હવામાન / ગુજરાતમાં 58 વર્ષનું સૌથી લાંબુ ચોમાસું, 15 નવેમ્બરથી શિયાળો શરૂ થશે, હાલ ડબલ સિઝન

58th longest monsoon in Gujarat, winter will start from November 15

ગુજરાતમા તમામ 33 જિલ્લામાં 100થી વધુ વરસાદ નોંધાયો
આગામી 3 દિવસમાં અમદાવાદમાં ગરમી 37 ડિગ્રીને પાર થશે

Divyabhaskar.com

Oct 11, 2019, 03:53 PM IST

અમદાવાદ: ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં વર્ષ 1961 બાદ એટલે કે 58 વર્ષનું સૌથી લાંબુ ચોમાસું રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે 45.60 ઇંચ સાથે સિઝનનો 142 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. 10 ઓક્ટોબરથી રાજ્યમાંથી પણ ચોમાસાની વિદાયનો તબક્કાવાર પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં હવે 15 નવેમ્બરથી શિયાળો શરૂ થશે. ત્યાં સુધી સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમી આમ ડબલ સિઝનનો અનુભવ થશે.આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર જઇ શકે છે. ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન છે. આગામી બે દિવસ દાહોદ-ડાંગ-વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢમાં હળવો વરસાદ પડી શકે છે.

15 શિયાળો શરૂ થવાની શક્યતા

118 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
ઝોન મુજબ કચ્છમાં સૌથી વધુ 178 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, મધ્ય ગુજરાતમાં 129 ટકા, સૌરાષ્ટ્રમાં 150 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 145 ટકા વરસાદ નોંધાયો છે. આંકડા પર નજર કરીએ તો 118 તાલુકામાં 40 ઇંચથી વધુ, 126 તાલુકામાં 20થી 40 ઇંચ અને 7 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહિના મુજબ જૂનમાં 4.27 ઇંચ, જુલાઈમાં 8.75 ઇંચ, ઓગસ્ટમાં 17.56 ઇંચ. સપ્ટેમ્બરમાં 13.31 ઇંચ અને ઓક્ટોબરમાં અત્યાર સુધી 1.70 ઇંચ વરસાદ નોંધાયો છે.

X
58th longest monsoon in Gujarat, winter will start from November 15

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી