તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • 540 Buses, Railway Stations And 7 Depots Were Cleaned In Godhra Stations

540 બસ, રેલવે સ્ટેશન અને 7 ડેપોને સ્વચ્છ કરાયા,તાલુકાઓમાં ક્વોરેન્ટાઇન વોર્ડ તૈયાર કરાયા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં એસટી વિભાગ દ્વારા કોરોના વાઇરસની સતર્કતાના પગલે એસ ટી મથક તથા બસોની સાફ સફાઇ કરવામાં આવી હતી.
  • કોરોના વાઇરસથી સતર્કતાના પગલે સાફ સફાઇ હાથ ધરવામાં આવી

ગોધરાઃ ગોધરામાં કોરોના વાઇરસની સતર્કતાના પગલે એસ ટી મથક તથા બસોની સાફ સફાઇ કરવામાં આવી. ગોધરા વિભાગની 540 બસોને સાફ કરવામાં આવી વિભાગના 7 ડેપોમાં કામગીરી કરવામાં આવી હતી તથા આ સાફ સફાઇની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

બસ મથકમાં સાફસફાઇ કરાવી, બાકડા ઉપર સ્પ્રે છાંટી સાફ કરવામાં આવ્યા
વિશ્વભરમાં કેર વર્તાવનાર કોરોના વાઇરસે લોકોને ચિંતામાં મુકી દીધા છે. ભારતમાં પણ 109 જેટલા શંકાસ્પદ કેસો મળી આવતા સરકારે  સતર્કતાના પગલા ભર્યા છે. ગુજરાતમાં પણ 16 માર્ચથી શાળા, કોલેજો, મલ્ટીપ્લેક્ષ, ક્લાસીસ તથા સીનેમાધરો 29 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ આપ્યા છે. તથા એસટી વિભાગને તમામ બસ મથકો તથા બસોને પાણીથી ધોઇ સાફ સફાઇ કરવાના આદેશ આપ્યા છે. જે અંતર્ગત ગોધરા વિભાગીય નિયામક બી.આર.ડીંડોરે  વિભાગના 7 ડેપોમાં સાફ સફાઇ કરાવવાના આદેશ આપ્યા હતા.  તથા ગોધરા ડેપો ખાતે વિભાગીય નિયામક બી.આર.ડીંડોર, ડેપો મેનેજર પરમાર, ડેપો ઇન્ચાર્જ અજીતભાઇ પઠાણની હાજરીમાં સફાઇ કર્મીઓને સતત માર્ગદશર્ન આપી બસ મથકમાં સાફસફાઇ કરાવી, બાકડા ઉપર સ્પ્રે છાંટી સાફ કરવામાં આવ્યા હતા. તથા બસોને પાણીથી ધોઇ સાફ કરવામાં આવી હતી. અને તમામ એસી બસોમાંથી પડદા પણ હટાવી દેવામાં આવ્યા હતા. તથા આ સાફ સફાઇની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ગોધરા રેલ્વે સ્ટેશને પણ સાફ સફાઇ કરાઇ
ગોધરા રેલ્વે દ્વારા પણ રેલ્વે સ્ટેશનને પાણીથી ધોઇ સ્વચ્છ કરવામાં આવ્યુ હતુ તથા એસી કોચ સહીત અન્ય કોચમાંથી બ્લેન્કેટ તથા પડદા કાઢી લેવામાં આવ્યા હતા. અને સફાઇ કર્મીઓ દ્વારા સતત બાકડા સહિતના સ્થળોની સાફ સફાઇ કરાઇ હતી.
તાલુકાઓમાં ક્વોરેન્ટાઇન વોર્ડ તૈયાર કરાયા
જિલ્લામાં કોરોના વાયરસથી ઉભી થનારી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે  ગોધરા ખાતે સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તેમજ કાલોલ, હાલોલ, જાંબુઘોડા, શહેરા અને ગોધરા તાલુકાઓમાં ક્વોરેન્ટાઈન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે જિલ્લાના ડ્રગીસ્ટ અને કેમિસ્ટોને લોકોમાં કોરોના સામેના અટકાયતી અને સાવધાની રાખવાના પગલાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં મદદ કરવા અનુરોધ કર્યો હતો. 
આવી રીતે ઘરે સેનેટાઇઝર બનાવી શકાય
મેડીકલ તજજ્ઞોના જણાવ્યા અનુસાર ઘરે બેઠા સેનેટાઇઝર બનાવવા આફટર સેવ અને સ્પીટનું એક સરખું મિશ્રણ કરીને એક શીશીમાં ભરીને તેનાથી હાથ સાફ કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો