તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • 687 Crore Municipal School Board Budget, New Goals Of Hitech Education And Smart School

હાઇટેક એજ્યુકેશન અને સ્માર્ટ સ્કૂલના નવા લક્ષ્યાંકો સાથે મ્યુનિ. સ્કૂલ બોર્ડનું 687 કરોડનું બજેટ રજૂ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ સ્કૂલ બોર્ડની બેઠકમાં બજેટ રજૂ કર્યું- ફાઇલ તસવીર
  • સ્કૂલ બોર્ડની મળેલી બેઠકમાં શાસણાધિકારીએ બજેટ રજૂ કર્યું
  • ગત વર્ષ કરતા બજેટમાં 21 કરોડનો વધારો

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું વર્ષ 2020-21નું બજેટ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી એલડી દેસાઈએ સ્કૂલ બોર્ડની બેઠકમાં રજૂ કર્યું હતું. હાઇટેક એજ્યુકેશન અને સ્માર્ટ સ્કૂલના નવા લક્ષ્યાંકો સાથે આ વર્ષનું કુલ રૂપિયા બજેટ ગત વર્ષ કરતા 21 કરોડના વધારા સાથે રૂપિયા 687.58 કરોડનું રજૂ કર્યું છે. વર્ષ 2020-21ના બજેટમાં વિદ્યાર્થીના વિકાસ અને શાળાના વિકાસ પાછળ 136 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આ વર્ષે 20 નવી શાળાઓ બનાવવામાં આવશે. 10 હાઇટેક શાળાઓ તેમજ 25 સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવશે. 

શાળા અને વિદ્યાર્થીઓ પાછળ 19.78 ટકા ખર્ચ થશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલી 387 શાળાઓ 6 માધ્યમમાં કુલ 1.22 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગત વર્ષે મ્યુનિસિપલ બોર્ડનું રૂપિયા 668 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં 5 કરોડનો વધારો કરીને 673 કરોડનું કરાયું હતું. ગત વર્ષના બજેટમાં વિદ્યાર્થીઓ અને શાળાની પ્રવૃતિઓ પાછળ 8.78 ટકાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે 11 ટકાનો વધારો કરતા 19.78 ટકા ખર્ચ કરવામાં આવશે. આ વર્ષના બજેટમાં 12 કરોડ રૂપિયા શાળાની સજ્જતા, જિલ્લા પંચાયત હસ્તકની નવી 109 શાળાઓનું હસ્તાન્તરણ અને તેમના કર્મચારીઓના પગારભથ્થા તેમજ નવીનીકરણ પાછળ 34 કરોડ સહિત 124 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો