તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સહાય:70 વિધવા-વૃદ્ધોને સહાયના પ્રમાણપત્રો એનાયત કરાયાં

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનામાં વૃદ્ધ અરજદારોને જન સેવા કેન્દ્રોમાં મા કાર્ડ તેમજ અન્ય સરકારી યોજનાના કામે જરૂરી આવકના દાખલા લેવા લાઈનમાં ન ઉભા રહેવું પડે તે માટે નવરાત્રીના પ્રથમ દિવસે જ મામલતદાર કચેરી (પશ્ચિમ) ખાતે કેમ્પ રખાયો હતો. જેમાં 70 વિધવા સહાય અને વૃદ્વ સહાય પ્રમાણપત્રો અરજદારોને રૂબરૂ આપવામાં આવ્યાં હતાં.

આ પહેલા પણ 10 ઓક્ટોબરના રોજ રજાના દિવસે જનસેવા કેન્દ્રને ખુલ્લું રાખીને વૃદ્ધ અરજદારોને 179 આવકના દાખલાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, શહેરના નર્મદાભુવન સ્થિત જન સેવા કેન્દ્રમાં બે વખત કોરોનાના કેસ આવતાં કેન્દ્ર બંધ કરવામાં આવ્યું હતું. જેના પગલે જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારો તેમાં પણ વૃદ્ધ અરજદારોમાં કોવિડનું સંક્રમણ ફેલાવવાનો ડર રહેલો હોય છે. તેવામાં વડીલ અરજદારો માટે અલગથી કેમ્પ રાખીને તેમને જરૂરી પ્રમાણપત્રો તેમજ અન્ય દાખલા આપવામાં આવી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો