તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પશુપાલકોમાં હડકંપ:ચોબારીમાં 3 દિ’માં અજાણ્યા રોગચાળાથી 70 ભેંસના મોત

કકરવા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉથી ટીમ ધસી આવી

ભચાઉ તાલુકાના ચોબારીમાં કોઇ અજ્ઞાત અને જીવલેણ રોગચાળાને કારણે ત્રણ દિવસમાં 70 ભેંસ મોતને ભેટતાં માલધારી વર્ગ ચિંતામાં મુકાયો છે. ભેંસોના ટપોટપ મોતને પગલે ભચાઉથી પશુ આરોગ્યની ટીમ ગામમાં ધસી આવી હતી.

ગામમાં હજારોની સંખ્યામાં ભેંસ છે. આ રોગ કાબૂમાં નહીં આવે તો પશુ પાલકોને મોટો આર્થિક ફટકો પડશે તેવા ચિંતિત સ્વરે સરપંચ વેલજી આહિરે કહ્યું હતું કે, મરી ગઇ છે તેમાં 60 હજારથી લઇ બે લાખ સુધીની ભેંસનો સમાવેશ થાય છે. ખેતી અને પશુ પાલન મુખ્ય વ્યવસાય છે. ગામમાં કોઇ પરિવાર એવો નહિ હોય કે જેના ઘરે ભેંસ ન હોય. કેટલાક પાસે તો મોટી સંખ્યામાં ભેંસ છે. ગામમાં નર્મદાના નીર આવી જતાં ઘાસચારાનો પ્રશ્ન ન હોવાથી મોટા પાયે ઉંચી નસલની ભેંસો લોકો ખરીદી રહ્યા છે. ખડીરના કલ્યાણપર વાળો જ આ રોગ હોય તો કાબૂમાં લેવો મુશ્કેલ બનશે તેમ તેમણે જણાવ્યું હતું. દરમિયાન ભચાઉથી પશુ આરોગ્યની ટીમ દોડી આવી હતી પણ હજુ આધુનિક સારવાર અને વધુ ડોક્ટર્સની ટુકડી ઉતારાય તેવી માગ સરપંચે કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો