અમદાવાદ / રાજ્ય સરકારનો સ્વીકાર, રાજ્યમાં 59 IAS અને 47 આઈપીએસ અધિકારીઓની જગ્યાઓ ખાલી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • 28 આઈએએસ અધિકારીઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર
  • 20 IPS અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટશન પર ગયા

Divyabhaskar.com

Dec 09, 2019, 06:00 PM IST

અમદાવાદઃ વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં વિપક્ષે સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્યમાં ખાલી પડેલી IAS અને IPSની જગ્યાઓ અંગે સરકારે જવાબ આપ્યો હતો. જેમાં સરકારે રાજ્યમાં IAS અધિકારીઓની 59 જગ્યાઓ અને IPS અધિકારીઓ 47 જગ્યાઓ ખાલી પડેલી હોવાનો સ્વીકાર કર્યો હતો.

313ના આઈએએસના મહેકમ સામે 254 જગ્યાઓ ભરાયેલી
વિધાનસભામાં પૂછાયેલા વિવિધ પ્રશ્નોમાં રાજ્યમાં IASની ખાલી પડેલી જગ્યા અંગે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારે કહ્યું કે, રાજ્યમાં 313ના આઈએએસના મહેકમ સામે 59 જગ્યાઓ ખાલી છે. હાલ 254 જગ્યાઓ ભરાયેલી છે. જ્યારે અત્યાર સુધીમાં 28 આઈએએસ અધિકારીઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર છે.

208ના મહેકમ સામે IPSની 161 જગ્યાઓ ભરાયેલી
IASની સાથે સાથે રાજ્યમાં IPS અધિકારીની પણ ઘટ હોવાનો ખુલાસો થયો હતો. જેમાં
કુલ 208નું મહેકમ મંજૂર છે, જેની સામે રાજ્યમાં 161 જગ્યા ભરાયેલી છે અને 47 અધિકારીઓની ઘટ છે. જ્યારે 20 અધિકારીઓ ડેપ્યુટશન પર ગયા હોવાનું રાજ્ય સરકારે કબૂલ્યું હતું.

66 નગરપાલિકાઓને મહાનગર પાલિકાઓમાં રૂપાંતરિત કરવા દરખાસ્ત
આ ઉપરાંત મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પ્રશ્નનો રાજ્ય સરકારે લેખિત જવાબ આપતા જણાવ્યું કે, રાજ્યની 66 નગરપાલિકાઓને મહાનગર પાલિકામાં રૂપાંતરિત કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. આણંદ, મહેસાણા,મોરબી, સુરેન્દ્રનગર, વઢવાણ, નડિયાદ, નવસારી, ગાંધીધામ, ભરૂચ, વલસાડ અને પોરબંદર નગરપાલિકા માટે તબક્કાવાર દરખાસ્ત કરવામાં આવી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી