તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ગણદેવી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં 75.86 ટકા મતદાન, મતગણતરી મુલતવી રખાઈ

ગણદેવી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અ-વર્ગની 6 બેઠકોમાં સૌથી વધુ વાંસદા બેઠક પર 87.59 ટકા, સૌથી નીચું નવસારીમાં 68.96 ટકા મતદાન

ગણદેવી સુગર ફેકટરી વ્યવસ્થાપક મંડળની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 7950 મતદાર પૈકી 6031 મતદારોએ મતદાન કરતા કુલ 75.86 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં ગણદેવી અ વર્ગ 79.49 ટકા, નવસારી અ વર્ગ 68.96 ટકા, ચીખલી અ વર્ગ 82.71 ટકા, વલસાડ અ વર્ગ 85.71 ટકા, મહુવા અ વર્ગ 80.25 ટકા, વાંસદા અ વર્ગ 87.59 ટકા સૌથી વધુ મતદાન નોંધાયું હતું. જ્યારે બ વર્ગમાં 64.29 ટકા નોંધાયું હતું. 15 ઉમેદવારનું ભાવિ સુગર ફેકટરી સ્ટ્રોંગરૂમમાં સીલ થયું છે. કોર્ટના આદેશ બાદ મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે ત્યાં સુધી મત ગણતરી મુલતવી રખાઈ છે.ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ લિ.(સુગર ફેકટરી)નાં સંચાલક મંડળની ચૂંટણી રવિવારે યોજાઈ હતી.

જેમાં સવારે 8ના ટકોરે શરૂ થયેલું મતદાન સાંજે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. જેમાં વિભાગ-1 ગણદેવીની 2 બેઠક માટે કુલ 902 મતદારો પૈકી 717 મતદાન સાથે 79.49 ટકા, વિભાગ-2 નવસારી 3099 મતદારો પૈકી 2137 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા 68.96 ટકા મતદાન નોંધાયું, વિભાગ-3 ચીખલી વિભાગમાં 2120 પૈકી 1745 મતદારોએ મતદાન કરતા 82.31 ટકા મતદાન નોંધાયું હતું, વિભાગ-4 વલસાડની 1 બેઠક પર 420 પૈકી 360 મતદારોએ મતદાન કરતા 85.71 ટકા, વિભાગ-5 મહુવાની 1 બેઠક ઉપર 653 પૈકી 524 મતદારોએ મતદાન કરતા 80.25 ટકા, વિભાગ-6 વાંસદાની 1 બેઠક ઉપર 266 મતદારો પૈકી 233 એ મતદાન કરતા 87.59 ટકા મતદાન નોંધાયું હતું.

ગણદેવી બ વર્ગ ઉપર 169 પૈકી 104 મતદારોએ મતદાન કરતા 61.54 ટકા, નવસારી બ વર્ગ ઉપર 196 મતદારો પૈકી 126 એ મતદાન કરતા 64.29 ટકા, ચીખલી બ વર્ગ ઉપર 125 મતદારોમાંથી 85 એ મતાધિકારનો ઉપયોગ કરતા 68 ટકા મળી બ વર્ગમાં સરેરાશ 64.29 મતદાન નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિ જનજાતિની બેઠક માટે 3 ફોર્મ ભરાયા હતા, જે પૈકી 2 ફોર્મ પરત ખેંચી લેવાયા હતા. અ વર્ગ માટે 15 અને બ વર્ગ માટે 3 મતદાન મથક ઉપર મતદાન કરાયું હતું. રવિવારે સાંજે સુગર ફેકટરી સ્ટ્રોંગ રૂમમાં ઉમેદવારોનું ભાવિ સીલ થયું હતું.

હાલ મતગણતરી મુલતવી રખાઈ છે. હાઈકોર્ટના આદેશ બાદ મતગણતરી હાથ ધરાશે. જ્યાં સુધી સુગર પરિવાર, સભાસદો, ખેડૂતો અને મતદારોમાં ઉત્તેજના બરકરાર રહેશે. ગણદેવી સુગરમાં છેલ્લા ત્રણ દાયકા કરતાં વધારે સમયથી ચેરમેનપદે કાર્યરત રહી દેશભરમાં ખેડૂતોને શેરડીનો સૌથી વધુ ભાવ આપવાનું બહુમાન મેળવનાર જયંતિલાલ બાવજીભાઈ પટેલ પોતાની સમન્વય પેનલ સાથે ચર્ચામાં રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો