બજેટ સત્ર / અમદાવાદ ગ્રામ્યમાં 7919 અને શહેરમાં 24060 કુપોષિત બાળકો, વિધાનસભામાં મુદ્દો ઉછળ્યો

7919 malnourished children in Ahmedabad rural and 24060 malnourished children in the city

  • એક વર્ષમાં શહેરમાં ઓછા વજન અને અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા વધારે

Divyabhaskar.com

Mar 05, 2020, 01:39 PM IST
અમદાવાદ: હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે વિધાનસભામાં અમદાવાદ જિલ્લાના અને શહેરના કુપોષિત બાળકોનો મુદ્દો ઉછળ્યો હતો. જેમાં જિલ્લા અને શહેરના કુપોષિત બાળકોના આંકડાઓ આવ્યા હતા. શહેરમાં 24060 અને અમદાવાદ ગ્રામ્યમાં 7919 કુપોષિત બાળકો હોવાનું સામે આવ્યું હતું.
ઓછા વજનવાળા બાળકોની સંખ્યા
શહેરમાં છેલ્લા એક વર્ષમાં ઓછા વજનવાળા બાળકોની સંખ્યામાં 7807 અને અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યામાં 1721 બાળકોનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે જિલ્લામાં 3937 ઓછા વજનવાળા બાળકો અને અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યામાં 1569નો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

અગાઉ રાજ્યભરના આંકડા સામે આવ્યા હતા
કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણમંત્રીએ જણાવ્યું કે, 9 જુલાઈ 2019ના રોજ રાજ્યમાં 1 લાખ 42 હજાર 142 કુપોષિત બાળકો હતા. જે 27 ફેબ્રુઆરી 2020ના રોજ 3 લાખ 83 હજાર થયા છે. આમ છેલ્લા 6 મહિનામાં જ કુપોષિત બાળકોની સંખ્યામાં 2 લાખ 41 હજાર 698નો વધારો થયો છે. તેમાં પણ જુલાઈ 2019માં બનાસકાંઠામાં 6071 કુપોષિત બાળકો હતા. જેમાં છેલ્લા છ મહિનામાં 22,194 કુપોષિત બાળકોનો વધારો થયો છે અને કુપોષિત બાળકોની સંખ્યા 28,265 પર પહોંચી છે.
X
7919 malnourished children in Ahmedabad rural and 24060 malnourished children in the city

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી