સરવે / 60% મહિલાઓએ માન્યું- પરિવારના નિર્ણયોમાં તેમની ભૂમિકા વધી, 20 ટકાના મતે બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે 

60% of women believed that their role in family decisions increased, with 20% saying unemployment biggest problem

  • સીએસડીએસ-લોકનીતિ સરવે: દેશના 11 રાજ્યની 6500 મહિલાના અભિપ્રાય લેવાયા
  • 19% મહિલાઓનું માનવું છે કે તેઓ પગભર થવા માટે કામ કરે છે
  • 27% મહિલાઓ માને છે કે તેઓ પૈસા કમાવવા કામ કરે છે

Divyabhaskar.com

Nov 14, 2019, 06:03 AM IST
નવી દિલ્હી: પરિવારમાં નિર્ણયો લેવામાં મહિલાઓનો અવાજ શું મુખર છે? 60% મહિલાઓએ માન્યું કે તેમની ભૂમિકા વધી છે જ્યારે 68% મહિલાઓને લાગે છે કે આવા મામલામાં તેમની ભૂમિકા ભવિષ્યમાં હજુ વધશે. આ દાવો સીએસડીએસ-લોકનીતિના તાજેતરના સરવેમાં કરાયો છે.
ફ્રિજ, વોશિંગ મશીન અને સ્કૂટર ખરીદવા જેવા નિર્ણયોમાં મહિલાઓનો મત મહત્ત્વનો
સરવે મુજબ, પરિવાર સાથે જોડાયેલા નિર્ણયોમાં નાણાકીય અને પરિવારના મુદ્દા સામેલ છે. સરવે માટે દેશના 11 રાજ્યની 6500થી વધુ મહિલાઓ સાથે વાતચીત કરી તેમનો અભિપ્રાય લેવાયો. ઘર, જમીન, કાર કે ઘરેલુ ઉપયોગની વસ્તુઓ જેવી કે ફ્રિજ, વોશિંગ મશીન અને સ્કૂટર ખરીદવા જેવા નિર્ણયોમાં પણ મહિલાઓનો મત મહત્ત્વનો ગણાવા લાગ્યો છે. પરિવારના ખર્ચમાં યોગદાન અંગે 36% મહિલાઓનું કહેવું છે કે પરિવાર ચલાવવા તેમનું કામ કરવું જરૂરી છે જ્યારે 27% મહિલાઓ માને છે કે તેઓ પૈસા કમાવવા કામ કરે છે. 19%નું માનવું છે કે તેઓ પગભર થવા માટે કામ કરે છે. આ મહિલાઓ તેમની જવાબદારી જાતે ઊઠાવવા માગે છે. 6% મહિલાઓનું કહેવું છે કે તેઓ સમાજમાં માન-પાન માટે પૈસા કમાય છે જ્યારે 7%નું માનવું છે કે તેમને કામ કરવું ગમે છે, પૈસા તેમના માટે બહુ મહત્ત્વના નથી.
ગરીબી અને ભ્રષ્ટાચાર પણ મોટી સમસ્યાઓ
દરમિયાન, રાજકારણના ક્ષેત્રમાં હજુ પણ પુરુષોનો જ દબદબો છે. રાજકીય રેલીમાં જવું હોય, બેઠક, મોરચા કે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવો હોય, કોઇ પક્ષના પ્રચારની વાત હોય કે ગ્રામસભાની બેઠકમાં જવા માટે તેમણે પતિની કે પરિવારના વરિષ્ઠ સભ્યની મંજૂરી લેવી પડે છે.66% મહિલાઓએ કહ્યું કે તેમને આ મામલે જાતે નિર્ણય લેવાની આઝાદી નથી. માત્ર 10%એ કહ્યું કે તેઓ આ મામલે જાતે નિર્ણય લઇ શકે છે જ્યારે 12%એ કહ્યું કે બહુ ઓછી આઝાદી છે, 12%એ કહ્યું કે થોડી આઝાદી તો છે.
બેરોજગારી સૌથી મોટી સમસ્યા: દેશની 20% મહિલાઓને લાગે છે કે બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે. તેથી પણ પોતે નોકરી કરવા માગે છે. તે પછી તેમને ગરીબી અને ભ્રષ્ટાચાર પણ મોટી સમસ્યાઓ જણાય છે. અનુક્રમે 13% અને 8%નું આમ માનવું છે.
X
60% of women believed that their role in family decisions increased, with 20% saying unemployment biggest problem
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી