અમદાવાદ / બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 714 હેક્ટર જમીન સામે 517 હેક્ટર જમીન સંપાદીત, ખેડૂતોને રૂ. 2100 કરોડ ચૂકવ્યા

સરકારી જમીનો પર ગેરકાયદે દબાણોના ગંભીર પ્રશ્નના નિરાકરણ માટે એક્શન પ્લાન તૈયાર
સરકારી જમીનો પર ગેરકાયદે દબાણોના ગંભીર પ્રશ્નના નિરાકરણ માટે એક્શન પ્લાન તૈયાર

  • હાઈસ્પીડ કોરિડોરમાં 12 સ્ટેશનમાં મહારાષ્ટ્રમાં 4 અને ગુજરાતમાં 8 અદ્યતન સ્ટેશન બનશે
  • ગુજરાતના 8 જિલ્લાના 197 ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થશે
  • સંમતિ કરાર હેઠળના 3,213 પ્લોટ પૈકી 2,735 પ્લોટના કરારની કામગીરી પણ પૂર્ણ

Divyabhaskar.com

Feb 07, 2020, 06:22 PM IST

અમદાવાદઃ સચિવાલય ખાતે આજે રાજ્યના કલેકટરોની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ મંત્રી કૌશિક પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ કોન્ફરન્સમાં મહેસૂલ વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં રાજ્યના મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર બુલેટ ગતિએ કામગીરી ચાલી રહી છે. મુંબઈથી અમદાવાદ સુધીનો કુલ 508 કિલોમીટરનો આ પ્રોજેક્ટ છે. જે અંતર્ગત ગુજરાતના 8 જિલ્લાના 197 ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થશે. તેમજ સંમતિ કરાર હેઠળના 3,213 પ્લોટ પૈકી 2,735 પ્લોટના કરારની કામગીરી પણ પૂર્ણ કરી છે આ સંપાદન કામગીરી માટે ખેડૂતોને રૂ.2100 કરોડથી વધુની રકમ ચૂકવી દેવાઈ છે.
714 હેક્ટર જમીનની જરૂરીયાત સામે 571 હેક્ટર જમીનનું સંપાદન
આ હાઈસ્પીડ કોરિડોરમાં 12 સ્ટેશનો છે, જેમાં મહારાષ્ટ્રમાં 4 અને ગુજરાતમાં 8 અદ્યતન સ્ટેશન બનશે. કોન્ફરન્સમાં સંબધિત કલેકટરો પાસેથી બુલેટ ટ્રેન પ્રોજેકટ અંગે મેળવેલી માહિતી મુજબ આ પ્રોજેક્ટના અમલીકરણ માટે અંદાજિત 714 હેક્ટર જમીનની જરૂરીયાત છે, જે પૈકી અંદાજિત 571 હેક્ટર જમીનની સંપાદન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. કુલ 197 ગામો પૈકી 188 ગામોમાં જોઇન્ટ મેજરમેન્ટ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

સરકારી જમીન પરનાં દબાણો દુર કરવા કડક કાર્યવાહી હાથ ધરશે

મહેસૂલ મંત્રીએ વિવાદીત જમીન સંદર્ભે SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)કેસોનો ન્યાયિક ઝડપી નિકાલ લાવવા ગત કોન્ફરન્સમાં કલેક્ટરોને સૂચનાઓ આપ્યા બાદ 70 ટકા કેસો તાર્કિક અંત સુધી પહોંચ્યા હોવાની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત સરકારી જમીનો પર ગેરકાયદે દબાણોના ગંભીર પ્રશ્નના નિરાકરણ માટે એક્શન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. રાજ્યના દરેક જિલ્લામાં કેટલી સરકારી જમીન પર કેટલું દબાણ છે,તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. સરકારી જમીન પરનાં દબાણો દુર કરવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

X
સરકારી જમીનો પર ગેરકાયદે દબાણોના ગંભીર પ્રશ્નના નિરાકરણ માટે એક્શન પ્લાન તૈયારસરકારી જમીનો પર ગેરકાયદે દબાણોના ગંભીર પ્રશ્નના નિરાકરણ માટે એક્શન પ્લાન તૈયાર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી