• Home
  • Utility
  • 61 vacancies of SO in the IDBI, the last date to apply is December 12

ભરતી / IDBIમાં SOની 61 જગ્યા ભરાશે, અરજી કરવાની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર

61 vacancies of SO in the IDBI, the last date to apply is December 12

Divyabhaskar.com

Dec 05, 2019, 11:55 AM IST

યુટિલિટી ડેસ્કઃ IDBI બેંકે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ (IDBI)ની 61 જગ્યા પર ભરતી માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને અરજી કરવાની અંતિમ તારીખ 12 ડિસેમ્બર છે. આ પોસ્ટ્સ પર ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ ઉમેદવારો અરજી કરી શકે છે. અલગ અલગ જગ્યા પર વિવિધ યોગ્યતા નક્કી કરાઈ છે. આ વેકન્સી માટે અરજી કરવા ઇચ્છતા હો તો ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવેલી જાણકારી વાંચીને અરજી કરી શકો છો.

પોસ્ટ પ્રમાણે ઉમેદવારોની યોગ્યતા
એગ્રી કલ્ચર ઓફિસર

ઉમેદવારે આ જગ્યા પર અરજી માટે ACARમાંથી માન્યતા પ્રાપ્ત એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાંથી 60 ટકા માર્ક્સની સાથે એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, વેટરનિટી સાયન્સ, ફિશરીઝ કે ડેરી ટેક્નોલોજી એન્ડ એનિમલ હસ્બન્ડરમાં ગ્રેજ્યુએશન કર્યું હોવું જોઈએ.

ફેકલ્ટી બિહેવિયર સાયન્સ
ઉમેદવારે સાઇકોલોજી અથવા બિહેવિયર સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કે HRમાં MBA કર્યું હોવો જોઈએ.

ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ (ફ્રોડ એનાલિસ્ટ), ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ ઇન્વેસ્ટિગેટર (ચેકર)
ઉમેદવારે કોમર્સમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે ગ્રેજ્યએટ થવું જરૂરી છે.

ટ્રાન્ઝેક્શન મોનિટર ટીમ-હેડ
સર્ટિફાઇડ ફ્રોડ એક્ઝામિનર (CFE)ની સાથે ગ્રેજ્યુએટ કે CA, MBA કર્યું હોવું જોઈએ.

પોસ્ટ પ્રમાણેની સંખ્યા

પોસ્ટનું નામ જગ્યા
ગ્રેડ ડીજીએમ (ગ્રેડ ડી) 02
એજીએમ (ગ્રેડ સી) 05
મેનેજર (ગ્રેડ બી) 54

જનરલમાં DGM ગ્રેડની 2, AGM ગ્રેડ Cની 3, મેનેજરની 23 જગ્યા, જ્યારે મેનેજર ગ્રેડમાં SCની 8 જગ્યા, AGMની 1 જગ્યા ભરવામાં આવશે.

X
61 vacancies of SO in the IDBI, the last date to apply is December 12

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી