેટલા માછીમારોના પાકિસ્તાન મરીન સિકયુરિટી એજન્સીએ અપહરણ કરી લીધા છે. અને બોટ સહિત માછીમારોને બંધક બનાવી પાકિસ્તાનના બંદર પર લઈ જવામાં આવ્યા છે.

દોઢ વર્ષથી માછીમારોને મુક્ત કરાયા ન હોવાથી યોગ્ય કરવા રજૂઆત કરાઈ
પોરબંદર માછીમાર બોટ એસો.ના પૂર્વ પ્રમુખ મનિષભાઇ લોઢારી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાનની જેલમાં સબડી રહેલ 500 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા નથી. અને હજુ તો સિઝન શરૂ થઈ છે ત્યાં જ સિઝનના પ્રારંભમાં જ વધુ 45 જેટલા માછીમારોને બંધક બનાવવામાં આવ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે પાકિસ્તાનની જેલમાં સબડી રહેલ માછીમારોને મુક્ત કરવામાં આવે તેરી ઉગ્ર રજૂઆત કરી હતી.

હજુ તો 1 ઓગસ્ટે સિઝન શરૂ થતાં જ પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી
માછીમારીની સિઝન 1 ઓગસ્ટે શરૂ થઇ છે અને પોરબંદરના બોટ માલિકોએ માછીમારી કરવા માટે સમુદ્રમાં બોટને રવાના કરી છે. આમ હજુ તો માછીમારીની સિઝન શરૂ થતા જ પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરવામાં આવી હોવાના પગલે માછીમારોમાં પણ આક્રોશ ભભૂકી ઉઠયો છે.

પોરબંદરની 750 સહિત 1100 ભારતીય બોટ પાક. ના કબજામાં
પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા માછીમારીની ચાલુ સિઝન દરમિયાન પ્રથમ વખત બોટ અને માછીમારોના અપહરણ કરવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં પોરબંદરની 750 સહિત 1100 જેટલી ભારતીય બોટ પાકિસ્તાનના કબજામાં છે. અને 500 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ કરવામાં આવ્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો