તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઘટતું સંક્રમણ:માત્ર 18 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં 705નો ઘટાડો

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
16 ઓક્ટોબરે 2974 કેસ હતા જે 17 ઓક્ટોબરે વધીને 2983 થયા હતા.
  • 1 ઓક્ટોબરે 3683 કેસ હતા જે ઘટીને 2978 થયા
  • નવા 167 કેસ નોંધાયા, વધુ 4 દર્દીના કોરોનાથી મૃત્યુ

અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સમગ્ર સપ્ટેમ્બરમાં 3500થી વધુ એક્ટિવ કેસ હતા. 1 ઓક્ટોબરે 3683 નોંધાયા હતા. જે 18 ઓક્ટોબરે ઘટીને 2978 થઈ ગયા છે. 11 ઓક્ટોબરથી સતત એક્ટિવ કેસની સંખ્યા ઘટતી ગઈ છે. જે સંખ્યા 14 ઓક્ટોબરે 3 હજારની નીચે આવી ગઈ છે. સૌથી વધુ એક્ટિવ કેસની સંખ્યા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 525, પશ્ચિમ ઝોનમાં 521, દક્ષિણ ઝોનમાં 485, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 473, પૂર્વમાં 328 અને મધ્યઝોનમાં 301 છે. બીજી તરફ રવિવારે કોરોનાના નવા 167 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 4 દર્દીના મૃત્યુ થયા હતા.

જિલ્લામાં નવા 16 પોઝિટિવ કેસ
રવિવારે અમદાવાદ જિલ્લામાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે એકપણ વ્યક્તિના મૃત્યુ થયા ન હતા. જિલ્લામાં સૌથી વધુ કેસ બાવળા અને સાણંદમાં 4-4 નોંધાયા હતા જ્યારે ધોળકામાં 2, વિરમગામમાં 3, ધંધુકામાં 2, દસક્રોઈમાં 1 નોંધાયો હતો. કુલ એક્ટિવ કેસની સંખ્યા 42 છે. જ્યારે અત્યાર સુધી 2665 દર્દીઓ સાજા થઈ ગયા છે.

24 કલાકમાં વધુ 171 દર્દી ડિસ્ચાર્જ કરાયા
શહેરમાં અત્યારસુધી 32470 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જેમાં શનિવારે 171 દર્દીનો સમાવેશ થાય છે. સૌથી વધુ ડિસ્ચાર્જ સિવિલ હોસ્પિટલમાંથી 3455 જ્યારે એસવીપીમાંથી 3375 થયા છે.

આ 6 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટમાં

  • સંઘાણી પ્લેટિનિયમ, લાંભા
  • આનંદનગર ફ્લેટ, જોધપુર
  • કિર્તી સોસાયટી-2, સાબરમતી
  • કાવેરી સંગમ એપાર્ટ., શીલજ
  • શ્લોક પરિસર, ગોતા
  • માલબાર કાઉન્ટી, ગોતા,
  • 5 વિસ્તાર કન્ટેઇનમેન્ટમાંથી મુક્ત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો