ગાંધીધામ / લાલચંદનનો અઠંગ દાણચોર 77 વર્ષીય ‘મી. નટવરલાલ’ આખરે ઝડપાયો

77-year-old 'smuggler' of Lalchandan finally arrested

  • મુંદ્રા પોર્ટ પરથી 4.82 કરોડનું રક્તચંદન જપ્ત કરતી DRI
  • 2012, 2018અને 2020માં દાણચોરીમાં સામેલગીરી,  સ્મગલીંગના વધુ કિસ્સાઓ આવી શકે છે બહાર

Divyabhaskar.com

Jan 16, 2020, 10:08 AM IST
ગાંધીધામઃ લાલચંદનની દાણચોરીમાં વર્ષોથી અલગ અલગ નામોની ખોટી ઓળખ ઉભી કરીને મુખ્ય ષડયંત્રકારી બનનાર અઠંગ દાણચોર 'મી. નટવરલાલ' ને આખરે ડીઆરઆઈ મોરબીથી સોમવારે પકડી પાડ્યો હતો. 2018માં થયેલી દાણચોરીની તપાસમાં ઝડપાયેલા આ 77 વર્ષીય આરોપીની ધરપકડ બાદ વધુ એક આ પ્રકારનુ કન્ટેનર મુંદ્રા પોર્ટથી ઉતરાયણના દિવસેજ ઝડપી પાડ્યું હતુ. જેમાંથી 4.82 કરોડની કિંમતનું 9.64 એમટી લાલચંદન મળી આવ્યું હતુ.તાજમહેલ થી સંસદ સુધીને વારંવાર અને બારોબાર વેંચી મારવાની શેખી માટે જાણીતા નટરવરલાલ પરથી વિશ્વાસ જીતીને છેતરપીંડી કરતા શખસો માટે તે શબ્દનો પ્રયોગ કરાય છે, જે બિલ્કુલ ફીટ મોરબીથી ગાંધીધામની ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ એજન્સીએ ઝડપેલા શખસ માટે થતો હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.
સમગ્ર ઘટનાક્રમ પર નજર દોડાવીએ તો 2018માં મુંદ્રા પોર્ટમાંથી 9.24 કરોડની કિંમતનુ રક્તચંદન એક્સપોર્ટ થાય તે પહેલાજ ડીઆરઆઈ ઝડપી પાડ્યુ હતું. જેની તપાસમાં મુખ્ય ષડયંત્રકારી દીપક શાંતીલાલ કોટક નામક વ્યક્તિ હોવાનું બહાર આવ્યું હતું. જે મોરબીમાં હોવાનું માલુમ થતા ગત સપ્તાહે ડીઆરઆઈની ટીમે સ્થળ પર ધસી જઈને તેને ઝડપી પાડ્યો હતો. આ તેજ વ્યક્તિ હોવાની ખરાઈ કર્યા બાદ પણ તેણે પોતાનું ખરુ નામ દ્વિજેંદ્ર શીરીશ માનેક હોવાનું જણાવ્યું હતુ. 2018માં વપરાયેલું દિપક કોટક નામ ખોટુ હોવાનું અને સામેલગીરી પણ સ્વીકારી હતી. તો પુછપરછમાં 2012માં મુંદ્રા પોર્ટથીજ ઝડપાયેલું 2.04 કરોડનું 20.450 એમટી લાલચંદનમાં પણ તેજ વ્યક્તિ વિનોદ શાહના નામે સામેલ હતો તેવું ખુલવા પામ્યું છે.
વર્તમાન નામ દ્વિજેંદ્રના નામે કોઇ પ્રક્રિયા ચાલુમાં છે કે નહિ તેની તપાસ કરતા મંગળવારે આજ પ્રકારનું એક કન્ટેનર દુબઈ જવા માટે મુંદ્રા પોર્ટમાં આવી પહોંચ્યું હોવાનું ખુલવા પામ્યું હતુ. જેથી તેમાં પણ રેડ સેંડલ હોવાનું પામી જઈ, તે એક્સપોર્ટ થાય તે પહેલાજ કન્ટેનરને રુક જાવોનો આદેશ આપીને 14 જાન્યુઆરીના ચેક કરાતા તેમાંથી 9.64 એમટી લાલચંદન મળી આવ્યું હતું જેની કિંમત 4.82 કરોડ થવા જાય છે. જેના એક્સપોર્ટરમાં મોરબીની જીઓબાથ સેનેટરી વેર કંપનીનું નામ બહાર આવ્યું છે. આમ ત્રણ અલગ નામો સાથે ત્રણ અલગ દાણચોરીના કાંડમાં એકજ વ્યક્તિની સામેલગીરી સામે આવતા કોઇ ફિલ્મી કથાનક જેવો તાલ સર્જાયો હતો. હાલ જે નામ સાથે ઝડપાયો તે દ્વિજેંદ્ર માનેકને ગાંધીધામ કોર્ટમાં રજુ કરીને ગળપાદર જેલમાં મોકલી અપાયા હતાં. આ ત્રણ કિસ્સા જે સામે આવ્યા,તે સીવાય પણ હજુ વધુ પ્રકરણો બહાર આવે તે સંભવ છે.
મોડસ ઓપરેન્ડીઃ મોરબીથી કચ્છમાં પ્રવેશ સાથેજ જથ્થો બદલાવી નખાતો
મોરબીના સીરામીક, સેનેટરી એક્સપોર્ટર્સનો વિશ્વાસ જીતીને તેમને તેના જથ્થાને એક્સપોર્ટ કરી દેવાની તમામ વ્યવસ્થા હેંડલ કરી દેવાનો જાંસો આપતો હતો. ત્યારબાદ વિશ્વાસ સંપાદન કરવા કેટલાક એકાદ કન્ટેનરને મોકલી પણ આપીને યેનકેન પ્રકારે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પોતાના હસ્તક લઈ લેતો હતો. જે ટાઈલ્સ કે સંલગ્ન કોઇ પણ જથ્થો લઈને નિકળ્યા બાદ કચ્છમાં પ્રવેશ સાથેજ કોઇ સ્થળે લઈ જઈ તેમાંથી તે કાર્ગો કાઢી, તેના સ્થળે લાલચંદન નાખી દેવાતો હતો. એક્સપોર્ટરની જાણ બહારજ બધું વિટાઈ જતું હતું.
વિનોદ શાહ, દિપક કોટક અને દ્વિજેંદ્ર માનેકઃ વ્યક્તિ એક, નામ અનેક!
2012 થી લઈને 2020 સુધીમાં ત્રણ રક્તચંદનના કેસમાં જે મુખ્ય ષડયંત્ર કારીઓના નામ બહાર આવ્યા તેમાં વિનોદ શાહ, દિપક કોટક અને દ્રિજેંદ્ર માનેક છે. ગત ત્રણ દિવસમાં થયેલી તપાસ અને બહાર આવેલી માહિતી અનુસાર આ તમામ નામ અલગ અલગ નહિ પણ એકજ વ્યક્તિના છે, જેનું હાલ નામ દ્રિજેંન્દ્ર શીસીશ માનેક જણાવાઈ રહ્યું છે. સામાન્ય રીતે મોરબીના એક્સપોર્ટર્સને પોતાનો હાથો બનાવતા આ શખસે ઘણાને પોતાના ષડયંત્રમાં અનાયાસે સામેલ કર્યા હોવાનું મનાઈ રહ્યું છે. જેથી જેંમણે પણ આની સાથે કોઇ વ્યવહાર કર્યો હોય કે જાણકારી હોય તેમણે તપાસનીસ એજન્સીને આ અંગે જાણકારી મોકલવા પણ જણાવાયું છે.
X
77-year-old 'smuggler' of Lalchandan finally arrested
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી