• Home
  • Business
  • 8 banks including SBI and ICICI bought at a face value of Rs 10 Bank shares, value increased by 6 times in 1 week.

બેન્કિંગ / SBI અને ICICI સહિત 8 બેન્કોએ 10 રૂપિયાની ફેસ વેલ્યુ પર ખરીદયા હતા યસ બેન્કના શેર, 1 સપ્તાહમાં વેલ્યુ 6 ગણાથી વધુ વધી

8 banks including SBI and ICICI bought at a face value of Rs 10 Bank shares, value increased by 6 times in 1 week.

દિવ્ય ભાસ્કર

Mar 17, 2020, 04:46 PM IST

બિઝનેસ ડેસ્કઃ લિક્વિડિટી સંકટનો સામનો કરી રહેલી યસ બેન્કના શેરોમાં છેલ્લા સાત કારોબારી દિવસોમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. આરબીઆઈએ યસ બેન્કના કામકાજ પર પ્રતિબંધ લગાવ્યા બાદ 6 માર્ચે બેન્કોના શેર 5.55 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. યસ બેન્કના શેર 17 માર્ચે તેજીની સાથે 63.2 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર પહોંચી ગયા હતા. આ હિસાબથી કંપનીના શેરમાં 1,038 ટકા તેજી આવી છે. તેના શેરોનો ભાવ વધવાનો ફાયદો તેમાં રોકાણ કરનારી બેન્કોને પણ મળ્યો છે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી સહિત 8 બેન્કોએ યસ બેન્કોના શેર 10 રૂપિયાની ફેસ વેલ્યુ પર લીધા હતા.

કઈ બેન્કે યસ બેન્કમાં કેટલું રોકાણ કર્યું

એસબીઆઈને 6050 કરોડ રૂપિયામાં 605 કરોડ શેર ફાળવવામાં આવ્યા છે. આ પગલા બાદ એસબીઆઈનો યસ બેન્કમાં 49 ટકા હિસ્સો થઈ ગયો છે. આરબીઆઈની રેસ્કયુ સ્કીમ મુજબ એસબીઆઈ, યસ બેન્કમાં પોતાનો હિસ્સો 26 ટકાથી ઓછી કરી શકશે નહિ. યસ બેન્કમાં આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચડીએફસીએ પણ 1,000-1000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. બેન્કોએ યસ બેન્કની મદદ લેવા માટે આગળ આવતા યસ બેન્કના શેરમાં તેજી આવી છે.

કાલથી બેન્કમાં સામાન્ય રીતે થવા લાગશે કામ

સરકારે ખાનગી ક્ષેત્રની ચોથી મોટી બેન્ક યસ બેન્ક લિમિટેડની પુર્નરચનાને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન બહાર પડ્યા બાદ યસ બેન્કના ગ્રાહકોને 18 માર્ચ સાંજે 6 વાગ્યાથી વિડ્રોઅલમાં છુટ મળશે. આ અંગેની માહિતી યસ બેન્કે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આપી છે. બેન્કે કહ્યું છે કે 19 માર્ચથી દેશની 1132 બ્રાન્ચોમાં કામ શરૂ થશે.

X
8 banks including SBI and ICICI bought at a face value of Rs 10 Bank shares, value increased by 6 times in 1 week.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી