સુરત / નહેર પર નાહવા લઇ જવાનું કહી પરવત પાટીયાની 6 વર્ષીય બાળકીનું કપલ દ્વારા અપહરણ, CCTV

બાળકીને લઈને જતો યુવક સીસીટીવીમાં કેદ
બાળકીને લઈને જતો યુવક સીસીટીવીમાં કેદ

  • અપહરણ કરનાર કપલ સીસીટીવીમાં કેદ
  • એકનું અપહરણ બે બાળકીને છોડી દીધી

દિવ્ય ભાસ્કર

Mar 16, 2020, 09:04 AM IST

સુરતઃ પુણાના પરવત પાટિયા ખાતે બ્રિજ નીચે મૂળ રાજસ્થાનનો શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં 6 વર્ષની દીકરી મોનિકા( નામ બદલ્યું છે) પણ છે. બે દિવસથી શ્રમજીવી પરિવારની બાજુમાં એક કપલ આવીને સુઈ જતું. રવિવારે બપોરે આ કપલ મોનિકા અને અન્ય બે કિશોરીઓને પોતાની સાથે નહાવા નહેર પર લઈ ગયા હતા. ત્યાંથી તેઓ મોનિકાનું અપહરણ કરીને નાસી ગયા હતા. અન્ય બે કિશોરીઓને ત્યાંજ છોડી દીધી હતી. પરિવારે મોનિકાની શોધખોળ કરતાં તે મળી ન હતી. 6 વાગે પુણા પોલીસને માહિતી આપતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.

પોલીસે ટીમ બનાવી શોધખોળ આદરી

પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ કરી હતી. પોલીસે આસપાસના સીસી ફુટેજ ચેક કરતા કપલ બાળકીને લઈ જતા દેખાય છે. એક સ્થળે રીક્ષામાં બેસતા પણ દેખાય છે.પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ખાનગી બસ સ્ટેશન, સહારા દરવાજા પાસેની ફ્રુટ માર્કેટ, કડોદરા ચાર રસ્તા વિસ્તારમાં ટીમો મોકલીને બાળકીને શોધવાનો પ્રયાસ કર્યો ચાલુ રાખ્યો છે.

X
બાળકીને લઈને જતો યુવક સીસીટીવીમાં કેદબાળકીને લઈને જતો યુવક સીસીટીવીમાં કેદ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી